કચ્છમાં: અનેક પુરાતત્વીય રહસ્યો છૂપાયેલા છે. કચ્છ અનેક ભૌગોલિક વિવિધતા ધરાવતો વિસ્તાર છે. જ્યાં અનેક જાતના ખનીજો અને પત્થરો મળી આવતા હોય છે. ત્યારે જુદાં જુદાં ફોસિલ પત્થરો, આર્ટપીસ, સ્થાપત્ય અને ડાયનાસોરના સમયનાં જાનવરોના હાડપિંજર પણ મળી આવ્યા છે. જેનું કલેક્શન કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડૉ.મહેશ ઠકકર દ્વારા કરવામાં આવ્યું છે.
વિભાગનો મહત્વનો અંગ: કચ્છ યુનિવર્સિટીના વિભાગનું નામ છે.અર્થ અને એન્વાયર્મેન્ટલ સાયન્સ વિભાગ એટલે એની અંદર જીયોલોજી પણ ભણાવવામાં આવે છે. એન્વાયર્મેન્ટલ સાયન્સ પણ ભણાવવામાં આવે છે એમ બે કોર્સ ચાલુ છે. તો ક્યાંય પણ જીયોલોજી ભણાવતા હોય ત્યાં મ્યુઝિયમ ન હોય તો જીયોલોજી ભણી ન શકાય. કારણ કે જીયોલોજી એક એવો વિષય છે કે જે એન્ડ સ્પેસિમેન્ટ અથવા તો ફિલ્ડ ન હોય તો જિયોલોજી ભણી ન શકાય. બુક ની અંદર બધું જ નથી લખ્યું હતું કોઈ પણ જગ્યા ઉપર જાવ તો બુક ની અંદર છે એવું ત્યારે ક્યારેય નથી જોવા મળતું એટલા માટે જીયોલોજીકલ મ્યુઝિયમ એ કોઈ પણ જિયોલોજી વિભાગનો મહત્વનો અંગ છે--ડૉ.મહેશ ઠક્કર (કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્મેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ)
વધારે નમૂનાઓ: વર્ષ 2003માં કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થઇ અને વર્ષ 2007માં અહીં બિલ્ડીંગ બની ત્યાર બાદ 2008માં આ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. જીઓલોજી વિભાગ શરૂ થયો ત્યારે શરૂઆતમાં 10-15 નમૂનાઓ જે ડૉ.મહેશ ઠકકર પાસે હતા. તે અહીંયા મૂકી અને એક નાની ગેલેરી ચાલુ કરી હતી. જ્યારે આજે તેમની પાસે 10,000 થી વધારે નમૂનાઓ છે. જેની અંદર રોકસેલ્સ, મિનરલ્સ અને જુદાં જુદાં પ્રકારની ધરાકૃતિઓ જે જીયોલોજીકલી પ્રોસેસથી બને છે.બધાની અહીંયા નમૂનાઓને એકત્ર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Mandvi Ship Industry: સૌપ્રથમ વાર 25 કરોડના ખર્ચે નિર્માણ પામી રહ્યું છે લોઢાનું જહાજ
એકઠાં કરાયા નમૂનાઓ: આવા કરોડોની કિંમતના નમૂનાઓ એકત્ર કરવાની આખી પ્રોસેસ છે તેને વર્ષો લાગે છે. વર્ષ 2008થી લઈને આજ 2023 સુધી. ડો મહેશ ઠકકર તેમના વિભાગના વિદ્યાર્થીઓને ક્ષેત્રનો અભ્યાસ કરવા લઈ જાય છે અને ક્ષેત્રીય અભ્યાસ કરે છે. ત્યારે એમની પાસેથી નમૂનાઓ એકઠા કરાવી અને આ મ્યુઝિયમમાં રાખવામાં આવે છે. આ મ્યુઝિયમમાં જે નમૂનાઓ છે. એમાં કચ્છના જૂનામાં જૂના રોકથી લઈને આજ સુધીની એક ક્રોનોલોજીકલ ઓર્ડરમાં મળી આવેલા અવશેષો મુજબના છે.
અભ્યાસ સમયના નમૂનાઓ: કચ્છ સિવાય પણ અરવલ્લી કે જ્યાં ઘણા જૂના પથ્થરો છે. અરવલ્લીના જે 2900 મિલિયન વર્ષથી લઈને લગભગ 600 મિલિયન વર્ષ સુધીના ત્યાં અરવલ્લીના નમુનાઓ છે. તો લેહ લદાખના ક્ષેત્રીય અભ્યાસ સમયના ત્યાંથી મળી આવેલા નમૂના પણ છે. તો સ્પીટીવેલીના નમુનાઓ પણ છે. આના સિવાય વિશ્વના અમુક વિભાગની મુલાકાત માટે આમંત્રિત વ્યક્તિઓ પણ પોતાના ત્યાંના નમૂના આપે છે.
માત્ર કચ્છ યુનિવર્સટીમાં: વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો કચ્છનો જિયોલોજિકલ અભ્યાસ કરવો હોય તો મ્યુઝિયમમાં આવીને એનો અભ્યાસ કરે તો તે કચ્છની જીયોલોજી અહીંયાથી પણ સમજી શકે તેમ છે. મ્યુઝિયમની અંદર એવા કેટલાક નમૂનાઓ છે કે જે સમગ્ર એશિયામાં ક્યાંય નથી. એમાંનું એક 2016માં ઇખ્તિયાર નામની પ્રજાતિનું હાડપિંજર મળી આવ્યું હતું. આ ઇખ્તિયાર એક મરીન રેપ્ટાઇલ છે. તેને શોધી અને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. વિશ્વના ઘણા બધા વૈજ્ઞાનિકોને દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર જીવીઆર પ્રસાદને સાથે રાખીને એનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એ નમૂનો આજે પણ આ મ્યુઝિયમમાં ફૂલ સ્કેલેટન સાથે છે. ઇખ્તિયાર જુરાસિક કાળમાં દરિયામાં રહેતો હતો. એટલે એ એક બહુ જ મહત્વનો અંગ છે કે જે બીજા કોઈ મ્યુઝીયમમાં મળી નથી શકતો.
મ્યુઝીયમ નાનું: જીઓલોજિકલ મ્યુઝીયમમાં જે નમૂનાઓ છે તે એશિયાના કોઈ મ્યુઝીયમમાં નથી કોઈ ડિપાર્ટમેન્ટમાં નથી. આ ઉપરાંત વિશ્વમાં જુદી જુદી જગ્યાએથી લોકો કચ્છની જીઓલોજીનો અભ્યાસ કરવા આવતા હોય છે. ત્યારે તેઓ પણ અહીંથી જે અવશેષો કે નમૂનાઓ મેળવે છે. તે અહીંના મ્યુઝીયમમાં રાખતા જાય છે. આજે એટલા બધા નમૂનાઓ એકઠા થઇ ગયા છે કે અત્યારે જે મ્યુઝીયમ છે તેનાથી વધારે મોટી જગ્યાની જરૂર છે.