કચ્છઃ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજ્ય પ્રધાન વાસણભાઈ આહિરે આ બેઠકમાં સંકળાયેલા જિલ્લા અધિકારી અને કોવિડ 19ની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરાવવા સૂચન કર્યું હતું. કોરોના સંક્રમણ બાબતે લોકોમાં જાગૃતિ ફેલાય તેમજ સાવચેતીના પગલાં લેવાય તે જોવા અને અમલીકરણ કરવા તેમને આગ્રહ કર્યો હતો.
PPE કીટ, દવાઓ અને અન્ય પ્રાથમિક સુવિધાઓ અંગે સૂંચનો અને વિસ્તૃત વિગતો માગી કચ્છ જિલ્લામાં કોરોના સંક્રમણ કેમ અટકે તે બાબતે ચર્ચા કરી હતી. આ ઉપરાંત કાયદા અને આરોગ્યના સંયુક્ત સંકલનથી પરપ્રાંતિઓ તેમજ ઉદ્યોગો માટે કોરોના સંદર્ભ પગલા લેવા સૂચન કર્યું હતું.
કચ્છ જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે દ્વારા જિલ્લામાં કોરોના બાબતે સુચનો તેમજ પ્રશ્નો બાબતે માહિતગાર કરી વધારે સુચારૂં અમલીકરણના ઉપાયો સૂંચવવામાં આવ્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મિશન ડાયરેક્ટર ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીના ડૉ. પ્રેમકુમાર કન્રરે જિલ્લાનો કોવિડ 19ની વિગતવાર માહિતી આરતા જણાવ્યું હતું કે, ગુરૂવાર સુધીમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 288 છે. જેમાં 208 પુરૂષ અને 80 મહિલાઓનો સમાવેશ થાય છે. જેમાંથી 184 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 11 લોકોના મૃત્યુ થયા છે. જિલ્લામાં 3.78 ટકા કોરોના પોઝિટિવ છે. જ્યારે રિકવરી 64 ટકા છે. કોરોના સામે લડવા 28 ધન્વંતરી આરોગ્ય રથ કન્ટેન્મેન્ટ ઝોનમાં કાર્યરત છે. જેનો લાભ 102 ગામોને થઈ રહ્યો છે.
કચ્છ કોરોના અપડેટ
- કુલ પોઝિટિવ કેસ - 288
- કુલ ડિસ્ચાર્જ - 184
- કુલ મૃત્યુ - 11
જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ, પશ્ચિમ કચ્છ SP સૌરભ તોલંબિયા, પુર્વ કચ્છ SP પરીક્ષિતા રાઠોડ, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ, કોવિડ 19 હોસ્પિટલોમાંથી હરિઓમ હોસ્પિટલના ડૉ. પાયલ કલ્યાણી, મુન્દ્રા એરલાઇન્સના ડૉક્ટર પૂજા ગોસ્વામી અને જનરલ હોસ્પિટલના ડૉ. વિશ્વા મોહને જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી.
આ બેઠકમાં સર્વ અધિક નિવાસી કલેકટર કુલદીપ સિંહ ઝાલા, નિવાસી મુખ્ય હેલ્થ ઓફિસર ડૉ. શ્રીમાળી, ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિ, ગ્રામ વિકાસ એજન્સીના જોશી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમાર તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા પંચાયતના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.