ETV Bharat / state

Internet connectivity in Kutch : લોકશાહી બચાવવા ઇન્ટરનેટ સુવિધા પર ભાર મૂકતાં કેન્દ્રીય સંચારપ્રધાન દેવુસિંહ ચૌહાણ - કેન્દ્રીય સંચાર રાજયપ્રધાન દેવુસિંહ ચૌહાણ

કેન્દ્રીય સંચાર રાજયપ્રધાન દેવુસિંહ ચૌહાણે ભુજમાં જણાવ્યું હતું કે કચ્છના છેવાડાના વિસ્તારોમાં ઈન્ટરનેટ કનેકટીવિટી (Internet connectivity in Kutch) સુદ્ઢ બનાવાશે.

Internet connectivity in Kutch : લોકશાહી બચાવવા ઇન્ટરનેટ સુવિધા પર ભાર મૂકતાં કેન્દ્રીય સંચારપ્રધાન દેવુસિંહ ચૌહાણ

author img

By

Published : Jan 18, 2022, 8:41 PM IST

ભુજઃ આજે ધી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કચ્છના ઉપક્રમે કેન્દ્રિય સંચાર રાજયપ્રધાન દેવુસિંહ ચૌહાણનું વકતવ્ય તેમજ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં દેવુસિંહ ચૌહાણે (Union Communications Minister Devusinh Chauhan) જણાવ્યું હતું કે,કચ્છનાં છેવાડાના વિસ્તારમાં ઈન્ટરનેટ કનેકટીવિટી (Internet connectivity in Kutch) સુદ્ઢ બનાવાશે.

લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે: ચૌહાણ

કેન્દ્રીય સંચાર રાજયપ્રધાન દેવુસિંહ ચૌહાણે “લાસ્ટ માઈલ કનેકટીવીટી” વિષય પર વકતવ્ય આપતાં જણાવ્યું હતું કે,આજના યુગમાં કનેકટીવીટીનું ખુબજ મહત્વ છે. આધુનિક યુગમાં ઈન્ટરનેટનું મહત્વ સમજાવતા તેમણે જણાવ્યું હતું કે, આપણો દેશ લોકશાહી દેશ છે. લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે. દેશમાં 5G ટેકનોલોજી કાર્યરત કરવા ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. દેશની પશ્ચિમ કચ્છ સરહદે ફરજ બજાવતાં સૈનિકો સુધી કનેકટીવીટી (Internet connectivity in Kutch) સુદ્ઢ બને તે અત્યંત જરૂરી છે તે માટેની ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. કચ્છની વિવિધ માગો પર સકારાત્મક પ્રતિસાદ આપતા જણાવ્યું હતું કે, હવાઇ, રેલવે, વગેરે વધુ ઝડપી સેવા માટે કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે ચર્ચા વિચારણા કરી ઝડપી કાર્યવાહી કરવામાં આવશે.

લોકશાહીને ટકાવી રાખવા માટે છેવાડાના માનવી સુધી કનેકટીવીટી જરૂરી છે

આ પણ વાંચોઃ જાણો કચ્છમાં આવેલા ક્ષત્રપ રાજવંશના સમયના શિલાલેખો વિશે...

કચ્છના વિકાસમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનું મહત્વપૂર્ણ યોગદાન

પૂર્વ રાજયપ્રધાન અને અંજાર મતવિસ્તારના ધારાસભ્ય વાસણ આહીરે કચ્છે પ્રવાસન ક્ષેત્રે કરેલ વિકાસની (Kutch Tourism Development) વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ધોળાવીરા,જેસલ તોરલ સમાધી અંજાર, માતાનો મઢ, વગેરે સ્થળોને પ્રવાસન કેન્દ્રો તરીકે વિકાસ કરવા સરકાર ખૂબજ પ્રયત્નશીલ છે. આ તકે તેમણે ચેમ્બરની વિવિધ પ્રવૃતિઓને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝે (Kutch Chamber of Commerce and Industries) કચ્છના વિકાસમાં ખૂબજ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચોઃ Water of Namrada in Kutch: કચ્છમાં નર્મદાનું પાણી આપવા મુદ્દે સરકારની મંજૂરી, ખેડૂતો લેખિત મંજૂરીની રાહમાં

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.