ETV Bharat / state

વિશ્વ પર્યાવરણ દિન: લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું

પાંચમી જૂનના વિશ્વ પર્યાવરણ દિનની સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે. ભારતીય સંસ્કૃતિ પણ પર્યાવરણ સાથે જોડાયેલી છે. કચ્છમાં ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદનું પ્રમાણ ઘટતું રહ્યું છે. ત્યારે ભુજ તાલુકાના કુનરીયા ગામના લોકો દ્વારા છેલ્લા 4 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદને ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું

author img

By

Published : Jun 5, 2021, 1:27 PM IST

  • લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા હવે પર્યાવરણના લીધે જાણીતું થયું
  • ગામમાં છેલ્લાં 4 વર્ષથી 70,000 વૃક્ષોનું વાવેતર, 82 ટકા વૃક્ષો જીવિત
  • વૃક્ષોના લીધે ગામમાં વરસાદનું આગમન થયું અને 9 જેટલા પાણીના સ્ત્રોતો પુનઃ જીવિત થયા

કચ્છઃ કુનરીયા જૂથ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા 4 વર્ષથી અત્યાર સુધીમાં 70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાંથી 82 ટકા વૃક્ષો હજુ સુધી જીવિત છે. આ ઉપરાંત 4,000 જેટલા રોપાઓનું નાગરિકોમાં વિતરણ કરવામાં આવ્યું છે અને આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે 1000 વૃક્ષો વાવીને પંચવટી વન ઉભુ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જામનગરમાં ગ્રીનવોક અને સાઈકલ રેલીનું આયોજન

1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું

કુનરીયા ગ્રામ પંચાયત દ્વારા આજે ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન અંતર્ગત 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તથા છેલ્લાં 4 વર્ષમાં વૃક્ષોના કારણે પર્યાવરણમાં થયેલા ફેરફાર અંગે સરપંચ દ્વારા માહિતી તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

લગાન ફિલ્મથી જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું

કુનરિયા પર્યાવરણના લીધે જાણીતું થયું

આમ તો આ ગામ આમિર ખાનની લગાન ફિલ્મના શૂટિંગ બાદ સમગ્ર વિશ્વમાં જાણીતું થયું હતું, પરંતુ હવે આ ગામ પર્યાવરણના લીધે જાણીતું થયું છે.

લગાન ફિલ્મના કારણે જાણીતું થયેલું કુનરીયા ગામ હવે પર્યાવરણના લીધે થયું જાણીતું

પંચવટી વનના લોકાર્પણમાં વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા

આ પંચવટી વનના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્ય વન સંરક્ષક, નાયબ વન સંરક્ષક, સહાયક વન સંરક્ષક, ગામના સરપંચ તથા ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વૃક્ષોના લીધે જ વરસાદનું આગમન થયું

કુનરીયા ગામમાં 70,000 જેટલા વૃક્ષો વાવવાથી ગામમાં વૃક્ષોના કારણે વરસાદનું આગમન થયું હતું. જ્યારે આજુબાજુના ગામમાં વરસાદ પડ્યો ન હતો. આ ઉપરાંત વૃક્ષોના લીધે વરસાદ આવવાથી ગામમાં 9 જેટલા પાણીના સ્ત્રોતો પુનઃ જીવિત થયા હતા. અહીં વૃક્ષોની સંખ્યા વધી જવાથી વિવિધ જાતના પશુ- પક્ષીઓ પણ આ વનમાં આવતા થયા છે.

આગામી સમયમાં વન્યજીવ સંરક્ષણ તથા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા પગલાં લેવાશે

આ ઉપરાંત આગામી સમયમાં વધુને વધુ વૃક્ષારોપણ કરવામાં આવશે. ગામના તળાવોનું બ્યુટીફીકેશન કરવામાં આવશે તથા bird watching tower ઉભુ કરવામાં આવશે. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ અંગેના કાર્યક્રમો પણ કરવામાં આવશે. ઉપરાંત વન્યજીવ સંરક્ષણ તથા પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત કરવા પગલાં લેવાશે.

જાણો શું કહ્યું મુખ્ય વન સંરક્ષકે?

કુનરીયા ગામ પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ એક્ટિવ છે અને અહીં સરપંચ દ્વારા પણ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ કોરોનાની મહામારીમાં લોકોને પર્યાવરણ તથા વૃક્ષારોપણનું મહત્વ સમજાઇ રહ્યું છે અને તે આવનારી પેઢી માટે ખૂબ લાભકારી રહેશે.

આ પણ વાંચોઃ અરવલ્લી જિલ્લાને હરિયાળો બનાવવા 12 લાખથી વધુ રોપાઓનો ઉછેર કરાયો

જાણો શું કહ્યું સરપંચે?

કુનરીયા ગામમાં છેલ્લા 4 વર્ષથી 70,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેના કારણે ગામમાં પર્યાવરણીય ફેરફારો થયા છે અને વૃક્ષોના લીધે જ ગામમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ઉપરાંત વિવિધ પ્રજાતિના પશુ-પક્ષીઓ પણ અહીં જોવા મળી રહ્યા છે અને આગામી સમયમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે અને પ્લાસ્ટિક પ્રદૂષણ દૂર કરવા માટેના પગલા પણ લેવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.