કચ્છ : ભારતની સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી અને વૈવિધ્યસભર અદાણી સમૂહનું એક અંગ, અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ)એ માર્ચ 2023માં કુલ 32 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું પરિવહન કર્યું છે. જે વર્ષથી વર્ષ 9.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જુલાઈ 2022 બાદ પ્રથમ વખત વોલ્યુમે 30-MMTના ઉત્સાહપ્રેરક આંકને વટાવ્યો છે. નાણા વર્ષ-23માં (એપ્રિલ 22-માર્ચ 23) અદાણી પોર્ટ અને સેઝએ 339 MMT સાથે પોતાના પોર્ટ કાર્ગો વોલ્યુમનો વિક્રમ સ્થાપ્યો છે. જે ઉત્તરોત્તર 9 ટકાની નોંધપાત્ર વૃદ્ધિ છે. છેલ્લા વર્ષોથી ભારતના તમામ કાર્ગો વોલ્યુમની વૃદ્ધિને પાછળ છોડી અદાણી પોર્ટ્સ તેનો બજાર હિસ્સો સતત વધારી રહ્યું છે.
રાષ્ટ્રનું સૌથી મોટું બંદર : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના મુખ્ય કારોબારી અધિકારી અને કંપનીના પૂર્ણકાલીન ડાયરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, કાર્ગો વોલ્યુમમાં થયેલો આ સુધારો અમારા ગ્રાહકોના અમારા પરના ભરોસાનો પૂરાવો છે. એટલું જ નહીં પરંતુ ગ્રાહકોના સંતોષને બરકરાર રાખવા અને તેમની સેવાઓને બહેતર બનાવવા માટે સુધારેલા કાર્યક્ષમતામાં નિરંતર સુધારો અને તકનીકી સંકલનનો ઉપયોગ કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. હેન્ડલ થયેલા વોલ્યુમની દ્રષ્ટિએ APSEZનું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ તેના તમામ નજીકના હરીફોને પાછળ છોડી રાષ્ટ્રનું સૌથી મોટું બંદર બની રહ્યું છે. વૈશ્વિક ધોરણોની બરોબરી કરતા મુન્દ્રાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેના વૈશ્વિક સ્પર્ધકોની સમકક્ષ સેવાના ધોરણો પૂરા પાડે છે. પરિણામે મુન્દ્રા પોર્ટ કન્ટેનર માલ માટેનું ભારતનું પ્રવેશદ્વાર બની રહ્યું છે.
3068 ગ્રાહકોને અજોડ સેવા : ભારતમાં APSEZ દ્વારા નિયંત્રિત એકંદર કન્ટેનર વોલ્યુમ વધીને 8.6 MTU (ઉત્તરોત્તર 5 ટકા) થયું છે. જેમાં ફક્ત મુન્દ્રા ખાતે 6.6 MTEUના વોલ્યુમનો સમાવેશ થાય છે. વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા કુલ કાર્ગોના 155 MMT સાથે તે ભારતનું સૌથી મોટું બંદર બની રહ્યું છે. લોજિસ્ટિક્સ બિઝનેસ ક્ષેત્રમાં પણ વિક્રમી વર્ષ રહ્યું હતું. વર્ષ દરમિયાન હેન્ડલ કરાયેલા કન્ટેનરના રેક્સે 5,00,000 TEUs (ઉત્તરોત્તર 24 ટકા) ને પાર કરીને એક નવું સિમાચિહ્ન હાંસલ કર્યું છે, જ્યારે બલ્ક કાર્ગોનું પરિવહન 14 MMT કરતાં વધ્યું હતું, જે ઉત્તરોત્તર 62 ટકાનો ઉછાળો દર્શાવે છે. વધુમાં ગત નાણાકીય વર્ષમાં APSEZએ ડોક કરેલા જહાજો (6,573), રેક્સ સર્વિસ (40,482) તેમજ ટ્રક, ટ્રેઇલર અને ટેન્કર હેન્ડલ (48,89,941)ની ગણતરીએ પણ કેટલાક નવા સીમાચિહ્નો સ્થાપ્યા છે. અદાણી પોર્ટ્સે તેના વિવિધ બિઝનેસ એકમોમાં 3068 ગ્રાહકોને અજોડ સેવા આપી છે.
દેશના 90 ટકા વિસ્તારને આવરે : બંદરો પરના કાર્ગો વોલ્યુમમાં વધારો એ દેશની આર્થિક સમૃદ્ધિ દર્શાવે છે. ભારતમાં લગભગ 95 ટકા વેપારી જથ્થાનું વહન દરિયાઈ માર્ગે થતું હોવાથી ભારતીય સાગરકાંઠા માટે વિશ્વકક્ષાનું વિરાટ બંદર હોવું એ સમયની અનિવાર્ય માંગ છે. વ્યૂહાત્મક રીતે APSEZએ ICDs (અંતર્દેશીય કન્ટેનર ડેપો) અને વેરહાઉસ સાથે સમગ્ર ભારતીય સમુદ્રતટે બંદરોની હારમાળાનું નિર્માણ કર્યું છે. જે સ્વ-માલિકીની રેક સાથે જટિલ રીતે વણાયેલું હોવાથી દેશના લગભગ 90 ટકા અંતરિયાળ વિસ્તારને આવરી લે છે.
સ્થાનિક અર્થતંત્રને ગતિ : અદાણી પોર્ટની ડીપ ડ્રાફ્ટ પોર્ટ જાળવવાની ક્ષમતા કંપનીના ગ્રાહકોને મોટા જહાજના પાર્સલ લાવવા અનુકૂળ હોવાથી તેઓના સરેરાશ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થાય છે. લોજિસ્ટિક્સનો ઓછો ખર્ચ વ્યવસાયોને માલની નિકાસ કરવાની મોકળાશ આપવા સાથે, સ્થાનિક અર્થતંત્રને ગતિ આપે છે. આ તમામ પ્રક્રિયામાં રોજગારીના દરમાં વધારો કરે છે. મુન્દ્રા પોર્ટમાં 17 મીટરના મળતા ડ્રાફ્ટ સાથે અત્યાર સુધીના કોઈપણ ભારતીય પોર્ટ દ્વારા હેન્ડલ કરાયેલા સૌથી ઊંડા MSC વોશિંગ્ટન કન્ટેનર જહાજનું સંચાલન કર્યું અને 366 મીટરની જહાજની લંબાઇ અને 15194 TEUsની વહન ક્ષમતા ધરાવતું સૌથી મોટું જહાજ, MSC ફાત્માનું સંચાલન કરવા સાથે. બંદરે તેના પ્રથમ એલએનજી-ઇંધણ વાળા જહાજ, અફ્રામેક્સ ક્રૂડ ઓઇલ ટેન્કરને તેની SPM સુવિધા પર પણ ડોક કર્યું હતું.
MV SHINYO GUARDIANનું સૌથી મોટું પાર્સલ : ભારતના દરિયાઈ ઈતિહાસમાં સૌથી વધુ ડિપાર્ચર ડ્રાફ્ટ ધરાવતા ભારતના બંદરો પૈકી કેપ-સાઈઝના જહાજોને ઊંડા ડ્રાફ્ટ સાથે ક્રિષ્ના પટ્ટનમ પોર્ટ હેન્ડલ કરી શકે છે. 168100 MT આયર્ન ઓર સાથે બંદરમાંથી 17.85 મીટરના મહત્તમ ડ્રાફ્ટ સાથે સંપૂર્ણ લોડ થયેલ કેપ-સાઇઝનું જહાજ, MV NS Hairun. તેને 163781 MT સાથે જીપ્સમ MV SHINYO GUARDIANનું સૌથી મોટું પાર્સલ પ્રાપ્ત થયું હતું.
APSEZ ટર્મિનલ્સ પર વધુ સેવાઓ : કન્ટેનર લાઇન્સ સાથેની સંલગ્નતા અને પ્રતિબદ્ધતાઓ પૂરી કરવાના સંકલ્પને કારણે APSEZ ટર્મિનલ્સ પર વધુ નવી સેવાઓ મળી છે. જેનાથી વોલ્યુમમાં વધારો થયો છે. જ્યારે હજીરાએ તેના અગાઉના શ્રેષ્ઠ 0.95 MMTની તુલનામાં અત્યાર સુધીનો સૌથી વધુ ખાંડના કાર્ગોનું વોલ્યુમ 1.15 MMT નોંધાવ્યું હતું, જ્યારે ક્રિષ્નાપટ્ટનમે 1.17 MMTનો અત્યાર સુધીનો ઉચ્ચ જીપ્સમ ડિસ્ચાર્જ નોંધ્યો હતો. ગંગાવરમ પોર્ટ એક જ દિવસે એલ્યુમિના બલ્કર્સનો સૌથી વધુ જથ્થો રવાના કર્યો હતો. જ્યારે ધામરા પોર્ટે MV મોજો પર 1,57,000 MT આયર્ન ઓરની નિકાસ કરી હતી અને કટ્ટુપલ્લીએ કન્ટેનરના જથ્થામાં 58 ટકાનો વધારો નોંધાવ્યો હતો.
આ પણ વાંચો : Kutch News : પોતાનો રેકોર્ડ તોડતું અદાણી પોર્ટ, કાર્ગો પરિવહનમાં નવું સીમાચિહ્ન
જહાજો માટે ઝડપી ટર્ન અરાઉન્ડ સમય પોર્ટ : મુન્દ્રામાં જહાજોને તરત જ બર્થ ઉપલબ્ધ થાય તે માટે જહાજો માટે સૌથી ઝડપી ટર્ન અરાઉન્ડ સમય પોર્ટ ધરાવે છે. ગ્રાહકલક્ષી અભિગમ સાથે ઓપરેશનલ કાર્યક્ષમતામાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેણે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરીને નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે. તેણે ગત નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની સૌથી વધુ RO-RO વોલ્યુમની 2.09 લાખ કારનું સંચાલન કર્યું છે, જે અગાઉના 1.87 લાખના ઉચ્ચ સ્તરની સરખામણીએ વધ્યું હતું. આ વધારો પોર્ટના લાંબા સમયથી ગ્રાહક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા દર્શાવવામાં આવેલા વિશ્વાસનું પરિણામ છે.
બાંગ્લાદેશમાં નિકાસ માટે પ્રથમ ચોખાનું જહાજ : APSEZ તેના તમામ બંદરો પર કાર્ગો વૈવિધ્યકરણ પર સતત કામ કરી રહ્યું છે. આ વર્ષે ક્રિષ્ના પટ્ટનમ બંદરે સફળતાપૂર્વક સોયાબીન, ખાદ્ય તેલ અને ખાંડને તેના કાર્ગો પોર્ટફોલિયોમાં ઉમેર્યું છે, જ્યારે દિઘી પોર્ટ ખાંડનું સંચાલન કરે છે, પ્રથમ વખત અને ધામરાએ બાંગ્લાદેશમાં નિકાસ માટે તેનું પ્રથમ ચોખાનું જહાજ હેન્ડલ કર્યું છે.
આ પણ વાંચો : અદાણી પોર્ટે 99 દિવસમાં કાર્ગો હેન્ડલ કરી કીર્તિમાન સ્થાપ્યો, શું છે તેની આગામી વ્હ્યુરચના?
ડોલર 5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના માર્ગે : APSEZ ની ઉપલબ્ધિ વૈશ્વિક બજાર અને ભૌગોલિક રાજકીય અસ્થિરતાને કારણે ઝડપી ગતિશીલ ફેરફારોને સ્વીકારવાની અને ટકાઉ વૃદ્ધિ તરફ તેની સફર ચાલુ રાખવાની ક્ષમતાને રેખાંકિત કરે છે. સુધારેલ બંદર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ લોજિસ્ટિક્સની બહેતર કામગીરી, ઉચ્ચ દરિયાઈ વેપાર અને આર્થિક વૃદ્ધિ, ભારતને ડોલર 5 ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના માર્ગે લઇ જવાની ચાવી છે.