ETV Bharat / state

જીગ્નેશ મેવાણીએ કચ્છમાં દલિત પર થયેલ હુમલાં મુદ્દે આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી... - આગામી દિવસોમાં આંદોલનની ચિમકી

કચ્છ જિલ્લાનાં ભચાઉ તાલુકાનાં નેર ગામમાં રામ મંદિર(Ram temple)માં દર્શન માટે પ્રવેશ કરવા બદલ થોડાંક દિવસો અગાઉ દલિત પરિવાર પર થયેલાં ઘાતક હુમલાની ઘટનાની ચર્ચા સમગ્ર રાજ્યમાં થઈ રહી છે. તેમજ દલિત સમાજ(Dalit society)નાં લોકોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે જીગ્નેશ મેવાણી(Jignesh Mewani) રાપર તાલુકાનાં વરણું ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ આપવા માટે આવ્યો હતો.

જીગ્નેશ મેવાણી એ કચ્છમાં દલિત પર થયેલ હુમલાં મુદ્દે આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી...

author img

By

Published : Nov 1, 2021, 5:04 PM IST

  • પીડિત પરિવારને મળવા ભુજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ જશે મેવાણી
  • પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ સાથે જીગ્નેશ મેવાણીએ મિટિંગ કરી
  • મેવાણી એ ભચાઉનાં DySP અને SP મયુર પાટીલ સાથે મીટીંગ કરી
  • નેર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો

કચ્છ : કચ્છમાં હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણી(Jignesh Mewani)એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કચ્છમાં દલિત પર થયેલ હુમલા(Attack on Dalits) મુદ્દે આગામી દિવસોમાં આંદોલન(Movement in the coming days) કરવામાં આવશે. જે રીતે ભચાઉ તાલુકાનાં નેર ગામે જમીનની બાબતમાં ક્રૂરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તે હુમલો ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે. તો મંદિર જાહેર સ્થળ છે જેમાં તમામ લોકોને પ્રવેશની છૂટ હોય તો ભેદભાવ કેમ કરવામાં આવે છે અને આગામી 1 તારીખે તમામ દલિતો તે મંદિરમાં પ્રવેશ કરશે.

પોલીસ બંદોબસ્ત સાથે દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો

જીગ્નેશ મેવાણી એ ભચાઉનાં DySP અને SP મયુર પાટીલ(SP Mayur Patil) સાથે મીટીંગ કરી હતી અને સાંજે હુમલામાં ભોગ બનનાંર પીડિત પરિવારને મળવા ભુજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ(GK General Hospital) જશે. હુમલાં અંગે મેવાણીએ જણાવ્યું હતું કે, આ બનાવ ઘણાં દિવસોથી ચર્ચામાં છે. આજે રાપર તાલુકાનાં વરણું ગામની મુલાકાત લીધી હતી અને નેર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

જીગ્નેશ મેવાણી એ કચ્છમાં દલિત પર થયેલ હુમલાં મુદ્દે આગામી દિવસોમાં આંદોલનની ચિમકી ઉચ્ચારી...

મેવાણીએ પૂર્વ કચ્છ પોલીસ વડા સાથે મિટિંગ કરી

મેવાણીએ પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ સાથે મિટિંગ કરી હતી જેમાં આ બનાવ બાબતે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત રાપર અને ભચાઉ તાલુકામાં જે દલિતોની જમીન માથા ભારે લોકોનાં ગેરકાયદેસર કબ્જામાં છે તેમની સામે ગુન્હો દાખલ કરવાં, અરજદારો તથા લાભાર્થીઓ ઉપર કોઈ ખૂની હમલાં ના થાય તે માટે યોગ્ય પગલાં લેવા અને પોલીસ અને મહેસુલી વિભાગ સાથે રહીને દલિતોને તેમની જમીન પાછી અપાવે તે દિશામાં આવતી 4 તારીખે કામ હાથ ધરાશે.

આ પણ વાંચો : વડોદરાના ઉંડેરા ગામના તળાવમાં અચાનક માછલીઓના મોતથી સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાતા રોગચાળો ફેલાવવાનો ભય

આ પણ વાંચો : મોરબીમાં Hardik Patel એ પ્રધાન બ્રિજેશ મેરજાની ટીકા કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.