કચ્છ: ભારતીય જળસીમામાંથી એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડની ટીમે 280 કરોડનું હેરોઇન (Rs 280 crore Kutch drug case )ઝડપી પાડ્યું હતું. સાથે જ નવ જેટલા પાકિસ્તાની માછીમારોની ધરપકડ (Jakhau Port Drugs Case )કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછ બાદ આ ડ્રગ્સ ઉત્તર ભારતમાં સપ્લાય કરવાનું બહાર આવ્યું હતું. જેથી એટીએસની ટીમે દિલ્હીમાંથી આ મામલે અફઘાનિસ્તાનના નાગરિક અને ભારતના નાગરિકને ઝડપી વધુ 35 કિલો ડ્રગ્ઝ કબજે (International Drug Racket) કર્યું હતું. દિલ્હીમાંથી ઝડપાયેલા આરોપીઓ પૈકી ભારતના અવતારસિંહ અને અફઘાનિસ્તાનના અબ્દુલ ખાલિકને રિમાન્ડની માંગ (Accused in Jakhau Drugs case on Remand) સાથે ભુજની કોર્ટમાં (Bhuj court) રજૂ કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ Jakhau Port Drugs Case : જખૌમાં 280 કરોડના ડ્રગ્સ મામલે 4 આરોપી રીમાન્ડ પર, જૂઓ એટીએસે શું કહ્યું
અફઘાનિસ્તાનના નાગરિક અને ભારતના નાગરિકને કોર્ટમાં રજૂ કરાયા- ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં હજુ વધુ ખુલાસાઓ પણ થઈ શકે છે. તો બાકીના બે શખ્સોને દિલ્હીથી ભુજ લાવવા ટ્રાન્ઝિટ રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય બાબત છે કે એટીએસના નાયબ પોલીસ અધિક્ષક ભાવેશ રોજીયાને બાતમી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત મુસ્તુફા નામનો ડ્રગ્સ માફિયા, પાકિસ્તાન બંદરેથી બોટ અલ હજમાં હેરોઇન ભરીને ગુજરાતના દરિયાકાંઠા મારફતે ઉત્તર ભારતમાં મોકલવાનો છે. જેને પગલે એટીએસ કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓએ સર્ચ ઓપરેશન(Jakhau Port Drugs Case ) હાથ ધર્યું હતું.
એટીએસ અને એનસીબીની તપાસમાં વધુ રહસ્યો ખુલશે- ભારતીય જળસીમામાં 14 નોટિકલ માઇલ અંદરથી બાતમીવાળી (Jakhau Port Drugs Case )બોટ મળી આવી હતી અને 206 રાઉન્ડ ફાયર કરીને આરોપીઓને પકડ્યા છે. કોસ્ટગાર્ડ દ્વારા તપાસ કરાતા તેમાંથી 56 કિલો હેરોઇન મળી આવ્યું હતું. આ કેસમાં એટીએસ અને એનસીબીની તપાસમાં (Accused in Jakhau Drugs case on Remand) વધુ રહસ્યો ખુલવા પામશે. આરોપીઓને અમદાવાદ એટીએસ કચેરીએ લઈ જઈ ડ્રગ્સ મોકલનાર(Pakistani Drug Mafia) પાકિસ્તાની મુસ્તફાના નેટવર્ક સહિત સ્થાનિકે માલની ડિલિવરી લેવા આવનાર શખ્સનું નામ શોધવામાં આવશે.