ETV Bharat / state

Kutch Forest Appeal : વિશાળ જમીન પર પથરાયેલા રક્ષક વનમાં ગંદકી ન કરવા કચ્છ વનવિભાગની અપીલ - લોકો દ્વારા ગંદકી અને નુકસાન

2018માં કચ્છના રુદ્રમાતા ડેમ રક્ષક વનનો મોટો પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલો. એક લાખથી વધુ વૃક્ષનું વાવેતર સાડા નવ હેક્ટર જમીનમાં કરી વન નિર્માણ કરી લોકોને પ્રકૃતિનો આનંદ માણવા મળે અને અન્ય મનોરંજન સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. અહીં લોકો દ્વારા ગંદકી અને નુકસાન થતાં કચ્છ વનવિભાગ દ્વારા લોકોને વન જાળવણીમાં સહકારની અપીલ કરવામાં આવી છે.

Kutch Forest Appeal : વિશાળ જમીન પર પથરાયેલા રક્ષક વનમાં ગંદકી ન કરવા કચ્છ વનવિભાગની અપીલ

author img

By

Published : Apr 10, 2023, 7:32 PM IST

વન જાળવણીમાં સહકારની અપીલ

કચ્છ : કચ્છ સરહદી વિસ્તાર હોવાની સાથે અહીં પ્રવાસન ક્ષેત્રે પણ અનેક રીતે વિકાસ થઈ રહ્યો છે. ભુજ તાલુકાના રૂદ્રમાતા ડેમ પાસે રાજ્યના સૌથી મોટા સાંસ્કૃતિક રક્ષક વનને વર્ષ 2018માં ખુલ્લું મુકાયું હતું. 9.5 હેક્ટરમાં આ વન બનેલું છે તેમજ અહીં 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. રક્ષક વનમાં પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે પરંતુ થોડાક સમયથી મુલાકાતીઓ દ્વારા સ્વચ્છતા ન જાળવવાના કારણે તેમજ મુલાકાતીઓ દ્વારા આ વનમાં જુદી જુદી જગ્યાએ નુકસાન પહોંચાડવામાં આવે છે જે માટે વનવિભાગે આ વનની જાળવણીમાં સહકાર આપવા અપીલ કરી છે.

અમર શૌર્યગાથાને સમર્પિત : વર્ષ 2018માં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખવાના ઉદ્દેશ્યથી તેમજ માધાપરની વીરાંગનાઓ દ્વારા ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભૂજના એરફોર્સના રનવેને થયેલા નુકસાનનું સમારકામ કરવામાં આવ્યું હતું તેમની યાદમાં અને અમર શૌર્યગાથાને સમર્પિત આ સાંસ્કૃતિક રક્ષક વનનું 19 કરોડના ખર્ચે નિર્માણ કરાયું હતું. આ વનનું લોકાર્પણ તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કર્યું હતું.

આ પણ વાંચો Bhimasar model village: શહેરને પણ ટક્કર મારે એવું છે ભીમાસર ગામ, જાણો 2001 ભૂકંપ બાદ કેવી રીતે ગામે કર્યો વિકાસ

1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર : વન વિભાગની વિસ્તરણ કચેરીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાહુલ દેસાઈએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રક્ષક વન 9.5 હેક્ટરમાં બનેલું છે અને અહીં 7.5 લાખ લિટરની જળ સંગ્રહ ક્ષમતા ધરાવતું વન છે. આ વનમાં 30 હજાર જેટલા અલગ અલગ જાતના રોપાઓ તેમજ 1 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

સહકાર આપવા અપીલ : રક્ષક વનમાં પ્રવાસીઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે અને લોકો અહીં શહેરથી દૂર પ્રકૃતિને માણી શકે છે. પરંતુ હાલમાં થોડા સમયથી પાણીની પરબ, પુલ, આકર્ષણના કેન્દ્રો અને બેઠક માટેની બેન્ચને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તો મુલાકાતીઓ અહીઁ કચરો ફેંકીને ગંદકી કરી ગયા છે ત્યારે વનવિભાગે નાગરિકોને આ વનની જાળવણી માટે સહકાર આપવા અપીલ પણ કરી છે.

રક્ષક વનના મુખ્ય આકર્ષણો : 9.5 હેક્ટરમાં પથરાયેલા આ રક્ષક વનના મુખ્ય આકર્ષણોની વાત કરવામાં આવે તો અહી રક્ષક દ્વાર, 12 જેટલા ભીંતચિત્રો જેમાં રૂદ્રાણી માતાની વાર્તા, માધાપરની વીરાંગનાઓની 1971ના વર્ષની યુદ્ધગાથા અને અન્ય આર્મી, નેવી અને એરફોર્સના વિવિધ લડાયક શસ્ત્રો અંગેના ભીંતચિત્રો છે. આ ઉપરાંત આ વનમાં વિવિધ પ્રકારના ચાલુ ધોરણે ઉપયોગી થઈ શકે તેવા અને સાથે આયુર્વેદિક મહત્ત્વ ધરાવતાં વૃક્ષો માટે આરોગ્ય વન, રાશિ વન, ખજૂરી વન, દેવ વન, નક્ષત્ર વન, કેકટસ વન વગેરે જેવા નાના નાના વન બનાવવામાં આવ્યા છે.

વ્યૂપોઇન્ટ, ફોટો પોઇન્ટ, શૌર્ય સ્ટેચ્યુ જેવા આકર્ષણો : આ રક્ષક વન નાના બાળકોથી માંડીને મોટી વયના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે. તેના અન્ય આકર્ષણોની વાત કરવામાં આવે તો જુદાં જુદાં સ્થળે વ્યૂપોઇન્ટ ઊભા કરવામાં આવ્યા છે તો જુદાં જુદાં ફોટો પોઇન્ટ પણ મૂકવામાં આવ્યા છે.જેમાં ભરત-ગુંથણ કરતી મહિલાનું ફોટો પોઇન્ટ, ખારાઇ ઊંટના ફોટો પોઇન્ટ તો સાથે જ આર્મીના જવાનના ફોટો પોઇન્ટ પણ અહીઁ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં વોચ ટાવર, શૌર્ય સ્ટેચ્યુ, ઓપન જીમ, વોટર ફોલ, બે કિલોમીટરની પગદંડી વગેરે જેવા આકર્ષણો પણ અહીં ઉભા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Kutch News : લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે શા માટે કહેવાય છે ગુજરાતનું મોડેલ ગામ જાણો

5,90,200 પ્રવાસીઓએ મુલાકાત લીધી : ઉલ્લેખનીય છે કે આ રક્ષક વન ગુજરાતના આજ સુધી બનેલા સાંસ્કૃતિક વનોમાં સૌથી મોટું વન છે. છેલ્લાં 4 વર્ષોમાં અહીં દેશ-વિદેશથી 5,90,200 જેટલા પ્રવાસીઓએ રક્ષક વનની મુલાકાત લઈને કચ્છની વન્ય સંપદા, વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તેમજ કચ્છની સંસ્કૃતિ અંગે માહિતી મેળવી છે.ત્યારે આવા રક્ષક વનને નુકસાન ના પહોંચાડીને તેની જાળવણીમાં મદદરૂપ થવા માટે વનવિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નુકસાન ના પહોંચાડીએ : જાગૃત નાગરિક અભિષેક ગુંસાઈએ જણાવ્યું હતું કે," રક્ષક વન એક એવું સ્થળ છે જ્યાં ઘણા વર્ષોથી આપણે જેને કહેવાય કે આનંદ નથી મેળવ્યો અને એવું ત્યાં અંદર જઈને ખાલી બે મિનિટમાં આવું કહી શકીએ કે સાચો આનંદ આપણે ત્યાં મળ્યો છે.તો નાના છોકરાઓથી કરી અને મોટા સુધીના બધા લોકો આ વનમાં જઈ શકે છે. આ વનની જાળવણી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કરે છે એ જગ્યામાં તમે જઈને આનંદ માણી શકો છો.આ વનમાં જવાનું બિલકુલ નિ:શુલ્ક છે પરંતુ જે વિભાગ આ વનની જાળવણી કરી રહ્યું છે એને આપણે સાથ સહકાર આપીએ કે ત્યાંની જે વસ્તુ છે તેનું નુકસાન ન કરીએ. થોડો ટાઈમ પહેલા ત્યાં થોડું ઘણું નુકસાન કર્યું છે તો ગંદકી પણ થઈ છે તો લોકોને એજ મેસેજ છે કે આ વનની આપણે પણ ધ્યાન રાખીએ કારણ કે આપણી પણ એક જવાબદારી બને છે કે આપણે આ વનની સાચવણી કરીએ."

જાળવણી કરવી કઠિન : વનવિભાગ વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, "9.5 હેક્ટરમાં ફેલાયેલા મોટા રક્ષક વનમાં જે ગ્રીનરી ડેવલોપ કરવી અને એને જાળવી રાખવી એ અન્ય જિલ્લાઓ કરતા ખૂબ કઠિન કાર્ય હોય છે. કારણ કે કચ્છ જેવા પ્રદેશમાં ઓછા પાણીમાં,ઓછી ગુણવત્તાવાળી જમીનમાં આ વન વિકસાવવાનું, જાળવણી કરવાની થતી હોય છે. રક્ષક વનમાં ખૂબ સારી રીતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે અને અહીં ભુજના તથા આજુબાજુના જે પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે તેઓ આનંદ માણી શકે અને એનો ઉપયોગ કરી શકે એ માટે 9.5 હેક્ટર જમીનમાં આપણે એની જાળવણી કરી રહ્યા છીએ.

કચ્છ વનવિભાગની અપીલ : વધુમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરે જણાવ્યું હતું કે,આ રક્ષક વનમાં ગાર્ડન અને પ્રકૃતિની વચ્ચે લોકો આનંદ કરે છે કે પરિવાર સાથે આવી અને વિના મૂલ્યે આ વનનો લાભ માણી શકે છે. ત્યારે વનવિભાગ લોકોને સાથે સાથે પ્રકૃતિની જાળવણીનું સંદેશ પણ આપી રહ્યું છે. કારણ કે લોકો પોતાના આંગણામાં, ગૌચરની જમીન, ખેતરની જમીનમાં પણ વૃક્ષો વાવે છે. તો આ વનમાં રહેલી વૃક્ષ સંપદા તેમજ અન્ય કોઈ પણ વસ્તુઓને નુકસાન ન પહોંચાડી આ પ્રકૃતિના કામમાં સહયોગ આપે અને મનોરંજનની સાથે એક પર્યાવરણ જાળવણીમાં સહયોગ મળે તેવો અનુરોધ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.