ETV Bharat / state

આ યુવાન કે જે પોતાના કર્ણપ્રિય અવાજથી લોકોને લગાડે છે કૃષ્ણ ભક્તિનો રંગ - Young singer from Kutch

કચ્છના એક યુવાનની કે જેના કર્ણપ્રિય અવાજે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે (Young singer from Kutch)ખ્યાતિ અપાવી છે. મુખ્યત્વે કૃષ્ણ ભક્તિના અનેક પ્રાચીન-અર્વાચીન દેશી ગીતોને સંગીતમાં અલગ અલગ અંદાજમાં રજૂ કરે છે. તેમણે પોતાના કર્ણપ્રિય અવાજથી દેશ-વિદેશના લોકોને કૃષ્ણ ભક્તિમાં (Nandlal Chhanga )મશગુલ કરે છે. જાણીએ આ અહેવાલમાં

કચ્છના કૃષ્ણ: કચ્છના આ યુવાન પોતાના કર્ણપ્રિય અવાજથી લોકોને કૃષ્ણભક્તિનો લગાડે છે રંગ

author img

By

Published : Jul 16, 2022, 7:55 PM IST

કચ્છઃ આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં ટેલેન્ટેડ લોકોને એક ઓપન મંચ પૂરું (Young singer from Kutch)પાડે છે. તમારી પાસે કુનેહ હોય, આવડત હોય તો ચોક્કસથી તમે સફળતા હાંસિલ કરી શકો છો. ઈન્ટરનેટના સમયમાં વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી આજના યુવાનો પોતાનો હુન્નર બતાવીને ના માત્ર જિલ્લા પરંતુ દેશ વિદેશમાં પણ પોતાનું નામ કમાવી રહ્યા છે.

કચ્છના કૃષ્ણ

કર્ણપ્રિય અવાજે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી - આજે આપણે વાત કરીશું કચ્છના એક યુવાનની કે જેના કર્ણપ્રિય અવાજે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. કચ્છના રતનાલના યુવાન નંદલાલ છંગા કે જેને ના માત્ર કચ્છ ,ગુજરાત પરંતુ દેશ વિદેશમાં પણ પોતાના કર્ણપ્રિય અવાજની આદત લોકોને લગાવી છે. બાળપણથી જ નંદલાલને ભક્તિમય ગીતો ગાવાનો શોખ રહેલો છે. નંદલાલ બાળપણથી સ્કૂલ કક્ષાએ વિવિધ ગાયન સ્પર્ધામાં ભાગ લેતા અને પ્રથમ નંબરે આવતા. માધ્યમિક શિક્ષણમાં ભૂજોડી ગુરુકુળ હોય કે રામપર વેકરા ગુરુકુળમાં નંદલાલ સવારની પ્રાર્થનામાં ધુન ગાવા માટે પણ ઉત્સાહપૂર્વક વહેલા ઉઠી જતા.

કચ્છના નંદલાલ કૃષ્ણભક્તિમાં લીન થઈ લોકોને પણ કરે છે મગ્ન - સંગીત પ્રત્યેની પોતાની ચાહના અંગે વાતચીત કરતા નંદલાલે જણાવ્યું હતું કે સંગીત પ્રત્યેનો પ્રેમ તેને વારસામાં મળ્યું હોય તેમ ઘરમાં ચુસ્ત ભાવવાહી કૃષ્ણભક્તિમાં ઉછેરના પગલે બાળપણથી જ સંગીતના બીજ રોપાયા છે. એમબીએના અભ્યાસ દરમિયાન કચ્છ યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં પણ ગાયન સ્પર્ધામાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.

યુવાનો તેમના અવાજના ચાહક - નંદલાલ છંગા મુખ્યત્વે કૃષ્ણ ભક્તિના અનેક પ્રાચીન-અર્વાચીન દેશી ગીતોને ફોક સંગીતમાં અલગ અલગ અંદાજમાં રજૂ કરે છે અને પોતાના કર્ણપ્રિય અવાજથી દેશ-વિદેશના લોકોને કૃષ્ણ ભક્તિમાં મશગુલ કરે છે. આજે YouTube પર નંદલાલ છાંગા ચેનલ પર 2,20,000થી પણ વધારે સબસ્ક્રાઈબર છે અને Instagram વેરિફાઇડ એકાઉન્ટ પર 49,000થી પણ વધારે ફોલોઅર્સ છે અને યુવાનો તેમના અવાજના ચાહક છે.

નાના-મોટા કુલ 115 દેશોમાં એમના ગીતો સાંભળનારા લોકો - નંદલાલ વર્ષ 2013માં ઇન્ડિયન આઇડલ ઓડિશનમાં સિલેક્ટ થયા હતા અને તાજેતરમાં YouTube દ્વારા નંદલાલને સિલ્વર પ્લે બટન પણ મળ્યું છે. થોડા દિવસો અગાઉ અમદાવાદમાં ટોપ મ્યુઝિક એવોર્ડ બેસ્ટ ડિવોશનલ ગીત "મધુરાષ્ટકમ" ગીતને એવોર્ડ પણ મળેલો છે.તેમના આલ્બમ ગીતો સાત સમુદ્ર પાર આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામેલા છે. નાના-મોટા કુલ 115 દેશોમાં એમના ગીતો સાંભળનારા લોકો છે. તેમને મુંબઈ, ઈન્દોર, લોનાવલા, ભીલવાડા અને બીજા કેટલાય શહેરોમાં લાઈવ પરફોર્મન્સ અને શો કરેલા છે અને ભુજ ખાતે નવરાત્રીમાં પ્રોફેશનલ સિંગર તરીકે પણ પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે.

આ પણ વાંચોઃ અમેરિકાના પોપ કલ્ચરમાં ચમકશે સુરતના લેબગ્રોન ડાયમંડ

સોશિયલ મીડિયા પર શરદ રાગ આલ્બમ - વર્ષ 2018 માં મિત્રો અને નંદલાલ જેમને પોતાના પ્રેરણાસ્ત્રોત અને આદર્શ માને છે તેવા અંજાર સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજના આશીર્વાદથી સોશિયલ મીડિયા પર શરદ રાગ આલ્બમના 'કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેસુ રે' અને 'અમે મૈયારા રે ગોકુળ ગામના' આ બંને ગીતને YouTube ઉપર અપલોડ કર્યો હતો અને ટૂંક જ સમયમાં YouTube પર આ બંને ગીતોને ખૂબ જ સારો આવકાર મળ્યો હતો અને YouTube પર શરદ રાગ આલ્બમને 16 લાખથી પણ વધારે વ્યુઝ મળ્યા છે.

નંદલાલના ચાહકોએ અનેરો પ્રેમ આપ્યો - મુખ્યત્વે કૃષ્ણ ભક્તિ ના ગીતો ગાનારા નંદલાલા ના YouTube ચેનલ પર કૃષ્ણ ભગવાનના ગીતો જેવા કે બાંકે બિહારી, શ્યામ દેખા, મટકી ફોડ, વ્રજરાજ જેવા ગીતોને 10 લાખથી કરીને 2.5 કરોડ જેટલા વ્યુઝ મળી ચૂક્યા છે. આ ઉપરાંત રાધાજી પ્રત્યેની લાગણી દર્શાવતા રાધારાણી ગીતને નંદલાલના ચાહકોએ અનેરો પ્રેમ આપ્યો છે.

આ પણ વાંચોઃ કચ્છીઓના હૃદયમાં કેમ વસે છે આ પકવાન, શું છે આ સ્વાદપ્રિય પકવાન

પોતાની સફળતાનો શ્રેય - નંદલાલ છાંગા પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતા, ભાઈઓ અને અંજાર ખાતે આવેલ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ અને તેમની સંગીતની ટીમને આપે છે. ઉલ્લેખનીય છે કે નંદલાલ છાંગા ભવિષ્યમાં દેશના યંગસ્ટર્સને આકર્ષિત કરવા એક પ્રોડક્શન હાઉસનું નિર્માણ કરવા ઈચ્છે છે જેમાં આધ્યાત્મિક ગીત લોન્ચ કરવા તથા એન આલ્બમ નામની મેરચન્ડાઇઝ બ્રાન્ડ બજારમાં મૂકવા ઇચ્છે છે. આમ, આજના આ આધુનિક યુગમાં પણ ના માત્ર બાળકો કે યુવાનો પરંતુ દેશ વિદેશના તમામ ઉંમરની લોકોને નંદલાલ આધ્યાત્મિક ગીતોનો ઘેલું લગાવ્યું છે અને લોક ચાહના મેળવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.