- સંક્રમણ વધતા ગામડાઓમાં કોવિડ સેન્ટર શરૂ કરાયા
- હાલમાં 50 બેડની ક્ષમતા, જરૂર જણાશે તો 100 બેડની વ્યવસ્થા પણ થઈ જશે
- સંચાલકો દ્વારા ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા સરકાર સમક્ષ રજૂઆત
નલિયા : કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ અને ભારત ગ્રુપ નલિયાના સંયુક્ત ઉપક્રમે સુવિધાભર 50 બેડની ક્ષમતા વાળા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું. હાલ સરકારના પુરતા મેડિકલ સ્ટાફ સાથે સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું. કોરોનાના દર્દીઓને કોઈ પણ જાતની તકલીફ ન થાય તેવી સંસ્થા દ્વારા સગવડો ઊભી કરવામાં આવી છે. હાલ સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં મેડિકલ સ્ટાફ સાથે આ કોવિડ સેન્ટર કાર્યરત છે.
આ પણ વાંચો : મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન
ત્રણ તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓને સ્થાનિક સ્થળે જ સારવાર
કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ અને ભારત ગ્રુપ નલિયાના સંચાલકો દ્વારા સરકાર સમક્ષ એક અપીલ કરવામાં આવી છે કે અહી જરૂર પડશે તો 100 બેડની વ્યવસ્થા પણ થઈ જશે. આ તાલુકામાં કોવિડ સેન્ટર શરૂ કરવાથી નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકાના કોરોનાગ્રસ્ત દર્દીઓને અહીં જ સારવાર મળી રહેશે અને ભુજની હોસ્પિટલમાં ધક્કા ખાવાની તેમજ પોતાનો વારો આવે એની રાહ જોવાની જરૂર પડશે નહિ.
આ પણ વાંચો : કચ્છ જિલ્લામાં કોવિડ રસીકરણના નવા તબક્કાનો પ્રારંભ
ઓક્સિજનની સુવિધા પૂરી પાડવા સરકાર સમક્ષ રજૂઆત
આ કોવિડ સેન્ટરના સંચાલકો દ્વારા અપીલ કરાઈ હતી કે જો સરકાર દ્વારા ઓક્સિજનની સુવિધા પૂરી પાડવામાં આવે કે જેથી દર્દીઓને વધારે હાલાકી ભોગવવી ના પડે જેથી સમયસર સારવાર મળી શકે અને તેમનો જીવ બચી શકે.