ETV Bharat / state

કોરોના મહામારી વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ - kutch jilla panchayat general board meeting

કચ્છ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી. કોરોના મહામારી વચ્ચે યોજાયેલી સભામાં વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. વિવિધ ઠરાવો કરાયા હતા. સભામાં નર્મદાના મુદ્દે શાસક પક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.

ો
કોરોના મહામારી વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
author img

By

Published : Jul 16, 2020, 7:23 PM IST

કચ્છ:જિલ્લા પંચાયતના પ્રમુખ લક્ષ્મણ સોઢા, ઉપપ્રમુખની નિયતિબેન પોકાર, જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોષી સહિત કુલ 30 સભ્યોની ઉપસ્થિતિમાં કચ્ચ જિલ્લા પંચાયતની સભા યોજાઈ હતી. આ સભામાં 4 કરોડના વિકાસ કામોને મંજૂરી અપાઈ હતી. આ ઉપરાંત પ્રમુખ હસ્તક રૂપિયા 50 લાખ લોક હિતાર્થેના કામો માટે ફાળવવામાં આવ્યા હતા. તળાવના રીપેરીંગ સહિતના ઠરાવો પસાર કરાયા હતા

કોરોના મહામારી વચ્ચે કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ
દરમિયાન સભામાં વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા કચ્છના નર્મદાના પાણી માટે આગામી બજેટમાં સરકાર વધારાના રૂ 2500 કરોડની ફાળવણી કરે તે માટે જિલ્લા પંચાયત ભલામણ કરે તેવો ઠરાવ રજૂ કરાયો હતો. જો કે ભાજપના સભ્યોએ આ ઠરાવની માંગણી જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રની બહારનો હોવાનું જણાવી તેને રદ કરાયો હતો.

બીજી તરફ કોંગ્રેસ કોરોના મહામારીમાં પંચાયત દ્વારા કેટલો ખર્ચ કરાયો છે. તે મુદ્દો પણ કોંગ્રેસે ઉપાડ્યો હતો સાથે કોરોના વોરિયર્સને બિરદાવવા સૂચન કર્યું હતું.

આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીની બદલી સહિતના વિવિધ કામોના વર્ક ઓર્ડર ભાજપના ધારાસભ્યોના હસ્તે વિતરણ કરવા ચોમાસામાં સિંચાઇના કામોને મંજૂરી સહિતના મુદ્દે પણ કોંગ્રેસ દ્વારા સભામાં શાસકોને ઘેરવામાં આવ્યા હતાં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.