કચ્છ : 10 હજાર હેકટર બગીચાઓમાં કેસર કેરીનો પાક લેવાયો છે. ગત વર્ષે 55 હજાર ટન કેસર બજારમાં આવી હતી. આ વખતે 70 હજાર ટન માલ બજારમાં આવે તેવી શકયતા જોવાઈ રહી છે. કચ્છની કેસર કેરી પહેલા ભોજનના ભાણામાં અને પછી જયારે સીધી જ મોઢામાં ઉતરે છે. ત્યારે તેની કવોલિટી, અને કચ્છની કુદરતી સંપદાનો ખરો અર્થ સમજાય છે. તેથી જ નિકાસકારોની સાથે નાગિરકો પણ મોં માંગ્યા દામ આપીને કચ્છની કેસર કેરીને પોતાના ભાણા સુધી લઈ જાય છે.
કચ્છના મુખ્ય બાગાયત અધિકારી ડૉ. ફાલ્ગુન મોઢના જણાવ્યા પ્રમાણે આગામી એક સપ્તાાહમાં કચ્છની કેસર કેરી બજારમાં આવી જશે. તેમજ 70 હજા ટન માલની ઉત્પાદનની આશા છે. કચ્છથી દર વર્ષે 18 હજાર ટન કેરીની નિકાસ ગલ્ફ સહિતના દેશોમાં થાય છે. કચ્છમાં સીધી રીતે એકસપોર્ટની સુવિધા નથી. મુંબઈના વેપારીઓ મારફતે શોર્ટિંગ ગ્રીડિંગ બાદ આ કેરીની નિકાસ પણ થાય છે. દક્ષિણથી ઉતર તરફની આ સિઝનમાં કચ્છની ઉતમ ગુણવતાની કેરી અંતિમ બજારમાં હોય છે. તેથી હરિફાઈ વગર ઉચ્ચ માપદંડો સાથે સારા ભાવ પણ ખેડુતોને મળે છે. હાલમાં કોરોના મહામારી વચ્ચે સરકારના ઉદારીકરણને પગલે નિકાસ પણ થઈ શકશે, સાથે ખેડુતોને ઓનલાઈન વેંચાણ અને સીધા વેંચાણનો પણ અનુરોધ છે. જેથી તેમને ઉચાં ભાવ મળી શકે છે.