ETV Bharat / state

Kutch News : કચ્છના ધીણોધર ડુંગરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નયનરમ્ય નજારા સાથે પ્રવાસીઓનું માઈન્ડ ફ્રેશનું કેન્દ્ર

વરસાદ બાદ કચ્છના વેરાન ડુંગરો હરિયાળા થયા છે. નખત્રાણા પાસે આવેલો ધીણોધર ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યો એક પ્રવાસીએ લીધા છે. આ ડુંગર કચ્છના ઇતિહાસ-સંસ્કૃતિ સાથે વણાયેલો છે. વરસાદી સીઝનમાં પરિવાર સાથે મજા માણવાનું અદભુત સ્થળ બન્યું છે. હાલ, તો ડુંગરની આજુબાજુ ગીચ વનરાજી ઊભી થતાં ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે.

Kutch News : કચ્છના ધીણોધર ડુંગરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નયનરમ્ય નજારા સાથે પ્રવાસીઓનું માઈન્ડ ફ્રેશનું કેન્દ્ર
Kutch News : કચ્છના ધીણોધર ડુંગરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, નયનરમ્ય નજારા સાથે પ્રવાસીઓનું માઈન્ડ ફ્રેશનું કેન્દ્ર
author img

By

Published : Jul 11, 2023, 4:41 PM IST

કચ્છના ધીણોધર ડુંગરનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું, આકાશી નજારો

કચ્છ : હાલ કચ્છમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાતા અનેક પ્રવાસન સ્થળોએ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તેવામાં નખત્રાણા તાલુકામાં આવેલા ધીણોધર ડુંગર પર જાણે લીલી ચાદર છવાઇ ગઇ છે અને ચોમાસાની સીઝનમાં અદભુત નજારો જોવા મળી રહ્યો છે. કચ્છના વિવિધ ડુંગરો પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, ત્યારે ભુજના પ્રકૃતિ પ્રેમી અભિષેક ગુસાઈએ ધીણોધર ડુંગરનો અદભુત નજારો પોતાના ડ્રોનમાં કેદ કર્યો છે.

ધીણોધર ડુંગરનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલ્યું : પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલી ધીણોધર તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. આ ડુંગર પર ચડવા માટે 1000 જેટલા પગથિયાં છે. કહેવાય છે કે, સદીઓ પહેલા નાથયોગી ધોરમનાથજીએ સૌ પ્રથમ વખત આ ડુંગર પર તપ કર્યું હતું અને પછી તળેટીમાં ધૂણો પ્રગટાવ્યો હતો. ઉપરાંત ધીણોધર તપોભૂમિ તરીકે પણ પ્રખ્યાત છે. પ્રખ્યાત ધીણોધર ડુંગરની આજુબાજુ ગીચ વનરાજી ઊભી થઈ છે અને ભરપૂર પ્રાકૃતિક સૌંદર્ય સર્જાયું છે.

નયનરમ્ય નજારો
નયનરમ્ય નજારો

ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યો : ધીણોધર ડુંગર કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે વણાયેલો છે. આ ડુંગર નખત્રાણા તાલુકાના અરલ ગામની બાજુમાં આવેલો મૃત જવાળામૂખી છે. ધીણોધર ડુંગરની ઉપર સિદ્ધયોગી ધોરમનાથજીનાં પગલાં છે જેની દેરી બનાવવામાં આવી છે. તો સાથે જ ત્યાં ધૂણો પણ છે. ધીણોધર ડુંગર પર દાદાનું પ્રાચીન મંદિર, અખંડ જ્યોત, ધૂણો અને ધોરમસ્તંભ પણ આવેલાં છે. હાલ વરસાદ બાદ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને જાણે ડુંગરે લીલી ચાદર ઓઢી હોય તેવા આકાશી દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે.

વરસાદ બાદ આપણે જોઈ રહ્યા છીએ કે લોકો બહાર ફરવા નીકળી રહ્યા છે. આવા વાતાવરણમાં પરિવાર અને મિત્રો સાથે ફરવાની અલગ જ મજા હોય છે, ત્યારે ગત રવિવારે હું મારા મિત્રો સાથે આ ધીણોધર ડુંગરની મુલાકાતે ગયો હતો, ત્યારે ત્યાં ગયા પછી નીચેથી અને ઉપરથી મારા ડ્રોન મારફતે જે વિડિયો લીધા અને અદભૂત નજારો જોવા મળ્યો જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા નજારાઓ જોવા મળ્યા હતા. વરસાદ આવ્યા બાદ કચ્છનું મહત્વ પણ વધી જાય છે કારણ કે, કચ્છમાં સામાન્ય રીતે વરસાદ ઓછો થાય છે, જ્યારે આ વખતે 100 ટકા જેટલો વરસાદ થઈ ગયો છે. - અભિષેક ગુસાઈ (પ્રવાસી)

વરસાદ બાદ વેરાન ડુંગરો પણ હરિયાળા થયા : હાલ કચ્છમાં આવેલા મહાસંકટ બિપરજોય વાવાઝોડા બાદ સચરાચર વરસાદ વરસ્યો હતો અને ચાલુ સીઝનમાં 100 ટકાથી વધારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ડુંગરો લીલાછમ બન્યા છે તો ધોધ પુનઃજીવિત થયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડુંગરો છે તે પથ્થરો, કાંટા કે જંગલી વનસ્પતિઓ અને જંગલી પ્રાણીઓ માટે જ ઓળખતા, પરંતુ કચ્છમાં આવેલા વરસાદ બાદ વેરાન ડુંગરો પણ હરિયાળા થયા છે.

હાલ કચ્છમાં સારા વરસાદના પગલે ઠેર ઠેર હરિયાળી જોવા મળી રહી છે અને પ્રકૃતિ પણ સારા વરસાદના પગલે ખીલી ઉઠી છે, ત્યારે પ્રવાસીઓ પણ શનિવારે અને રવિવારે તેમજ રજાના દિવસે પ્રવાસન સ્થળો જેવા કે ભૂજીયો ડુંગર, કાળો ડુંગર, કડિયા ધ્રો, ધીણોધર ડુંગર, વંદેમાતરમ ટેકરી જેવા સ્થળો કે જ્યાં તમામ જગ્યાએ લીલુંછમ છે. તેવા સ્થળો પણ ફરવા જઈ રહ્યા છે. - પ્રિયંકા જોષી (આસિસ્ટન્ટ મેનેજર, ગુજરાત ટુરિઝમ)

ફરવાની સાથે સલામતી જાળવવી અનિવાર્ય : વરસાદ બાદ આજુબાજુના ડુંગર જેવા સ્થળોએ લોકો ફરવા જતા હોય છે, ત્યારે હાલમાં આ વરસાદી સીઝનમાં વાતવરણ સારું હોય છે એટલે પરિવાર સાથે ફરવાની મજા આવે છે પણ સાથે સાથે પોતાની સુરક્ષા માટે પણ આપણે ધ્યાન રાખવી જોઈએ. વધુ પાણી ભરેલું હોય ત્યાં ન જવું, મોટા મોટા પથ્થરો છે, તો નાના બાળકોનું ધ્યાન રાખવું જોઈએ, જંગલી પ્રાણીઓ પણ હોય છે, તો રાત પહેલા ત્યાંથી સમયસર નીકળી જવું જોઈએ. આવા વાતાવરણમાં જરૂરથી પ્રકૃતિનો નજારો માણવો જોઈએ.

  1. PMની MPને ભેટ : સ્પેશિયલ પ્લેનમાં આવી રહ્યા છે ચિત્તા, જૂઓ અદભુત નજારો
  2. સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ સોળે કલાએ ખીલી, વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા
  3. Navsari Rain Update : નવસારીની ઔરંગા નદીનો આકાશી નજારો, ભારે જળપ્રવાહને લઇ કાંઠાથી દૂર રહેવા અપીલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.