ETV Bharat / state

Vegetables Prices: ભુજની બજારમાં શાકભાજીના ભાવોમાં વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું - prices of vegetables

ગુજરાતમાં સતત શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. એક બાજૂ ખેડૂતોને પાકના અને શાકભાજીના ભાવ મળતા નથી. બીજી બાજુ વચેટીયાઓ ફાવી ગયા હોય એવું ચિત્ર જોવા મળે છે.

Prices Vegetables: ભુજની બજારમાં શાકભાજીના ભાવોમાં વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

author img

By

Published : Mar 22, 2023, 5:10 PM IST

કચ્છ: ગુજરાતમાં ભર ઉનાળે મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. જેની અસર ખેડૂતોને તો પડી રહી છે તેની સાથે સામાન્ય જનતાને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. કમોસમી વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયો છે. જેને લઇને શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ભાવ વધારાના કારણે એવું લાગે છે કે, ગરીબના ઘરમાં લીલું શાકભાજી નહીં રંધાય. એક બાજૂ ખેડૂતોને પાકના કે શાકભાજીના ભાવ મળતા નથી. બીજી બાજુ ગ્રાહકોને ત્રણ ગણા ભાવથી ખરીદી કરવી પડે છે. આ જોતા એવું કહી શકાય કે વચેટીયાઓ ફાવી જાય છે.

ભુજની બજારમાં શાકભાજીના ભાવોમાં વધારો, મધ્યમ વર્ગનું બજેટ ખોરવાયું

દરરોજ ભાવમાં વધારો: કચ્છ જિલ્લામાં શાકભાજીના ભાવમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે.ખાસ કરીને હાલમાં છેલ્લાં 4 દિવસથી કચ્છમાં કમોસમી વરસાદ અને કરા પડી રહ્યા છે. ત્યારે શાકભાજીના ભાવ વધી રહ્યા છે. ખાસ કરીને ઉનાળો શરૂ થયો છે ત્યારે લીંબુના ભાવ પણ આસમાને પહોંચી રહ્યા છે. તો ટામેટા સિવાયના શાકભાજીમાં પ્રતિ કિલો 15થી 20 રૂપિયે કિલો વધારો નોંધાયો છે. દરરોજ ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે.

આ પણ વાંચો Kutch News : આંબેથી કેરીઓ પડી નીચે, 90 ટકા માલ ખરી જતા ખેડૂતોને રોવાનો વારો

શાકભાજી જથ્થાબંધ બજાર ભાવ: લીંબુ 130 - 200,ભીંડા. 50 - 80,ગવાર 50 - 80,ફુલાવર 60 - 65, કોબીજ 10 - 15, ડુંગળી 10 - 15, બટેટા 10 - 15, લસણ 70 - 80,
લીલાં ધાણા 10 - 20,ટામેટા 10 - 20, મરચાં 60 - 70, આદુ 120 - 130 આ ભાવ માર્કેટમાં જથ્થાબંધ બજારમાં મળે છે.

છૂટક બજાર ભાવ: લીંબુ 150 - 240,ભીંડા 80 - 100,ગુવાર 90 - 110, ફ્લાવર 70 - 90, કોબી 20 - 50, ડુંગળી 20 - 30 ,બટેટા 20 - 30, લસણ 80 - 100, લીલાં ધાણા 20 - 40 ,ટામેટા 20 - 30, મરચાં 75 - 90, આદુ 140 - 160 આ ભાવ સરકારી છૂટક બજારમાં જોવા મળે છે.

તમામ ભાવ છુટકમાં છે અંક રૂપિયામાં
તમામ ભાવ છુટકમાં છે અંક રૂપિયામાં

બજેટ ખોરવાયું: હાલમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે. ત્યારે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. તેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે.તો ખાસ કરીને શાકભાજી જીવન જરૂરી વસ્તુ હોતા લોકો મોંઘા ભાવ આપીને ખરીદી પણ રહ્યા છે. ખાસ કરીને જણાવવાનું કે બજારમાં દિવસેને દિવસે શાકભાજીના ભાવમાં ફેરફારો નોંધાઈ રહ્યા છે ત્યારે શાકભાજીના ભાવોમાં તફાવત હોઈ શકે છે.

તમામ ભાવ છુટકમાં છે અંક રૂપિયામાં
તમામ ભાવ છુટકમાં છે અંક રૂપિયામાં

આ પણ વાંચો Kutch News: સરહદી વિસ્તારમાં દરરોજ દોડે છે 150 ઓવરલોડેડ ટ્રક, હવે લીઝ સાઈટ પર થશે તપાસ

શાકભાજીના ભાવો બદલાયા: ભુજમાં જથ્થાબંધ ફ્રૂટ અને શાકભાજી એશોસિયેશનના પ્રમુખ રાજેશ દાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં કમોસમી વરસાદના કારણે દરરોજ શાકભાજીના ભાવો બદલાઈ રહ્યા છે.ખાસ કરીને એક થી બે શાકભાજીને બાદ કરતાં તમામ શાકભાજીના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં ટામેટા અને લીલા ધાણા સિવાયના શાકભાજીમાં પ્રતિ કિલો 15થી 20 રૂપિયાનો વધારો નોંધાઈ રહ્યો છે.વરસાદના કારણે શાકભાજી પલળી જતાં પાકમાં નુકસાની થતાં ભાવ વધી રહ્યા છે. છૂટક શાકભાજી વહેંચતા વેપારીઓ અને ફેરિયાઓ જથ્થાબંધ બજારના શાકભાજીના ભાવ કરતાં પ્રતિ કિલો 10 રૂપિયાથી લઈને 40 રૂપિયા વધારે મેળવીને રોજી રોટી મેળવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.