ETV Bharat / state

Corona case in kutch: કચ્છમાં કોરોનાની ઝપેટમાં વધુ 105 લોકો, જાણો કુલ એક્ટિવ કેસોનો આંકડો

કચ્છ જિલ્લામાં બુધવારે કોરોનાના 105 પોઝિટિવ કેસો (Corona case in kutch) નોંધાયા હતા. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 402એ પહોંચી છે. આ સાથે 70 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં ન્યૂ વેરિઅન્ટ ઓમિક્રોનના (new variant Omicron) ગઇ કાલે (બુધવાર) એક પણ કેસ (Omicron Case In Kutch) નોંધાયા નથી.

Corona case in kutch: કચ્છમાં કોરોનાની ઝપેટમાં વધુ 105 લોકો, જાણો કુલ એકટિવ કેસોનો આંકડો

author img

By

Published : Jan 13, 2022, 1:13 PM IST

કચ્છ: દેશમાં વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણએ ફરી ગતિ પકડી છે, ત્યારે દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસોની (Corona case in kutch) સંખ્યામાં મહાવિસ્ફોટક વધારો થઇ રહ્યો છે. આ સાથે કોરોના વાયરસનાં ન્યૂ વેરિઅન્ટ ઓમિક્રોન (new variant Omicron) પણ દેશમાં પગપેસારો (Omicron Case In Kutch) કરી રહ્યું છે. હાલ કચ્છ જિલ્લાના કોરોના વાયરસનાં સંક્રમણની સ્થિતિનું નિરીક્ષણ કરીએ તો ગઇ કાલે (બુધવાર) કચ્છમાં 105 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જિલ્લામાં પોઝિટિવ કેસોનો આંકડો વધીને 402 પર પહોંચ્યો છે.

જાણો જિલ્લામાં કુલ કેટલા કેસો સક્રિય છે અને સાજા થઇ ઘરે પરત કેટલા ગયા?

આ ઉપરાંત ગઇ કાલે (બુધવાર) 70 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. હાલ જિલ્લામાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ 7 કેસો સામે આવ્યાં છે. કચ્છમાં અત્યાર સુધીમાં કોરોનાનાં કુલ 13,560 પોઝિટિવ કેસો નોંધાયા છે તેમજ જિલ્લામાં આ મહામારીના સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને હાલ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 402 છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુઘી સાજા થઈ રજા આપેલા કેસનો આકંડો 13,124 છે તથા આજ સુધી ઓમિક્રોનના કુલ 7 કેસો નોંધાયા છે.

કચ્છના અર્બન વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના કેટલા લોકો ઝપેટમાં આવ્યાં?

ગઇ કાલે (બુધવાર) કચ્છ જિલ્લામાં નોંધાયેલા 105 કેસો પૈકી 79 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 26 કેસો ગ્રામ્ય વિસ્તારોમાંથી સામે આવ્યાં છે. આ ઉપરાંત ભુજ તાલુકામાંથી સૌથી વધારે કોરોનાના 45 કેસો નોંધાયા છે તો ગાંધીધામમાં 36, મુન્દ્રામાં 10, માંડવી તાલુકામાં 7 અને અંજાર તાલુકામાં 4 સહિત ભચાઉ, લખપત અને નખત્રાણા તાલુકામાં 1-1 કેસ નોંધાયા છે.

જાણો સાજા થયેલા લોકોનો આંકડો

કચ્છ જિલ્લામાં કુલ 70 દર્દીઓ સ્વસ્થ થઇ જતા ડિસ્ચાર્જ આપી દેવાયો છે, જેમાંથી 27 દર્દીઓ ગાંધીધામના, 12 દર્દીઓ ભુજના અને 13 દર્દીઓ માંડવીના તથા 6 દર્દીઓ અંજાર તાલુકાના તેમજ મુન્દ્રા અને ભચાઉના 5-5 દર્દીઓ છે. આ સાથે અબડાસાના 2 દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 26 કેસોની વિગત

કરછના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો, કોરોનાના નોંધાયેલા 26 કેસો પૈકી માધાપરમાં 6, સમાઘોઘામાં 4, વર્ષામેડીમાં 3, વિભાપરમાં 2 તથા મિરઝાપરમાં 2, મેઘપર બોરિચીમાં 1 તેમજ ચોપડવામાં 1 અને સુખપરમાં 1, ફોટડીમાં 1, ધોરડોમાં 1, નારાણપરમાં 1, પ્રગાપરમાં 1, દયાપરમાં 1 સહિત નખત્રાણા ગામ ખાતે 1 પોઝિટિવ કેસ નોંધાયેલો છે.

આ પણ વાંચો:

Corona case in India : ભારતમાં કોરોનાના 1,94,720 નવા કેસ, ઓમિક્રોનના 4,868 કેસ નોંધાયા

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 121 કેસો નોંધાયા, 90 દર્દીઓ સ્વસ્થ થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.