ETV Bharat / state

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી - President and Vice President of Kutch District Panchayat

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે જિલ્લા પંચાયત ખાતે કલેક્ટરના પ્રમુખ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

author img

By

Published : Mar 20, 2021, 4:02 PM IST

  • કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઇ
  • અનામત બેઠક તરીકે મહિલા પ્રમુખ
  • કલેક્ટરના પ્રમુખ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ

કચ્છઃ જિલ્લા પંચાયતની 40 સીટો પૈકી 32 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બન્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે જિલ્લા પંચાયત ખાતે કલેક્ટરના પ્રમુખ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. આ સામન્ય સભામાં જિલ્લા પંચાયતની 40એ 40 સીટ પરના ઉમેદવારો હાજર રહ્યા હતા.

કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
આ પણ વાંચોઃ વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ
  • કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂલબેન કારા
  • ઉપ-પ્રમુખ તરીકે વણવીરભાઈ રાજપુત
  • કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ ગઢવી
  • શાસક પક્ષના નેતા તરીકે હરિભાઈ જાટીયા
  • દંડક તરીકે મશરૂભાઈ રબારી

આ પણ વાંચોઃ જેતપુરના પ્રિન્ટિંગ ઉદ્યોગના પ્રિન્ટિંગ અને ડાઇંગ એસોશિએશનની પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરાઈ

મહિલા પ્રમુખની પ્રતિક્રિયા

પ્રમુક પદે નિમણૂક થયેલા પારૂલબેન કારાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સરકારની દરેક યોજનાનો લાભ છેવાડાના ગામ સુધી પહોંચે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે. આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે રહેલી સ્ટાફની ઘટ પૂર્ણ કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવશે તથા લોકોની હૃદયપૂર્વક સેવા કરવામાં આવશે. આ ઉપરાંત ભ્રષ્ટાચારમુક્ત શાસન અને પારદર્શક વહીવટ માટેના પ્રયત્નો પણ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.