- કચ્છમાં અનેક કારણોસર પથરીનું પ્રમાણ વધારે
- બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે બે દિવસમાં 27 ઓપરેશન કરવામાં આવ્યા
- દર 3 મહિને વિનામૂલ્યે કેમ્પ યોજવાનો નિર્ણય લેવાયો
કચ્છ: જિલ્લામાં અનેક કારણોસર કિડનીના રોગો તથા પથરી રોગનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે, ત્યારે કચ્છ જિલ્લામાં પીવાનાં પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હવાથી આ વા રોગોને થાય છે. તેમજ દરિયાઇ વિસ્તાર નજીક હોવાથી આ રોગના દર્દીમાં વધારો જાવા મળે છે. કિડનીના રોગોનું નિદાન કરવામાં આવતું નથી તથા આહારમાં પ્રોટીનનું પ્રમાણ ઓછું હોય છે માટે આ પ્રમાણ ન્યૂનતમ કરવા અર્લી ડાયગ્નોસીસ એન્ડ એડવાન્સ ટ્રીટમેન્ટ આશીર્વાદરૂપ છે, ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા યુરોલોજી સર્જિકલ કેમ્પ અંતર્ગત બે દિવસમાં 27 જેટલા રોગીઓનાં ઓપરેશન કરવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો: જાણો કઈ રીતે થયો તાપી જિલ્લામાં સિકલ સેલના રોગમાં ઘટાડો...
સ્ટોનની પહેલીવાર લેપ્રોસ્કોપિક સર્જરી
બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે નડિયાદ ખાતેની મૂરજીભાઇ પટેલ યુરોલોજી હોસ્પિટલના ચેરમેન અને વૈશ્વિક સ્તરે સુપર સ્પેશિયાલિસ્ટ ડો. મહેશભાઇ દેસાઇએ બે દિવસ દરમિયાન જટિલ શત્રક્રિયાઓ વડે 27 જેટલા રોગીઓનાં ઓપરેશન કર્યા હતા. અદ્યતન ઉપકરણો વડે 70 વર્ષીય મહિલાની કિડની અને 11 વર્ષના બાળકની સ્ટોનની પહેલીવાર લેપ્રોસ્કોપિક સર્જરી જે ખૂબ ખર્ચાળ હોય છે. તે પણ વિનામૂલ્યે કરવામાં આવી હતી.
છેલ્લાં 11 વર્ષમાં યુરોલોજીના 4,465 દર્દીઓની તપાસ કરાઇ
શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ પરિસરમાં યુરોલોજી કેમ્પ અંતર્ગત બચુભાઇ રાંભિયા ઓડિટોરીયમ ખાતે પ્રેસ કોન્ફરન્સનમાં દાર્શનિક રીતે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે છેલ્લા 11 વર્ષ દરમિયાન અંતરિયાળ અને સુસજ્જ આ હોસ્પિટલમાં યુરોલોજીના 4,465 દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જ્યારે 185 રોગીઓની મેજર સર્જરી નડિયાદ ખાતે કરવામાં આવી છે. હવેથી દર ત્રણ મહિને આવો વિનામૂલ્યે કેમ્પ યોજવાનો નિર્ણય પણ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત વહેલા નિદાન માટે 50 વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓની વિનામુલ્યે તપાસ પણ સ્થાનિકે સંભવ બનાવાઇ છે.
આ પણ વાંચો: ડીસામાં મરણનું પ્રમાણ પત્ર ક્યારે અને કેવી રીતે મળે છે એનો રિયાલિટી ચેક
Stone ની સમયસર સારવાર કરવી જરૂરી
જો સ્ટોનની સારવાર સમયસર ન કરાય તો કિડની ટોટલ ડેમેજ થવાની શક્યતા વધી જાય છે, તેથી લોકજાગૃતિ (અવેરનેસ) વડે પથરીને ઊગતી ડામી શકાય. તો સંસ્થાના મેડિકલ ડાયરેક્ટર ડો. પ્રદીપ ગણાત્રાએ કચ્છની ભૂગોળને ધ્યાનમાં લઇ સંબંધિતોએ આગોતરી નામનોંધણી કરાવી લેવા કહ્યું હતું. ડો. દેસાઇની દોરવણી હેઠળ યુરો સર્જન ડો. રોહન બાત્રા, ડો. નિર્મય પાઠક, ડો. ધ્રુવ પટેલ, ડો. મનોજ પટેલ, ડો. અંકિત ગુપ્તા, ડો. હર્ષદ પંડયા સાથે ઓ.ટી. મદદનીશ સુરેશ પટેલ વગેરેએ સેવા આપી હતી.
જાણો શું કહ્યું ટ્રસ્ટના ચેરમેને?
બે દિવસથી ચાલતા આ કેમ્પમાં દિવસ રાત પથરી તથા કિડનીના 27 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. જેમાં એક 70 વર્ષની મહિલાની જન્મજાત કિડની ખરાબ હતી અને તે મોટી થઈ ગઈ હતી. તેનો લેપ્રોસ્કોપીથી લેસર ઓપરેશન કરી આપવામાં આવ્યું હતું. ઉપરાંત 11 વર્ષના બાળકની કિડનીમાં પથરી હતી. તેમાં બાળકના શરીરમાં નાનું કાણું કરીને પથરીને તોડીને બહાર કાઢવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતમાં 2006માં સુરતથી જ ઇન્ટરસિટી કિડની ટ્રાન્સપ્લાન્ટની શરૂઆત થઇ, આજે સુરત કિડની દાનમાં પ્રથમ
જાણો શું કહ્યું ડોકટરે?
કચ્છમાં ખુબ જ ગરમી તથા ઊંડા જળસ્તર તેમજ દરિયો નજીક હોવાના કારણે જમીનમાં દરિયાનું પાણી ઉતરતા ખારાશના કારણે પથરી તથા કિડનીના રોગોનું પ્રમાણ વધારે છે. અને જો સ્ટોનની સારવાર સમયસર ન કરાય તો કિડની ટોટલ ડેમેજ થવાની શક્યતા વધી જાય છે.