ETV Bharat / state

Kutch Crime News : ફરી એક મહિલા 3 લાખથી વધુના ડ્રગ્સ સાથે પકડાય - ભૂજ માધાપર ભવાની હોટેલ પાસે ડ્રગ્સ

કચ્છના ભૂજથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે મહિલાને ઝડપી પકડાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મહિલા પાસેથી 34.2 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Kutch Crime News : ફરી એક મહિલા 3 લાખથી વધુના ડ્રગ્સ સાથે પકડાય

author img

By

Published : Apr 1, 2023, 12:54 PM IST

કચ્છ : રાજ્યમાં નશીલા પદાર્થો જેવા કે ડ્રગ્સ, ચરસ અને દારુ જેવી નશાકારક વસ્તુ અટકવાનું નામ નથી લેતુ, ત્યારે ભુજ નજીક માધાપર પાસેથી એમડી ડ્રગ્સ સાથે એક મહિલાને પશ્ચિમ કચ્છ SOGએ માધાપર ભવાની હોટેલ પાછળથી ઝડપી પાડી છે. મહિલા પાસેથી 3.42 લાખની કિંમતનો 34.2 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કચ્છમાં નશીલા પદાર્થ નાબુદ કરવા : સરહદી વિસ્તાર કચ્છમાં અનેકવાર માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો છે. ક્યારેક દરિયા કિનારે ડ્રગ્સના પેકેટ તણાઇ આવે છે. તો વળી ક્યારેક જિલ્લાના જુદાં જુદાં વિસ્તારમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપીઓ પણ ઝડપાઈ રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લામાં કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા મુખ્ય પોલીસ અધિકારીએ સૂચના આપેલી છે. જે અંતર્ગત માધાપરની ભવાની હોટેલ પાછળથી એક મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Gujarat Assembly : રોજગાર, અત્ચાર, ડ્રગ્સ, દારૂ જેવા પ્રશ્નોના જવાબ મુખ્યપ્રધાન જ આપે તેવી કોંગ્રેસની હઠ

SOGએ કુલ 3,48,820નો મુદ્દામાલ કબ્જે કર્યો : પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને માહિતી હતી. તે મુજબ SOGની ટીમ દ્વારા માધાપર હાઈવે પાસે ભવાની હોટલ પાછળથી 34 વર્ષીય રેશમા ક્રિષ્ના મંડલને 34.2 ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન નારકોટિકસ ડ્રગ્સ જેની કિંમત 3,42,000ના મુદામાલ સાથે ઝડપી પાડ્યું હતું. ઝડપાયેલી મહિલા સામે માધાપર પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat Budget Session: સરકારે 4268.89 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું, 2,978 આરોપીની ધરપકડ થઈ નથી

ઝડપાયેલ મુદ્દામાલ : આ મહિલા પાસેથી પોલીસે 34.2 ગ્રામ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સ કિંમત 3,42,000, 1 મોબાઇલ કિંમત 5,000 અને રોકડા રૂપિયા 1820 ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે આ ડ્રગ્સ તેની પાસે ક્યાંથી આવ્યો, કોણે આપ્યો, કેટલા સમયથી આવો ધંધો ચાલી રહ્યો છે. વગેરે બાબતો આગામી સમયમાં વધુ પૂછપરછ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.