ETV Bharat / state

કચ્છ જિલ્લામાં આગાહી મુજબ મેઘરાજા થયા મહેરબાન, તાલુકાઓમાં અડધોથી દોઢ ઇંચ વરસાદ

આજે બુધવારે બપોર બાદના અરસામાં કચ્છ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પશ્ચિમ કચ્છનાં ભુજ, નખત્રાણા, મુન્દ્રા, અબડાસા, માંડવી તાલુકામાં 1 થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પૂર્વ કચ્છના ભચાઉ, ગાંધીધામ અને અંજાર અને રાપરમાં પણ મેઘરાજા વરસ્યા હતા. સાંજના સમયે ભુજમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.

Latest news of Kutch
Latest news of Kutch
author img

By

Published : Sep 29, 2021, 8:47 PM IST

  • હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં જામ્યો વરસાદી માહોલ
  • પૂર્વ કચ્છના રાપર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, રતનાલ, સાપેડા સહિત વિસ્તારમાં વરસાદ
  • કડાકા-ભડાકા અને ભારે પવન સાથે તાલુકાઓમાં વરસ્યો વરસાદ

કચ્છ: વાવાઝોડા ગુલાબની અસર તળે ઉતર ગુજરાતમા મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે ઉતર ગુજરાતને અડીને આવેલા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા. રાપરમાં પોણો કલાક સુધી ધોધમાર વરસાદને લીધે એક ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના લીધે શહેરના માર્ગો પર પાણી વહી નિકળ્યા હતા. કચ્છમાં સાપુતારા જેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. ભુજ નજીક આવેલા ડુંગરની તળેટીમાં આવેલા માતાજીના મંદિર પાસે રમણીય નજારો જોવા મળ્યો હતો. ઐતિહાસિક ટપકેશ્વરી માતાજી મંદિરની તળેટીમાં આહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા.

કચ્છ જિલ્લામાં આગાહી મુજબ મેઘરાજા થયા મહેરબાન, તાલુકાઓમાં અડધોથી દોઢ ઇંચ વરસાદ

આ પણ વાંચો: નવસારીમાં વરસાદી માહોલ, કાવેરી-અંબિકાના જળસ્તરમાં વધારો નોંધાયો

પાણીના ધસમસતા પ્રવાહમાં ગાય તણાઈ

કચ્છમાં ધોધમાર વરસાદથી નદી બે કાંઠે થતા ગાય પાણીમાં તણાઈ હતી. ભુજ નજીક મોટા રેહા નજીક આવેલી ખખરિયાની નદી બે કાંઠે થઈ હતી અને નદીના પ્રવાહમાં ગાય તણાઈના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો કચ્છ ભરમાં વરસાદથી નદી નાળામાં નવા પાણી આવ્યા હતાં. રાપર તાલુકાના પ્રાગપર, ભુટકીયા, ડાભુંડા, આડેસર સઈ, કિડીયાનગર, વલ્લભપર, આડેસર મોડા, સણવા સહિતના ગામોમાં વરસાદ થયો હતો. તો રવ, નંદાસર, ડાવરી સહિતના આસપાસના ગામોમાં અડધાથી એક ઈંચ વરસાદ વરસ્યો હોવાનું રવના તલાટી હિતેષ પ્રજાપતિએ જણાવ્યું હતું. તો સુવઈ, જેસડા, ત્રંબૌ પંથકમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા તેમ સુવઈ તલાટી મિતેશ પટેલે જણાવ્યું હતું.

આ પણ વાંચો: ભાવનગર શેત્રુંજી ડેમ 12 તારીખથી સતત ઓવરફ્લો 50 દરવાજા ખોલ્યા : શહેરમાં ઢીંચણ સુધીના પાણી

ખેડૂતોને વધારે વરસાદથી પાક નિષ્ફળ જવાનો ભય

આમ વાગડ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ રહેતા ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને ચોમાસુ પાક નિષ્ફળ જાય છે. રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા, ત્યારે ગરમીમાં શેકાતા લોકોને રાહત મળી હતી. તો બીજી બાજુ પૂર્વ કચ્છનાં જ ગાંધીધામ, ભચાઉ, અંજાર તાલુકામાં પોણાથી 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પશ્ચિમ કચ્છના ભુજ, માધાપર, ભૂજોડી, કુકમા, કોટડા ચકાર, મોટા રેહા, સહિત વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો. તો આગામી 3 કલાકમાં પણ મધ્યમથી ભારે વરસાદ સાથે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

તાલુકા વરસાદ mm માં
અંજાર 32
અબડાસા 20
ગાંધીધામ 24
નખત્રાણા 06
ભચાઉ 36
ભુજ 20
મુન્દ્રા 33
માંડવી 17
રાપર 21
લખપત 01
  • જૂનાગઢ શહેરમાં આજે 29 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ (Heavy rain) પડી રહ્યો છે. જેને પગલે આ વખતે ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત જૂનાગઢ સહિત ગિરનાર વિસ્તારમાં પણ વરસાદી પાણીનો પ્રવાહ ધસમસતી નદીના સ્વરૂપમાં જોવા મળ્યો હતો. અતિભારે વરસાદને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.