ETV Bharat / state

જાણો કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ પરંતુ વિકાસની દૃષ્ટિએ અવ્વલ ધોરડો ગામ વિશે - Basic facility

કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ ગામ એટલે કે ધોરડો કે જે કહેવા પૂરતું કચ્છનું અંતિમ ગામ છે પરંતુ વિકાસ અને સુવિધાઓની દૃષ્ટિએ અવ્વલ છે. ધોરડો ગામમાં અનેક પાયાની સુવિધાઓ સાથે અન્ય આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.ગામનો વિકાસ રણોત્સવ બાદ વધારે થયો છે. ઉપરાંત ગામને અનેક એવોર્ડ પણ મળ્યા છે.

gam
જાણો કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ પરંતુ વિકાસની દૃષ્ટિએ અવ્વલ ધોરડો ગામ વિશે
author img

By

Published : Sep 2, 2021, 9:37 AM IST

Updated : Sep 3, 2021, 10:02 AM IST

  • કચ્છની સરહદનું અંતિમ ગામ ધોરડો વિકાસની દૃષ્ટિએ અવ્વલ
  • ગામમાં અનેક પાયાની સુવિધાઓ સાથે અન્ય આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ
  • ગામમાં 100 ટકા રોજગારી, પ્રવાસનની દૃષ્ટિએ ખૂબ વિકાસ, 4G નેટવર્ક

કચ્છ: જિલ્લાના પાટનગર ભુજથી 85 કિલોમીટરના અંતરે આવેલ અને કચ્છની સરહદનું અંતિમ ગામ ધોરડો કે જે 400 વર્ષ જૂનું ગામ છે અને એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્ની વિસ્તારમાં વસેલું છે અહીં 100 જેટલા ઘર છે અને 550 જેટલા લોકો અહીં વસે છે. મોટા ભાગે અહીં લઘુમતી કોમના લોકો રહે છે. અહીં 600 ભેંસો, 50 ગાયો, 50 ઘેટાં બકરાં, 10 ઘોડા અને 40 જેટલા ઊંટ છે. મુખ્યત્વે અહીંના લોકો માલધારી છે અને પશુપાલનના વ્યવસાયમાં સંકળાયેલા છે.

ગામમાં 100 ટકા સ્વચ્છ ભારત મિશનની અમલવારી

ધોરડો ગામમાં સમરસ ગ્રામ પંચાયત છે એટલે કે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સભ્યો સાથે સર્વ સંમતિથી બિનહરીફ ચૂંટાયા છે.આ ગામમાં અનેક જાતના વિકાસ થયા છે.પાણીની સુવિધાની વાત કરવામાં આવે તો દરેક ઘરમાં ઘરેલું ઉપયોગ માટે પાણીના નળનું કનેક્શન છે. ગામમાં 81,000 કયુબિક મીટર પાણીની ક્ષમતા વાળા 2 તળાવ આવેલા છે. ફિલ્ટરેશન પ્લાન્ટ પણ આવેલું છે.તથા 30,000 લીટરની ક્ષમતાનું પાણીનો ટાંકો આવેલો છે.ઉપરાંત ગામમાં 100 ટકા સ્વચ્છ ભારત મિશનની અમલવારી પણ જોવા મળે છે તથા દરેક ઘરમાં શૌચલયની સુવિધા પણ ઉપલબ્ધ છે.

જાણો કચ્છ જિલ્લાની સરહદનું અંતિમ પરંતુ વિકાસની દૃષ્ટિએ અવ્વલ ધોરડો ગામ વિશે
4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડ ની સુવિધાઓ પણ ઉપલબ્ધગામમાં અન્ય વિકાસના કાર્યોની વાત કરવામાં આવે તો સરકારી શાળા પણ આવેલી છે જેમાં ડિજિટલ ક્લાસરૂમ પણ છે જ્યાં ધોરણ 10 સુધીનું અભ્યાસ કરાવવામાં આવે છે.ઉપરાંત ગામમાં સોલાર સ્ટ્રીટ લાઈટ, સીસી રોડ, ઘડુલી સાંતલપુર નેશનલ હાઈ વે પણ બની રહ્યો છે. ઉપરાંત ગામમાં 66 kvનું પાવર સબ સ્ટેશન પણ આવેલું છે. ટેલી કોમ્યુનિકેશન માટે BSNL, VODAFONE અને jioના 4G નેટવર્ક, ટેલિફોન એક્સચેન્જ, બ્રોડબેન્ડ ની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો : એક નજરમાં બીજું વિશ્વ યુદ્ધ

ગામના લોકોને 100 ટકા રોજગારી

ગામની બાજુમાં જ એક ખાનગી કંપની Agrocel આવેલી છે જે વર્ષોથી ગામના 350 જેટલા લોકોને રોજગારી પૂરી પાડે છે. અહીંના યુવાનો જે ઓછું ભણેલા છે તેમને પણ આ કંપનીમાં છેલ્લા 24 વર્ષથી ટ્રેનિંગ આપીને રોજગારી આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ટુરિઝમ પણ આવકનો અન્ય સ્ત્રોત ગણી શકાય.રણોત્સવના સમયે, અહીંના લોકો તમામ મેનેજમેન્ટ કરીને, તથા હેન્ડિક્રાફ્ટની બનાવટોનું વેંચાણ કરીને, રિસોર્ટ દ્વારા, ગાઈડ બનીને, ઊંટ ગાડી ચલાવીને પણ રોજગારી મેળવી રહ્યા છે.

ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું

અહીં ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટવે ટુ રણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે જેનું સંચાલન ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ સમિતિ કરે છે. ઉપરાંત અહીં 400 ટેન્ટનું ટેન્ટ સિટી પણ બનાવવામાં આવી છે.ઉપરાંત ટ્રેડિશનલ બન્નીના 36 જેટલા ભુંગા સાથેનું તોરણ રિસોર્ટ પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત પણ ગામમાં અનેક ખાનગી રિસોર્ટ અને હોટલ પણ આવેલી છે.

કન્યા કેળવણી અંતર્ગત કન્યાઓને શિક્ષિત કરાઈ

ધોરડો ગામના કલકારોને નેશનલ એવોર્ડ પણ મળ્યાં છે. અહીંની કળા પણ વિશ્વ સ્તરે પ્રસિદ્ધ છે. અહીં અનેક જાતની એબ્રોડરી વર્ક કરવામાં આવે છે ઉપરાંત પેચ વર્ક, લેધર વર્ક, મડ વર્ક વગેરે જેવી કળાનું કામ પણ અહીંના કલાકારો કરે છે.અહીં કન્યા કેળવણી અંતર્ગત 40 જેટલી દીકરીઓએ 9મું ધોરણ પાસ કર્યું છે તો 10 જેટલી દીકરીએ 10મું ધોરણ પાસ કર્યું છે, 3 દીકરીઓએ 12મું ધોરણ પાસ કર્યું છે જ્યારે 1 દીકરીએ ઇંગ્લિશમાં MA ની ડીગ્રી પણ મેળવી છે.

અનેક પાયાની સુવિધાઓ

ધોરડો ગામમાં દૂધ એકત્ર કરવા માટેની ડેરી પણ છે જેમાં દરરોજના 7000 લીટર દૂધ એકત્ર કરવામાં આવે છે. અહીં પોલીસ સ્ટેશનની સુવિધા છે, બેન્ક ઓફ બરોડા બેન્ક છે તથા SBI બેંકનું ATM પણ છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ છે. પંચાયત ઘર, કોમ્યુનિટી હોલની સુવિધા પણ ઉપલબ્ધ છે.

અનેક મહાનુભાવો આ ગામની મુલાકાતે આવી ચૂક્યા છે

આ ઉપરાંત ધોરડો ગામને સમરસ ગ્રામ યોજનાના અનેક વાર એવોર્ડ મળ્યા છે.તથા પ્રવાસન ક્ષેત્રના પણ અનેક એવોર્ડ મળ્યા છે. ધોરડો ગામને 2011માં શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો પણ ખિતાબ મળ્યો છે. અહીં અનેકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, આનંદીબેન પટેલ, ઓ પી કોહલી, એ પી જે અબ્દુલ કલામ, હમીદ અન્સારી, અમિતાભ બચ્ચન, Seychelles ના વાઈસ પ્રેસિડન્ટ, બ્રિટેનના હાઈ કમીશન, ન્યુઝીલેન્ડના હાઈ કમીશન તથા કચ્છ તથા ગુજરાતમાં રાજકીય તથા સામાજિક નેતાઓ અને અનેક દેશ વિદેશના પ્રવાસીઓ આ ગામની તથા રણોત્સવની મુલાકાતે આવી ચૂક્યા છે.

આ પણ વાંચો :PM મોદીએ શ્રી પ્રભુપાદની 125 મી જન્મજયંતિ નિમિત્તે બહાર પાડ્યો સ્મારક સિક્કો

ગૂગલમાં ખાલી D search કરીએ તો સૌ પ્રથમ Dhordo આવે છે : સરપંચ

અમારું ગામ ભલેને સરહદનું અંતિમ ગામ છે પરંતુ અને એને એક નંબરનું ગામ ગણીયે છીએ. આ ગામ 400 વર્ષથી પણ જૂનું છે. અહીં 550 જેટલી વસ્તી છે. આજે આ ગામમાં સારા રસ્તા, બેન્ક, ATM, શાળા, કોમ્યુનિટી હોલ, શૌચાલય સાથેના ઘર છે,ડેરી છે તથા 100 ટકા રોજગારી છે, 4G નેટવર્ક છે તથા પ્રવાસીઓના કારણે પણ ગામનું ખૂબ વિકાસ થયું છે.આવનારા સમયમાં અહીં વધુ ને વધુ પ્રવાસન વિભાગનું વિકાસ થાય તથા ગામના બાળકો શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે જરૂરી છે આજે જેમ ગૂગલમાં ખાલી D search કરીએ તો સૌ પ્રથમ Dhordo આવે છે અને R search કરીએ તો Rann આવે છે તેમ હવે અમારું ગામ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

Last Updated : Sep 3, 2021, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.