ETV Bharat / state

કચ્છ અબડાસા પેટાચૂંટણીઃ તંત્ર બન્યુ સજજ, જાણો કઈ રીતે ચુંટણીનો જંગ પાર પાડશે તંત્ર - election

અબડાસાની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન 431 મતદાન મથકો પર યોજાશે, તેમજ 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે. વર્ષ 2012થી વર્ષ 2020 સુધીના આ આઠ વર્ષના ગાળામાં સતત ચોથી વખત ગુજરાતની આ પ્રથમ નબંરની અને સૌથી મૌટી અબડાસા સીટના મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પેટા ચૂંટણી જાહેર થઈ જતા સમગ્ર મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતાની લાગુ થઇ ગઈ છે.  બીજી તરફ રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે, તંત્ર પણ કામગીરીમાં પરોવાયુ છે.

kutch
અબડાસા
author img

By

Published : Oct 8, 2020, 7:25 AM IST

કચ્છ : અબડાસાની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન 431 મતદાન મથકો પર યોજાશે, તેમજ 10 નવેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવશે. વર્ષ 2012થી વર્ષ 2020 સુધીના આ આઠ વર્ષના ગાળામાં આ સતત ચોથી વખત ગુજરાતની આ પ્રથમ નબંરની અને સૌથી મૌટી અબડાસા સીટના મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પેટા ચૂંટણી જાહેર થઈ જતા સમગ્ર મત વિસ્તારમાં આદર્શ આચારસંહિતાની લાગુ થઇ ગઈ છે. બીજી તરફ રાજકીય પક્ષો સજ્જ થઈ ગયા છે, તંત્ર પણ કામગીરીમાં પરોવાયુ છે. કોરોના મહામારી વચ્ચે તંત્રના આયોજન અંગે ઈટીવી ભારતે ચૂંટણી તંત્ર પાસેથી આયોજન અંગેનો અહેવાલ જાણ્યો હતો.

કચ્છ અબડાસા પેટાચૂંટણી - તંત્ર બન્યુ સજજ જાણો કઈ રીતે ચુંટણીનો જંગ પાર પાડશે તંત્ર
જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને તંત્ર સજ્જ છે, તમામ તૈયારીઓ કરી લેવાઈ છે. અબડાસામાં અગાઉ 376 મતદાન મથકો હતા. પરંતુ હાલ કોરોના મહામારીના પગલે સામાજિક અંતર બાબતની ચોકકસ ગાઈડલાઈનને ધ્યાને રાખીને વધારાના 55 હંગામી મથક મળીને કુલ 431 મતદાન કેન્દ્રો નિયત કરાયા છે. એક મતદાન મથક ઉપર એક હજાર મતદારો મતદાન કરશે. વધુમાં 140 ટકા ઇ.વી.એમ. મશીન અને 150 ટકા વીવીપેટની વ્યવસ્થા કરાશે, વીવીપેટ નિયત કરતા વધુ સંખ્યામાં રખાશે. સ્ટાફ, ઇ.વી.એમ., ટ્રાન્સપોર્ટ, ચૂંટણી ખર્ચ, કાયદો અને વ્યવસ્થાની દેખરેખ માટે 20 નોડેલ ઓફિસરની નિમણૂક કરાઇ છે. વધુમાં રાજકીય પક્ષોની હાજરીમાં તાલુકા દીઠ 20-20 ઇ.વી.એમ. મશીનો ફાળવી દેવાયા છે, જેથી માસ્ટર ટ્રેઇનર દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર વગેરેને તાલીમ આપશે. 1100 બેલેટ યુનિટ, 1090 કન્ટ્રોલ યુનિટ અને 1049 વીવીપેટ તૈયાર કરાયા છે. બાકીના ઇ.વી.એમ. ચૂંટણીપંચની સુચના મુજબ ફાળવાશે. 431 મતદાન મથકો માટે 46 ઝોન રૂટ અને તે તમામ રૂટ માટે તેટલા જ ઝોનલ અધિકારીઓની નિમણૂક કરાઇ છે.80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનો, દિવ્યાંગ તરીકે નોંધાયેલા મતદારો અને કોરોના મહામારીના પગલે કવોરેન્ટાઇન લોકો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. જોકે, આવા લોકોએ જાહેરનામું બહાર પાડ્યા બાદ 5 દિવસમાં એટલે કે, 9 નવેમ્બરના રોજ જાહેરનામું બહાર પડશે, જેથી 10 નવેમ્બર સુધીમાં નમૂના 12-ડી ફોર્મ ભરી ચૂંટણી અધિકારીને આપવાનું રહેશે. કોવિડ-19ના પગલે પોસ્ટલ બેલેટથી મતદાન કરનારા મતદારોની સંખ્યા વધશે, જેથી ફરજ પરના કર્મચારીઓની સંખ્યા પણ વધારવી પડશે. 2, 34,512 મતદારોમાં 121590 પુરુષો, 112922 સ્ત્રીઓ, 117 સેવા મતદારો, 1320 દિવ્યાંગો અને 80 વર્ષથી ઉપરના 4724 મતદારો છે. જોકે, ત્યારબાદ પણ ઓનલાઇન મતદાર નોંધણી પ્રક્રિયા ચાલુ હોવાથી આ સંખ્યામાં વધારો થઇ શકે છે. ચૂંટણીને લઇને છ ફ્લાઇંગ સ્કવોડ સહિત 14 વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે. વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને એક એકાઉન્ટીંગ ટીમ, છ ફ્લાઇંગ સ્કવોડ, 3 સ્ટીટીક સર્વેલન્સ ટીમ, એક એ.ઇ.ઓ., એક વીડિયો વ્યૂવીંગ ટીમ અને ત્રણ વીડિયો સર્વેલન્સ ટીમ બનાવવામાં આવી છે. અબડાસા મત વિસ્તારના ત્રણેય તાલુકામાં બે-બે ફ્લાઇંગ સ્કવોડ ટીમ મુકવામાં આવી છે. સ્ટીટીક સર્વેલન્સ ટીમ જાહેરનામું બહાર પડેથી કાર્યરત થઇ જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.