- જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની ખોટી રીતે સંડોવણી
- રિટાયર્ડ પોલીસ અધિકારી અને વર્તમાન અધિકારી દ્વારા ફસાવવામાં આવ્યા
- સમગ્ર પ્રકરણને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે
કચ્છઃ મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાની આ પ્રકરણમાં ખોટી રીતે સંડોવણી દર્શાવીને ફસાવવામાં આવી રહ્યો છે. જેમાં એક રિટાયર્ડ પોલીસ અધિકારી અને વર્તમાન અધિકારીઓ દ્વારા રૂબરૂ તથા ટેલિફોનિક સંપર્કમાં રહી એક જૂથ થઈ કસ્ટોડિયલ ડેથ પ્રકરણને ગેરમાર્ગે દોરી જવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ વડોદરાના શેખ બાબુ કસ્ટોડિયલ ડેથ કેસમાં નવો વળાંકઃ CID ક્રાઇમને કેનાલમાંથી કંકાલના અવશેષો મળ્યા
ખંડણી રૂપે રૂપિયાની લેતીદેતીની વાત પાયાવિહોણી
ક્ષત્રિય યુવા સંગઠનના અગ્રણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસે જયવીરસિંહ પાસેથી ખંડણી રૂપે રૂપિયાની લેતીદેતી કરી હોવાનો આરોપ વાહિયાત અને પાયાવિહોણો છે. તેમજ ખંડણીની વાત ખોટી અને અંગત રીતે ઉપજાવી કાઢેલી છે.
પોલીસ સ્ટેશનમાં અન્ય કામ કે વ્યક્તિ સાથેની અવરજવર કરવા પર કોઈ ગુનો બનતો નથી
જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી છે તથા અન્ય સંસ્થાઓમાં પણ ટ્રસ્ટીના હોદ્દા પર રહેલા છે. ગામમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કામ હોય અથવા પોલીસ દ્વારા બોલવામાં આવે તો તેઓ તે વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશનમાં જતા આવતા હતા. આ પ્રકરણમાં જયવીરસિંહ ઉપર એવા આરોપો પણ મૂકવામાં આવેલા છે કે તેમને મુન્દ્રા પોલીસ સ્ટેશનની અંદર આવવા જવાના CCTV ફૂટેજ પણ છે. પરંતુ કોઈ વ્યક્તિ સાથે અન્ય કામ માટે પોલીસ સ્ટેશને આવવા-જવા પર કોઈ ગુનો બનતો નથી કે પોલીસ સ્ટેશનમાં કામથી અવરજવર કરવાથી ગુનો આચરવામાં આવ્યો હોય તેવું માની શકાય નહીં.
આ પણ વાંચોઃ ચારણ સમાજના બે યુવાનોની કસ્ટોડિયલ ડેથ બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
સોશિયલ મીડિયાની આડમાં બન્ને સમાજો વચ્ચે ઝેરના બીજ વાવવામાં આવ્યા
આ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આ સમયગાળા દરમિયાન આગેવાનો અને ગામના અન્ય વ્યક્તિઓ દ્વારા સોશિયલ મીડિયાનો ખોટો ઉપયોગ કરી ગઢવી સમાજ અને ક્ષત્રિય સમાજ વચ્ચે ઝહેરના બીજ વાવી મુન્દ્રા તાલુકા નહીં પરંતુ સમગ્ર ભારતમાં તણાવ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો.પરંતુ એક સમાજ દ્વારા ધૈર્ય અને સમજણથી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની 2021ની ચૂંટણીમાં કોઇ માહોલ ના બગડે અથવા વિવાદો ના સર્જાય તે માટે એક સમાજે બુદ્ધિ અને શાંતિથી કામ સાચવી લીધું હતું.
ધરણાં અને આમરણાંત ઉપવાસની ચીમકી
આ પ્રકરણની તપાસ CID જેવી સંસ્થાને સોંપવામાં આવે કે જેથી સત્ય બહાર લાવી શકાય અને આ પ્રકરણમાં દોષિત હોય તેને સજા અપાવી શકાય. નિર્દોષને ન્યાય અપાવી શકાય તેવી માંગણી કરવામાં આવી હતી. જો યોગ્ય ન્યાય નહીં મળે તો એક સમાજ અને જયવીરસિંહના કુટુંબીજનો સાથે મળી ધરણાં અને આમરણાંત ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.