ETV Bharat / state

કચ્છ સરહદના જવાનોએ એક જીવને બચાવ્યો, જાણો વીગત - ગુજરાતી ન્યૂઝ

કચ્છઃ કચ્છ સરહદે તૈનાત BSFના જવાનો જાનની બાજી લગાવીને સતત સરહદની શાંતિને કાયમ રાખી રહ્યા છે. ત્યારે કારગીલ વિજયની સૈન્યએ શૌર્ય સાથે ઉજવણી કરી હતી. ત્યારે BSFના જવાનો સરહદની સાથે વન્યજીવના રક્ષક તરીકે પણ ઉભરી આવ્યા છે.

guards rescued turtle
author img

By

Published : Jul 27, 2019, 10:03 PM IST

મળતી માહિતી પ્રમાણે, કચ્છ સરહદે દરિયામાં BSFની 172મી બટાલિયને સાંઘી જેટીથી થોડે દૂર મોટા પીર નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે માછીમારની જાળમાં અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયેલાં એક ઓલિવ રીડલી કાચબો મળી આવ્યો હતો અને આ કાચબાને મુક્ત કરી તેને પુનઃ દરિયામાં રવાના કરાયો હતો.

કચ્છ સરહદના જવાનોએ કાચબાને બચાવ્યો

બટાલિયના કમાન્ડર સંજય શર્માએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, તેમની એક ટૂકડી બોટ મારફતે સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન મોટા પીર બેટ નજીક એક મોટો કાચબો ફિશીંગ નેટમાં અત્યંત ખરાબ રીકે ફસાયેલો મળ્યો હતો. જેથી જવાનોએ કાચબાને જાળ સાથે બોટમાં નાખીને કાંઠે લઈ આવ્યા હતા અને નેટ કાપી તેને મુક્ત કરી દેવાયો હતો. ત્યારબાદ જવાનોએ ફરી તેને મોટા પીર નજીક લઈ જઈને સમુદ્રમાં તરતો મુકી દીધો હતો. 83 સેન્ટીમીટર લાંબો અને 68 સેન્ટીમીટર પહોળો આ કાચબો 29 કિલોગ્રામનો હતો.

guards rescued turtle
ઓલિવ રિડલી ટર્ટલ પ્રજાતિ કાચબો

BSF જવાનો દ્વારા વનવિભાગના અધિકારી સાથે વાતચીત બાદ સ્પષ્ટ થયું હતું કે, આ કાચબો ઓલિવ રીડલી હતો. આ કાચબાને વનવિભાગે અનુસૂચિ-1માં વર્ગીકૃત કર્યો છે અને તેના શિકાર પર પ્રતિબંધ છે. આંતરરાષ્ટ્રીય સંગઠન IUCNએ પણ આ કાચબાને લુપ્ત થતી પ્રજાતિમાં સામેલ કર્યો છે.

guards rescued turtle
કાચબાને મુક્ત કરી તેને પુનઃ દરિયામાં રવાના કરાયો

ઓલિવ રિડલી ટર્ટલ મોટા પ્રમાણમાં માંસ, ઈંડા અને ફિશિંગની જાળીમાં પકડાઈ જવાથી મોતને ભેટી રહ્યાં છે. વિપુલ પ્રમાણમાં તેઓના ઈંડાને હેચરીમાં મૂકી ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ દરિયામાં ચાલ્યા જાય છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના એક આંકડા મુજબ વૈશ્વિક ધોરણે 8 લાખથી વધુ આ પ્રજાતિની માદા પૃથ્વી પર હયાત છે. ગુજરાતમાં સમુદ્રીકાંઠે થઈ રહેલા ઔદ્યોગિકરણ, પ્રવાસનના વિકાસ, કાંઠે રખડતાં શ્વાનો-શિયાળ જેવા પશુ અને શિકારીઓના કારણે ઓલિવ રીડલી ટર્ટલની પ્રજાતિ માટે મોટો ખતરો છે.

guards rescued turtle
કચ્છ સરહદના જવાનો

Intro:કચ્છ સરહદે તૈનાત બીએસએપના જવાનો જાનની બાજી લગાવીને સતત સરહદની શાંતિને કાયમ રાખી રહયા છે ત્યારે કારગીલ વિજયની સૈન્ય શૌર્ય સાથે ઉજવણી થઈ રહી છે. આ વચ્ચે આજે બીએસએફના જવાનોએ સરહદની સાથે વન્યજીવના રક્ષક તરીકે પણ ઉભરી આવ્યા છે. જુઓ કચ્છના દરિયામાં શુ થયું જવાનોએ શું કર્યું અને કઈ રીતે જીવ આપી જાણનારાઓએ એક જીવ બચાવી લીધો. Body:

વિગતો મુજબ કચ્છ સરહદે દરિયામાં BSFની 172મી બટાલિયને આજે સાંઘી જેટીથી થોડેક દૂર મોટા પીર નજીક પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે માછીમારની જાળમાં અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયેલાં એક ઓલિવ રીડલી કાચબો મળી આવ્યો હતો. આ કાચબાની મુક્ત કરી તેને પુનઃ દરિયામાં જવા દેવાયો છે. કરી દીધો હતો.

બટાલિયના કમાન્ડન્ટ સંજય શર્માએ ઈટીવી ભારતને જણાવ્યું કે આજે સવારે તેમની એક ટૂકડી બોટ મારફતે સમુદ્રમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે મોટા પીર બેટ નજીક એક મોટો કાચબો ફિશીંગ નેટમાં ફસાયેલો જોવા મળ્યો હતો. આ કાચબો જાળમાં અત્યંત ખરાબ રીતે ફસાઈ ગયો હતો. જેથી જવાનો તેને જાળ સાથે બોટમાં નાખીને કાંઠે લઈ આવ્યા હતા. કાંઠા પર લવાયા બાદ નેટ કાપીને તેને મુક્ત કરી દેવાયો હતો. બાદમાં ફરી તેને મોટા પીર નજીક લઈ જઈને સમુદ્રમાં તરતો મુકી દેવાયો હતો.
83 સેન્ટીમીટર લાંબો અને 68 સેન્ટીમીટર પહોળો આ કાચબો 29 કિલોગ્રામનો હતો. થોડીક મિનિટો માટે આવેલા આ મહેમાનને જોઈ જવાનો પણ રોમાંચિત થઈ ગયા હતા.

બીએસએફ દ્વારા વનવિભાગના અધિકારી સાથે વાતચીત બાદ એ સ્પષ્ટ થયું કે આ કાચબો ઓલિવ રીડલી હતો. આ કાચબાને વનવિભાગે અનુસૂચિ-1માં વર્ગીકૃત કર્યો છે અને તેના શિકાર પર પ્રતિબંધ છે. આંતરરાષ્ટ્રીય સંગઠન IUCNએ પણ આ કાચબાનો લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરેલો છે. ગુજરાતના દરીયાકાંઠે આ કાચબાઓ ઈંડા મુકવા આવે છે. પોરબંદરના માધવપુર નજીક ખાસ તેની હેચરી પણ બનાવાયેલી છે. દરિયાઈશાસ્ત્રના જાણકારોના મતે કચ્છના દરેક દરિયાકિનારે આ કાચબાની પ્રજાતિની હાજરી નોંધાયેલી છે. ઓલિવ રિડલી ટર્ટલ મોટા પ્રમાણમાં માંસ, ઈંડા અને ફિશિંગની જાળીમાં પકડાઈ જવાથી મોતને ભેટી રહ્યાં છે. વિપુલ પ્રમાણમાં તેઓના ઈંડાને હેચરીમાં મૂકી ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ દરિયામાં ચાલ્યા જાય છે.વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના એક આંકડા મુજબ વૈશ્વિક ધોરણે 8 લાખથી વધુ આ પ્રજાતિની માદા પૃથ્વી પર હયાત છે. ગુજરાતમાં સમુદ્રીકાંઠે થઈ રહેલા ઔદ્યોગિકરણ, પ્રવાસનના વિકાસ, કાંઠે રખડતાં શ્વાનો-શિયાળ જેવા પશુ અને શિકારીઓના કારણે ઓલિવ રીડલી ટર્ટલની પ્રજાતિ માટે મોટો ખતરો છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.