ETV Bharat / state

કુનરીયા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પસાર કર્યો ઠરાવ - Ban on single use plastics

સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે કચ્છ જિલ્લાની કુનરિયા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્લાસ્ટિક (single use plastics) પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો છે અને બીટ પ્લાસ્ટિક પોલ્યુશન અંગે યુવાનોની ભાગીદારીથી જનજાગૃતિના કાર્યક્રમો આ ગામમાં ચલાવવામાં આવશે. ગામના આ ઠરાવની નોંધ Ministry of Panchayati Raj દ્વારા પણ લેવામાં આવી છે.

Latest news of Kutch
Latest news of Kutch
author img

By

Published : Oct 28, 2021, 10:10 AM IST

  • કુનરીયા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કર્યો
  • જુદાં જુદાં માધ્યમો મારફતે લોકોને જાગૃત કરવામાં આવશે
  • કુનરીયા ગ્રામ પંચાયતના આ પહેલની નોંધ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પણ લેવાઈ

કચ્છ: કુનરીયા ગ્રામ પંચાયતે the plastic waste management amendment rules 2021 મુજબ નક્કી કર્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક (single use plastics) પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ નિર્ણયને ગામ લોકોએ સ્વીકારી લીધો છે. ખાસ કરીને ગામના દુકાનદારો સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ નહીં કરે. ઉપરાંત ગામમાં આવતા ફેરિયાઓને પણ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ન કરવા માટે સૂચન આપવામાં આવ્યા છે.

કુનરીયા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પસાર કર્યો ઠરાવ

આ પણ વાંચો: સાયકલ ચલાવી 'સિંગલ યુઝ પ્લાસ્ટિક'ના સંદેશા સાથે ભારત ભ્રમણ કરનારો યુવાન ગાંધી જન્મ ભૂમિ પહોંચ્યો

રેલી, સાફ સફાઈ, શેરી નાટકોના માધ્યમથી લોકોમાં જાગૃતિ લવાશે

સિંગલ યુઝ પ્લાસ્ટીક છે તે માનવજીવન તેમજ પશુ પક્ષીઓ માટે પણ ખૂબ જ હાનિકારક છે ઉપરાંત પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. અને તેને નિયંત્રણમાં લાવવા મટે કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા જુદાં જુદાં માધ્યમો મારફતે લોકોને જાગૃત પણ કરવામાં આવશે.ખાસ કરીને જનજાગૃતિના કાર્યક્રમોમાં બાળકો દ્વારા રેલી કાઢવામાં આવશે, યુવાનો દ્વારા સાફ સફાઈ કરવામાં આવશે તથા ગામના તમામ લોકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવાની આદત કેળવાય તેવું કાર્ય કરવામાં આવશે ઉપરાંત શેરી નાટકો મારફતે પણ લોકોને જાગૃત કરવામાં આવશે તેમજ વેપારીઓને પણ પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવા માટે સમજાવવામાં પણ આવશે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે ભારતને સિંગલ-યુઝ પ્લાસ્ટિક-ફ્રી બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભર્યું

પંચાયતી રાજ મંત્રાલય દ્વારા પણ આ બાબતની નોંધ લેવાઈ

ઉલ્લેખનીય છે કે કુનરીયા ગ્રામ પંચાયતના આ પહેલની નોંધ Ministry of Panchayati Raj દ્વારા પણ લેવામાં આવી છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પણ આ બાબતની નોંધ લીધી છે અને ગ્રામ પંચાયત તથા ગામના લોકોને પ્રોત્સાહિત કર્યા છે.

ઘરે ઘરે જઈને જાગૃતતા લાવવામાં આવી રહી છે: સભ્ય બાલિકા પંચાયત

કુનરીયા બાલિકા પંચાયતના સભ્ય ડાંગર શિલ્પાએ કહ્યું કે, અમારી ગ્રામ પંચાયત દ્વારા જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધનો ઠરાવ પસાર કરાયો છે. તેનું અમલીકરણ કરીશું. ગામમાં રહેતી બહેનો અને બાળકોને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ગામના દુકાનદારોને પણ સમજાવવામાં આવ્યા છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક કોઈને આપવું નહીં તથા જે કોઈ માંગણી કરે તેને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક આપવામાં ન આવે. બાલિકા પંચાયતના સભ્યો દ્વારા પણ ઘરે ઘરે જઈને જાગૃતતા લાવવામાં આવી રહી છે.

પહેલાંની જેમ કાગળ અને કાપડની થેલીનો ઉપયોગ કરશું: વેપારી

સુથાર પ્રેમજી નામના વેપારીએ જણાવ્યું હતું કે, ખરેખર ગ્રામ પંચાયતનો આ નિર્ણય સારો છે ઘણા વર્ષોથી આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે કર્યો કરવામાં આવે છે પરંતુ હવે ગ્રામ પંચાયતે ઠરાવ પસાર કર્યો છે માટે હવે દુકાનદારો દ્વારા પણ આ નિર્ણયમાં સહકાર આપવા આવશે અને પહેલાં પણ દુકાનદારો કાગળ અને કાપડની થેલીમાં વસ્તુઓ આપતા હતા ત્યારે ફરીથી એજ ચાલુ કરીશું.

અમારા માટે આનંદની વાત છે કે પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આની નોંધ લેવાઈ છે: સરપંચ

કુનરીયાના સરપંચે જણાવ્યું હતું કે, કુનરીયા ગ્રામ પંચાયતે the plastic waste management amendment rules 2021 મુજબ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે અને તેમાં ગામના લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. આનંદની વાત એ છે કે, પંચાયતી રાજ મંત્રાલય અને ગુજરાત રાજ્યના પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજાએ પણ આ બાબતની નોંધ લીધી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.