ગાંધીધામના લોકોને હવે ઊંચી ટ્રાન્સફર ફી ચૂકવી નહીં પડે. જમીન લીઝ હોલ્ડમાંથી ફી hold કર્યા બાદ ટ્રાન્સફર ફીનો પ્રશ્ન હતો. જેમાં 1000 એકરે 61 લાખથી વધુ ટ્રાન્સફર ફી ચૂકવી પડતી હતી. જે હવે માત્ર 11 હજાર કરી દેવાનો નિર્ણય કરાયો હતો. ગાંધીધામ વેપારી એસોસિયેશન અને લડત સમિતિની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી.
કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનમાં રહેલા અનેક વેપારીઓ અત્યાર સુધી જમીનના માલિક હકો ધરાવતા ન હતા. લાંબા સમયની લડાઈ બાદ શીપીંગ મિનિસ્ટરે જમીન ફિ ફોલ્ડ કરી ગાંધીધામના લોકોને માલિકી હક્ક તો અપાવ્યો હતો. પરંતુ જમીન વેચાણ સમયે ટ્રાન્સફર ફી ઊંચી રખાઈ હતી. જે મામલે અનેક લડત અને વેપારીઓએ દિલ્હી સુધી રજૂઆત બાદ શિપિંગ મિનિસ્ટરે નિર્ણય કરી ટ્રાન્સફર ફીમાં ઘટાડો કર્યો હતો. તેમજ નવી પોલીસીથી 29,000 લોકોને ફાયદો થશે તેવું ચેરમેને જણાવ્યું હતું.