કચ્છઃ સોમવારે વહેલી સવારથી કચ્છમાં મેઘરાજાની એન્ટ્રી થઇ છે, જિલ્લામાં વરસાદની વાત કરીએ તો, અંજારમાં 32 મીમી, ગાંધીધામમાં 45 મિમી, ભચાઉમાં 83 મીમી, ભુજમાં 11 મીમી, મુન્દ્રામાં 15 મીમી અને રાપરમાં 31 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે નાળા-નદીઓમાં અને તળાવ ડેમમાં નવા પાણીની આવક શરૂ થઇ છે. વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ છે અને અસય ગરમીમાંથી રાહત મળતાં જનજીવન નવજીવનનો આનંદ માણી રહ્યું છે.
ભુજ હવામાન વિભાગના અધિકારી રાકેશકુમારએ ETV BHARATને જણાવ્યું કે, લો પ્રેશર કચ્છની આસપાસ છે. આ સ્થિતિ હજુ ચારથી પાંચ દિવસ સુધી રહી શકે છે, આ પ્રેશરથી મધ્યમથી ભારે વરસાદની શક્યતા જોવાઇ રહી છે, તો કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વાદળ છવાયેલા રહેશે અને સમયાંતરે વરસાદની સંભાવના દેખાઈ રહી છે.
![જાણો વરસાદના આંકડા અને વિગત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjktc03kutchrainstartscrtipphotosvideyo7202731_06072020174637_0607f_02452_403.jpg)
મહત્વનું છે સમગ્ર રાજ્યમાં એક વિરામ બાદ મેઘરાજાએ ફરી એન્ટ્રી કરી છે, મેધરાજાએ વિરામ લેતા ખેડૂતોઓ વાવણી પૂર્ણ કરી છે, સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે.
![કચ્છમાં વરસાદ સાથે જનજીવન માણી રહ્યો છે નવજીવનનો આનંદ,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/rgjktc03kutchrainstartscrtipphotosvideyo7202731_06072020174637_0607f_02452_466.jpg)