ETV Bharat / state

ક્ચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું ફાયરિંગથી મોત, પોલીસે તપાસ હાથ ધરી

કચ્છ જિલ્લાના નખત્રાણા પાસે એક બંધ કારમાં છાતીના ભાગે ફાયરિંગ થવાને પગલે અક્ષય રમેશ લોન્ચા નામનાં યુવકનું મોત થયું હતું, ઉલ્લેખનીય છે કે , મૃતક કચ્છના સાંસદ વિનોદ ચાવડાનો ભાણેજ થાય છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે યુવકે જાતે જ પોતાના પર ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે.

ક્ચ્છના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું ફાયરિંગથી મોત

author img

By

Published : Aug 29, 2021, 7:22 PM IST

  • કચ્છ સાંસદ વિનોદ ચાવડાના ભાણેજનું ફાયરિંગમાં મોત
  • નખત્રાણા પાસેથી બંધ કારમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો
  • પોતાની ઉપર ફાયરિંગ કરીને આત્મહત્યા કરી હોવાની પ્રાથમિક તપાસ

કચ્છ : રાજ્યમાં હત્યા, આત્મહત્યા, લૂંટ, ચોરીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે વધું એક વખત કચ્છના સાંસદ વિનોદ ચાવડાના બનેવી રમેશ લોન્ચાના 23 વર્ષીય પુત્ર અક્ષય લોન્ચાનું છાતીના ભાગે ફાયરિંગ થવાથી લોહીલુહાણ હાલતમાં કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. આ સાથે કારમાં એક રિવોલ્વર પણ મળી આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે મૃતદેહનો કબજો લઇને તપાસ હાથ ધરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો

આ સમગ્ર ઘટના અંગે નખત્રાણા પોલીસે આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સંદર્ભે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધાયો

નખત્રાણા વિભાગનાં ડેપ્યુટી SP વી.એન. યાદવે આ ઘટના અંગે વધુ માહિતી આપતા ETV Bharat સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, બપોરે 12.30 વાગ્યાનાં અરસામાં જડોદર જવાના માર્ગે કારમાં આ ઘટના બની છે અને હાલ આકસ્મિક મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, આ સાથે જ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને હાલ આ આત્મહત્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સમગ્ર કચ્છમાં અનેક સવાલો ઉભા થયા

ઉલ્લેખનીય છે કે, મૃતક અક્ષય વિનોદ ચાવડાનો સગો ભાણેજ છે, હાલમાં જ USમાં પોતાનો ડોક્ટરીનો અભ્યાસ પૂર્ણ કરી પરત ફર્યો હતો. આ ઘટના અંગે લોકોમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે કે આ આત્મહત્યાનું પગલું છે, તો શા માટે ભરવામાં આવ્યું, શું કારણ હોઈ શકે અને જો આત્મહત્યા ન હોય તો કોણે સાંસદના ભાણેજ પર ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો છે. પોલીસે સર્વગ્રાહી તપાસ આરંભી છે, હાલ તુરંત આત્મહત્યા હોવાનું પોલીસ જણાવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.