ETV Bharat / state

Jal Shakti Award 2022: ગુજરાતના આ ગામે કરી વધુ એક કમાલ, જળસંચય ક્ષેત્રે પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામનો મળ્યો એવોર્ડ - ભૂગર્ભજળ રિચાર્જ કનકપર કચ્છ

કચ્છના કનકપર ગામને જળસંચય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામનો જળશક્તિ એવોર્ડ (Jal Shakti Award 2022) મળ્યો છે. કનકપરમાં ખેતીની જમીનો 100 ટકા ટપક પદ્ધતિ આધારિત છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા-મોટા ટાંકા છે. ગામમાં 24 કલાક પાણી મળી રહે છે.

Jal Shakti Award 2022: ગુજરાતના આ ગામે કરી વધુ એક કમાલ, જળસંચય ક્ષેત્રે પશ્ચિમ ભારતના બીજા નંબરના શ્રેષ્ઠ ગામનો મળ્યો એવોર્ડ

author img

By

Published : Apr 14, 2022, 10:48 PM IST

કચ્છ: દિલ્હી ખાતે થોડા દિવસ પહેલા દેશના પશ્ચિમી ક્ષેત્રનો બીજા નંબરનો જળશક્તિ એવોર્ડ (Jal Shakti Award 2022) કચ્છના કનકપર ગામને આપવામાં આવ્યો હતો. દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ પ્રધાન (union minister of water power india) ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે પુરસ્કાર સરપંચ ચંદ્રિકાબેન રંગાણીને આપવામાં આવ્યો હતો.

ગજેન્દ્રસિંહ શેખાવતના હસ્તે પુરસ્કાર સરપંચ ચંદ્રિકાબેન રંગાણીને આપવામાં આવ્યો.

એક વર્ષ વરસાદી પાણી ચાલે તેવી સુવિધા- કનકપર ગામ (kanakpar village kutch gujarat)ની પાણી બચાવ અંગેની કામગીરી અંગે માહિતી આપતા સરપંચ ચંદ્રિકાબેને જણાવ્યું હતું કે, કનકપર કચ્છમાં એક એવું ગામ છે જ્યાં તમામ ખેડૂતોની ખેતીની જમીનો 100 ટકા ટપક પદ્ધતિ (drip irrigation in kutch) આધારિત છે. ગામમાં વરસાદી પાણીના સંગ્રહ (Rainwater harvesting In Kutch)ના મોટા-મોટા ટાંકા છે. એક વર્ષ વરસાદી પાણી ચાલે તેવી સંગ્રહશક્તિ કરવામાં આવે છે. જળસંગ્રહ ક્ષેત્રે ગામમાં કામ કરવામાં સૌ ગ્રામજનો જોડાય છે અને ગામના તમામ લોકો પાણીની બાબતમાં જાગૃત છે.

આ પણ વાંચો: Water Problem in Summer : કચ્છમાં ડેમો તળિયા ઝાટક થતા લોકો-પશુધન તરસ્યા, "પાણીનો હલ ન થાય તો મંડાશે મોરચો"

ભૂગર્ભ જળ રિચાર્જ અને પાણીના કરકસર ઉપયોગ પર શ્રેષ્ઠ કામગીરી- રાજ્યમાં સૌથી ઓછા વરસાદવાળા જિલ્લા (lowest rainfall district in gujarat) કચ્છમાં પીવા અને સિંચાઇ માટે પાણીની ખપત વધુ છે. એમાં વળી અબડાસાના છેવાડાના ગામો (Villages of Abdasa)માં તો પાણીના એક-એક ટીંપાની કિંમત વિશેષ છે. મહિલાઓ અને ખેડૂતો પાણીની કિંમત બહુ સારી રીતે સમજી શકતા હોય છે, ત્યારે અબડાસાના સતત 2 ટર્મથી સરપંચથી લઇને સમગ્ર બોડી મહિલા સમરસ ધરાવતા ગામ કનકપરમાં સહિયારા પ્રયાસોથી ભૂગર્ભ જળ રિચાર્જ (groundwater recharge kanakpar kutch), સ્વચ્છતા, પાણીનો કરકસરયુક્ત ઉપયોગ વગેરે ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી થઇ રહી છે.

ગામમાં 24 કલાક પાણી મળે છે- ગામમાં પાણીની બચત માટે 2005થી 100 ટકા ડ્રિપ ઇરિગેશનથી સિંચાઇ કરવામાં આવે છે. વધુમાં ગામના ખેડૂતો દ્વારા પોતાનાં ખેતર તથા વાડીમાં તૂટી ગયેલા બોરવેલ રિચાર્જ કરવાની કામગીરી 30 જેટલી અલગ-અલગ જગ્યાએ વર્ષ 2019થી કરાય છે. જેમાં દર વર્ષે અબજો લિટર પાણી જમીનમાં સંગ્રહ થાય છે. વાસ્મો યોજના (wasmo scheme gujarat) અંતર્ગત પીવાના પાણીની યોજના (Drinking water scheme Kutch), ઊંચી ટાંકી વગેરે બનાવી ગામમાં 24 કલાક પાણી મળે છે અને વાસ્મોના સહયોગથી ગટર યોજના તેમજ STP એટલે કે, ગંદા પાણી શુદ્ધીકરણ માટેનો પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જેની ખાસિયત એ છે કે, ગટરનું પાણી શુદ્ધ કરી ખેતી માટે વાપરવામાં આવે છે.

આ પણ વાંચો: Water shortage in Kutch: કચ્છના જળાશયોમાં નીર પહોંચ્યા તળિયે, પાણીની તંગી સર્જાવાની ભીતિ

અગાઉ પણ ગામને અનેક એવોર્ડ મળી ચૂકયાં છે- ઉલ્લેખનીય છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે ર્નિમળ ગામનો પુરસ્કાર, સીડમની અવૉર્ડ, 2010-11માં તાલુકાની અને જિલ્લાની શ્રેષ્ઠ ગ્રામપંચાયત, 100 ટકા ટપક સિંચાઇ, શ્રેષ્ઠ પાણી સમિતિ, ગૌચર જમીનના સંરક્ષણ અને વિકાસ માટે ગૌસેવા સમિતિને 2021નો આંતરરાષ્ટ્રીય અવોર્ડ ઉપરાંત શિક્ષણ ક્ષેત્ર સહિત આ ગામને અનેક અવૉર્ડ મળી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.