ETV Bharat / state

Jakhau Port Drugs Case: પાકિસ્તાની બોટથી હેરોઇનની હેરાફેરી કેસમાં ચૌંકાવનારો ખુલાસો, દિલ્હીમાં છૂપાયેલા હતા ડ્રગ્સ માફિયા - દિલ્હીમાં એટીએસનું સર્ચ ઓપરેશન

કચ્છના જખૌમાંથી ઝડપાયેલા હેરોઇન (Jakhau Port Drugs Case)ના મામલે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ દિલ્હીથી ઝડપાયા છે. આરોપીઓને ઝડપવા માટે ATS અને NCBએ પોતાની ટીમો અલગ અલગ રાજ્યોમાં મોકલી હતી. ઝડપાયેલા આરોપીઓમાંથી એક આરોપીની ફેક્ટરીમાંથી પણ 35 કિલો ડ્રગ્સ મળ્યું છે.

કચ્છના જખૌ હેરોઇન કેસમાં ATS અને NCBને મળી મોટી સફળતા

author img

By

Published : Apr 27, 2022, 10:32 PM IST

Updated : Apr 28, 2022, 10:03 AM IST

કચ્છ: ગુજરાતના કચ્છના જખૌમાંથી 56 કિલોગ્રામ હેરોઈન (Jakhau Port Drugs Case) ઝડપાયું છે. તેની બજાર કિમત રૂપિયા 280 કરોડ થવા જાય છે. જેમાં વધુ તપાસ કરતા અન્ય 4 આરોપીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ATSના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત મુસ્તુફા નામનો ડ્રગ્સ માફિયા (Pakistani Drugs Mafia) પાકિસ્તાનના બંદરથી પાકિસ્તાની બોટ (Pakistani Boat In Indian Territory) અલહજમાં હેરોઇન ભરી ગુજરાતના દરિયાકિનારા (Gujarat Coastal Area) મારફતે ઉત્તર ભારતમાં મોકલવાનો છે.

આરોપીઓએ બેગો દરિયામાં ફેંકવાનો પ્રયત્ન કર્યો- બાતમીના આધારે ATS તથા કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે ઓપરેશનની તૈયારી કરી હતી. જેના ભાગરૂપે ATS તથા કોસ્ટગાર્ડના અધિકારીઓ ભારતની જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં રહ્યા હતા. તે દરમિયાન IMBLથી 14 નોટિકલ માઇલ અંદર આ બાતમીવાળી અલહજ બોટ આવતા તેને કોસ્ટગાર્ડની શીપ મારફતે આંતરવાની કોશીશ કરવામાં આવી હતી. જેથી પાકિસ્તાની બોટે ખુબ જ સ્પીડથી નાસી જવાનો પ્રયત્ન કર્યો હતો. આરોપીઓએ બોટમાં રહેલા કોથળા જેવી બેગો દરિયામાં ફેંકવાની કોશીશ કરી હતી.

આ પણ વાંચો: 1300 કરોડના હેરોઇન મામલે થયા વધુ ખુલાસા, શા માટે દરિયાઈ માર્ગો પસંદ કરાવામાં આવ્યા

દરિયામાં પાકિસ્તાની બોટને રોકવા ફાયરિંગ કરવું પડ્યું- આ પાકિસ્તાની બોટને રોકવા કોસ્ટગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને બોટને રોકવામાં આવી હતી. ત્યારબાદ તેમાં ATS તથા કોસ્ટગાર્ડના અધિકારીઓએ જઇ સર્ચ કરતા આ પાકિસ્તાની બોટ અલહજ નામની હોવાનું માલૂમ પડ્યું હતું. જેમાં 9 જેટલા પાકિસ્તાની તથા તેમના કબજામાંથી હેરોઇન (Heroin seized in kutch)ના 56 પેકેટ (અંદાજે 56 કિલોગ્રામ) મળી આવ્યા હતા. આ પેકેટની કિંમત રૂપિયા 280 કરોડ છે. આ મામલે ATS દ્વારા ગુનો રજીસ્ટર કરી આ તમામ 9 પાકિસ્તાનીઓની અટકાયત કરવામાં આવી હતી.

જૂદા જૂદા રાજ્યોમાં ATS અને NCBની ટીમો મોકલવામાં આવી- પકડાયેલી પાકિસ્તાની બોટ તથા પાકિસ્તાની આરોપીઓની તથા પકડવામાં આવેલા હેરોઇન અંગેની વધુ તપાસ ATS તથા NCB દ્વારા શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ATS તથા NCB દ્વારા ઉત્તર ભારતના જુદાં જુદાં રાજ્યોમાં તથા અન્ય રાજ્યોમાં દરોડા પાડવાની કાર્યવાહી અંગે અલગ અલગ ટીમો બનાવી રવાના કરવામાં આવી હતી. જેમાં ATSના સિનિયર અધિકારીઓની ટીમ દિલ્હી ખાતે રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Heroin Seized At Kandla Port: ATS અને DRI પણ ચોંક્યા, આટલાં મહિના પહેલા કંડલા પોર્ટ પર ઘૂસાડવામાં આવ્યું હતું હેરોઇન

મુઝફ્ફરનગર ખાતે ફેક્ટરીમાંથી મળ્યું 35 કિલો ડ્રગ્સ- દિલ્હી ખાતે NCB દિલ્હી ઓપરેશનની ટીમ સાથે રહી ATSએ સર્ચ ઓપરેશન (ATS Search Operation In Delhi) કરીને આરોપીઓ રાજી હૈદર (જામીયાનગર ઓખલા વિહાર, સાઉથ દિલ્હી), ઇમરાન મહમ્મદ આમીર (મુઝફ્ફરનગર સાઉથ, ઉત્તર પ્રદેશ), અવતારસિંહ ઉર્ફે સન્ની કુલદીપસિંહ (સાઉથ દિલ્હી), અબ્દુલ રાબ અબ્દુલ ખાલીક કાકડ (કંધા, અફઘાનિસ્તાન) જે હાલમાં નવી દિલ્હી રહે છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ વખતે હૈદર રાજીના કબજામાંથી તેમજ મુઝફ્ફરનગર ખાતે તેની ફેક્ટરીમાંથી પણ નાર્કોટિક્સ ડ્રગ્સ (Drugs In Delhi)35 કિલો જેટલું મળ્યું છે, જે અંગે NCB દિલ્હી દ્વારા FIR રજીસ્ટર કરી આગળની તપાસ NCB ચાલું કરવામાં આવી છે.

Last Updated : Apr 28, 2022, 10:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.