ETV Bharat / state

આજે છે વિશ્વ મેલેરિયા દિવસ, કોરોના ડર વચ્ચે જાણો એક બિમારી વિશે....

દેશ અને દુનિયા કોરોનાની મહામારીમાં અટવાયેલો છે ત્યારે આવતીકાલે 25મી  એપ્રિલને વિશ્વ મલેરિયા દિવસ તરીકે ઉજાવવામાં આવશે.  કોરોના વાઇરસની કોઈ દવા નથી તેમ આ મેલેરિયાની બિમારી 50 હજાર વર્ષથી પણ ખતરનાક છે. વાંચો વિશેષ વિગતો સાથેનો આ અહેવાલ

author img

By

Published : Apr 25, 2020, 9:30 AM IST

Updated : Apr 26, 2020, 6:44 PM IST

મેલેરિયા
મેલેરિયા

ન્યૂઝ ડેસ્ક: વૈશ્વિક રીતે આ વર્ષે “ઝીરો મેલેરિયા સ્ટાર્ટસ વિથ મિ”. વિષયને કેન્દ્ર્માં રાખીને મેલેરિયા દિવસની ઉજવણી કરાશે. મલેરિયાની બિમારી માણસોને 50 હજાર વર્ષોથી પ્રભાવિત કરતો રહ્યો છે. કદાચ આ સદૈવથી મનુષ્ય જાતિ પર પરજીવી રહ્યો છે. મેલેરિયા શબ્દની ઉત્પત્તિ મધ્યકાલીન ઇટાલિયન ભાષાના શબ્દો માલા એરિયાથી થયો છે જેનો અર્થ છે ખરાબ હવા અને કદાવી તાવ.

મેલેરિયાને અકાટ્ય રૂપે પ્રમાણિત કરવાનું કાર્ય બ્રિટેનના સર રોનાલ્ડ રૉસએ સિકંદરાબાદમાં કામ કરતા 1898માં કર્યું. મલેરિયા એક વાહક-જનિત સંક્રામક રોગ છે જે પ્રોટોઝોઆ પરજીવી દ્વારા ફેલાય છે. આ મુખ્ય રૂપે અમેરિકા, એશિયા અને આફ્રીકા મહાદ્વીપોના ઉષ્ણ કટિબંધ તથા ઉપોષ્ણ કટિબંધી ક્ષેત્રોમાં ફેલાયેલો છે. પ્રત્યેક વર્ષ આ 51.5 કરોડ લોકોને પ્રભાવિત કરે છે તથા 10 થી 30 લાખ લોકોનાં મૃત્યુનું કારણ બને છે જેમાંથી મોટાભાગે ઉપ-સહારા અફ્રીકાના યુવા બાળકો હોય છે.

મલેરિયા સૌથી પ્રચલિત સંક્રામક રોગોમાં એક છે તથા ભંયકર જન સ્વાસ્થ્ય સમસ્યા છે. વર્ષ 2018માં 228 મિલિયન મેલેરિયાના કેસો વિશ્વમાં થયા, 4,05,000 મૃત્યુ થયા હતા.

આ રોગ પ્લાઝમોડિયમ ગણના પ્રોટોઝોઆ પરજીવીના માધ્યમથી ફેલાય છે. કેવલ ચાર પ્રકારના પ્લાઝ્મોડિયમ પરજીવી મનુષ્યને પ્રભાવિત કરે છે જેમાં સર્વાધિક ખતરનાક પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ (Plasmodium falciparum) તથા પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ (Plasmodium vivax) મનાય છે, સાથે જ પ્લાઝ્મોડિયમ ઓવેલ (Plasmodium ovale) તથા પ્લાઝ્મોડિયમ મલેરી (Plasmodium malariae) પણ માનવને પ્રભાવિત કરે છે. આ સંપૂર્ણ સમૂહને ;મલેરિયા પરજીવી કહે છે. મલેરિયાના પરજીવીની વાહક માદા એનોફ઼િલીસ (Anopheles) મચ્છર છે. આના ડંખ મારતા મલેરિયાના પરજીવી લાલ રક્તકોશિકાઓમાં પ્રવેશ કરીને બહુગુણિત થાય (વૃદ્ધિ પામે) છે જેથી રક્તહીનતા (એનીમિયા) ના લક્ષણ દેખાય છે (ચક્કર આવવા, શ્વાસ ફૂલાવો, દ્રુતનાડ઼ી ઇત્યાદિ) . આના સિવાય અવિશિષ્ટ લક્ષણ જેમ કે તાવ, સર્દી, ઉબકા, અને શરદી જેવી અનુભૂતિ પણ દેખાય છે. ગંભીર મામલામાં દર્દી મૂર્ચ્છા પામે છે અને મૃત્યુ પણ થઈ શકે છે. મલેરિયાગ્રસ્ત વ્યક્તિને કરડવાથી પણ માદા અનાફીલીસ મચ્છર સંક્રમિત થઈ શકે છે અને બીજા વ્યક્તિને પણ મલેરિયાનો ભોગ બનાવી શકે છે.

મલેરિયા પરજીવીની પ્રાથમિક પોષક માદા એનોફ઼િલીસ મચ્છર હોય છે, જે મલેરિયાના સંક્રમણ ફેલાવવામાં પણ મદદ કરે છે. એનોફ઼િલીસ ગણના મચ્છર સમગ્ર દુનિયામાં ફેલાયેલા છે. કેવળ માદા મચ્છર રક્તથી પોષણ લે છે, આ જ વાહક હોય છે. માદા મચ્છર એનોફ઼િલીસ રાતે જ ડંખે છે. સાંજ થતા જ તે શિકારની શોધમાં નીકળી પડે છે તથા ત્યાં સુધી ઘૂમે છે જ્યાં સુધી શિકાર મળી નથી જતા.

આ સ્થિર પાણીની અંદર ઈંડા દે છે. ઈંડા અને તેમાંથી નીકળતા લારવા બંનેને પાણીની અત્યંત સખત જરૂર હોય છે. આના અતિરિક્ત લારવાનેે શ્વાસ લેવા માટે પાણીની સપાટી પર વારં-વારં આવવું પડે છે. ઈંડા- લારવા-પ્યૂપા અને ફરી વયસ્ક થવામાં મચ્છર લગભગ 10-14 દિવસનો સમય લે છે. વયસ્ક મચ્છર પરાગ અને શર્કરા વાળા અન્ય ભોજ્ય-પદાર્થોં પર નભે છે, પણ માદા મચ્છરને ઈંડા દેવા માટે રક્તની આવશ્યકતા હોય છે.

મલેરિયાના લક્ષણોમાં શામિલ છે- તાવ, કપકપી, સાંધામાં દર્દ, ઉલ્ટી, રક્તાલ્પતા (રક્ત વિનાશ થી), મૂત્રમાં હીમોગ્લોબિન અને બેહોશી. મલેરિયાનું સૌથી સામાન્ય લક્ષણ છે અચાનક તેજ કપકપી સાથે ઠંડી પડવી, જેની તુરંત બાદ તાવ આવે છે. 4 થી 6 કલાક
બાદ તાવ ઉતરે છે અને પરસેવો આવે છે.

પી. ફાલ્સીપેરમના સંક્રમણમાં આ પૂરી પ્રક્રિયા દર 36 થી 48 કલાકમાં થાય છે અથવા લગાતાર તાવ રહી શકે છે; પી. વાઇવેક્સ અને પી. ઓવેલથી થતા મલેરિયામાં દર બે દિવસે તાવ આવે છે, તથા પી. મલેરિેથી દર ત્રણ દિવસે.

મલેરિયાના ગંભીર મામલા લગભગ હમેંશા પી. ફાલ્સીપેરમથી થાય છે. આ સંક્રમણ કે 6 થી 14 દિવસ બાદ થાય છે. તિલ્લી અને યકૃત નો આકાર વધવો, તીવ્ર માથાનો દુખાવો અને અધોમધુરક્તતા (રક્તમાં ગ્લૂકોજ઼ ની કમી) પણ અન્ય ગંભીર લક્ષણ છે.

મૂત્રમાં હીમોગ્લોબિનનું ઉત્સર્જન, અને આનાથી મૂત્રાશય (કીડની) ની વિફળતા સુદ્ધાં થઈ શકે છે, જેનાથી કાળાપાણી તાવ ( blackwater fever) કહે છે. ગંભીર મલેરિયાથી મૂર્ચ્છા કે મૃત્યુ પણ થઈ શકે છે, નાના બાળકો તથા ગર્ભવતી મહિલાઓમાં આમ થવાનો ખતરો ઘણો વધુ હોય છે. અત્યંત ગંભીર મામલામાં મૃત્યુ અમુક કલાકો માં થઈ શકે છે.

ગંભીર મામલામાં ઉચિત ઇલાજ થતાં પણ મૃત્યુ દર 20% સુધી હોઈ શકે છે. મહામારી વાળા ક્ષેત્રમાં પ્રાય ઉપચાર સંતોષજનક નથી થઈ શકતો, અતઃ મૃત્યુ દર ઘણી ઊંચો હોય છે, અને મલેરિયા કે પ્રત્યેક 10 દર્દીમાંથી 1 મૃત્યુને પ્રાપ્ત થાય છે.

મલેરિયા નાના બાળકોના વિકાસશીલ મસ્તિષ્કને ગંભીર ક્ષતિ પહોંચાડી શકે છે. બાળકોમાં દિમાગી મલેરિયા થવાની સંભાવના અધિક રહે છે, અને આમ થતાં મગજમાં રક્તની આપૂર્તિ ઓછી થઈ શકે છે, અને લગભગ મસ્તિષ્કને સીધું નુકશાન પહોંચે છે. અત્યાધિક ક્ષતિ થતાં હાથ-પગ વિચિત્ર રીતે મચકોડાઈ કે વળી કે તૂટી જાય છે. દીર્ઘ કાળમાં ગંભીર મલેરિયાથી ઉભરાયેલા બાળકોમાં લગભગ અલ્પ માનસિક વિકાસ જોવા મળે છે. ગર્ભવતી સ્ત્રીઓ મચ્છરો માટે બહુ આકર્ષક હોય છે અને મલેરિયાથી ગર્ભની મૃત્યુ, નિમ્ન જન્મ ભાર અને શિશુની મૃત્યુ સુદ્ધાં થઈ શકે છે. મુખ્યત આ પી. ફેલ્સીપેરમના સંક્રમણથી થાય છે, પણ પી. વાઇવેક્સ પણ આવું કરી શકે છે.

મલેરિયાનું નિદાન સામાન્ય રીતે મલેરિયાથી ગ્રસ્ત હોવાની શંકા ધરાવતા વ્યક્તિના લોહીની સ્લાઈડ બનાવી અથવા સ્ટ્રીપ પધ્ધતિથી કરવામાં આવે છે. મલેરિયાના અમુક મામલા આપાતકાલીન હોય છે તથા દર્દી ને પૂર્ણત સ્વસ્થ થવા સુધી નિગરાનીમાં રાખવું અનિવાર્ય હોય છે, પણ અન્ય પ્રકારના મલેરિયામાં આવું આવશ્યક નથી, ઇલાજ બહિરંગ વિભાગમાં કરી શકાય છે. ઉચિત ઇલાજ થતાં દર્દી બિલકુલ ઠીક થઈ જાય છે. અમુક લક્ષણોં નો ઉપચાર સામાન્ય દવાઓથી કરાય છે, સાથે મલેરિયા-રોધી દવાઓ પણ અપાય છે.

આ દવાઓ બે પ્રકારની હોય છે- પહેલી જે પ્રતિરોધક હોય છે અને રોગ થતા પહેલા લેતા રોગથી સુરક્ષા કરે છે તથા બીજી તે જે રોગથી સંક્રમિત થયા બાદ પ્રયોગ કરાય છે. અનેક દવાઓ કેવળ પ્રતિરોધ યા કેવળ ઉપચાર માટે ઉપયોગિ હોય છે, જ્યારે અન્ય ઘણી બનેં પ્રકારે પ્રયોગમાં લઈ શકાય છે. અમુક દવાઓ એક-બીજા ના પ્રભાવ ને વધારે છે અને આમનો પ્રયોગ સાથે કરાય છે. પ્રતિરોધક દવાઓ નો પ્રયોગ મોટેભાગે સામૂહિક રૂપે જ કરાય છે.

કુનેન (Quinine) પર આધારિત અનેક ઔષધિઓને મલેરિયાનો સારો ઉપચાર સમજાય છે. જેના અતિરિક્ત આર્ટિમીસિનિન જેવી ઔષધિઓ, જે આર્ટિમીસિયા એન્નુઆ (Artemisia annua) નામક છોડથી તૈયાર થાય છે, મલેરિયાના ઇલાજમાં પ્રભાવી જોવા છે.

અમુક અન્ય ઔષધિઓનો પ્રયોગ પણ મલેરિયા વિરુદ્ધ સફળ થયો છે. અમુક ઔષધિઓ પર પ્રયોગ જારી છે. દવાના ચુનાવમાં સૌથી પ્રમુખ કારક હોય છે તે ક્ષેત્રમાં મલેરિયા પરજીવી કઈ દવાઓ પ્રતિ પ્રતિરોધ વિકસિત કરી ચુક્યો છે. અનેક દવાઓ જેમનો પ્રયોગ પહેલાં મલેરિયા કે વિરુદ્ધ સફળ સમજવામાં આવતો હતો આજ સુધી સફળ નથી મનાતો કેમકે મલેરિયાના પરજીવી ધીરે ધીરે તેમના પ્રતિ પ્રતિરોધક ક્ષમતા પ્રાપ્ત કરી લે છે. ( ભૂજ જી કે જનરલ હોસ્પિટલ દ્વારા સાભાર )

Last Updated : Apr 26, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.