કચ્છ : વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ ફરીથી (Corona Cases in india) વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. કચ્છ જિલ્લામાં (Kutch Corona Update) કોરોના વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં 175 પોઝિટિવ કેસો(Corona Cases in Kutch) નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 800 પહોંચી છે, તો આજે 102 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases in Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 14358 પોઝિટિવ કેસો નોંધાયા છે, તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો જિલ્લામાં 800 એક્ટિવ પોઝીટીવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 13524 છે. તથા આજ સુધી ઓમીક્રોનના 07 કેસો નોંધાયા (Corona New Variant Omicron) છે.
જિલ્લામાં 131 કેસો અર્બન વિસ્તારમાં તથા 44 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 175 કેસો પૈકી 131 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે જ્યારે 44 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 67 કેસો નોંધાયા છે તો ગાંધીધામ તાલુકામાં 59, મુન્દ્રા તાલુકામાં 28, અંજાર તાલુકામાં 12,ભચાઉ તાલુકામાં 4 કેસ,માંડવી તાલુકામાં 3,અબડાસા તાલુકામાં 2 કેસ નોંધાયા છે. તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 102 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યું છે જેમાંથી 40 દર્દીઓ ભુજ તાલુકાના છે, 37 દર્દી ભુજ ગાંધીધામ તાલુકાના છે,10 દર્દી મુન્દ્રા તાલુકાના છે, તો 8 દર્દી માંડવી તાલુકાના, 4 દર્દી અંજાર તાલુકાના, લખપત,નખત્રાણા અને ભચાઉ તાલુકાના 1-1 દર્દીઓ છે.
આ પણ વાંચોઃ Water of Namrada in Kutch: કચ્છમાં નર્મદાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખિત મંજૂરીની રાહમાં
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 44 કેસોની વિગત
ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 44 કેસો પૈકી માધાપરમાં 13, ભુજપુરમાં 4, નાનાકયાયામાં 3, મેધપર બોરિચિમાં 3, નારણપરમાં 2, સુખપરમાં 2, મિરઝાપરમાં 2, વાંઢીયામાં 2, ખીરસરામાં 1, નલિયામાં 1, ભારાસરમાં 1, ગોડપરમાં 1, બળદીયામાં 1 કુન્દનપરમાં 1, ચકાર કોટડામાં 1, તલવાનામાં 1, કોડાયમાં 1, અંતર જાળમાં 1, કંડલામાં 1, મીઠી રોહરમાં 1, રતનાલ ગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.
આજના કોરોના કેસ | 175 |
જિલ્લાના કોરોનાના એક્ટિવ | 800 |
જિલ્લાના કુલ કેટલા કેસ | 14358 |
ઓમિક્રોનના આજના કેસ | 00 |
ઓમિક્રોનના એક્ટિવ કેસ | 00 |
આજ સુધી ઓમિક્રોનના નોંધાયેલ કેસ | 07 |
આજનો મૃત્યુઆંક | 00 |
જિલ્લાનું કુલ મૃત્યુ | 282 |
કેટલા લોકો આજે સ્વસ્થ થયા | 102 |
કુલ કેટલા લોકો સ્વસ્થ થયા | 13524 |
કુલ વેક્સિન | |
1st Dose | 1656077 |
2nd Dose | 1450323 |
Precaution Dose | 24302 |