ETV Bharat / state

કચ્છમાં કોરોનાથી વધુ 2ના મોત, નવા 21 કેસ નોંધાયા - Total cases of corona in Kutch

કચ્છ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહ્યું છે. જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 21 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ બે દર્દીના મોત નિપજ્યા હતા. બીજી તરફ જિલ્લામાં બુધવારે 8 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

kutch-
કચ્છમાં કોરોનાથી વધુ બેના મોત, નવા 21 કેસ નોંધાયા
author img

By

Published : Jul 22, 2020, 10:53 PM IST

કચ્છમા કોરોનાના નવા 21 કેસ નોંધાયા

  • કોરોનાથી બુધવારે વધુ 2ના મોત થતા કુલ 21 દર્દીઓના મોત
  • બુધવારે 8 દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી અપાઇ રજા
  • હાલ 120 એક્ટીવ કેસ છે, 238 દર્દી સ્વસ્થ થયા, 21ના કુલ મોત, અત્યાર સુધીમાં કુલ 378 કેસ નોંધાયા

કચ્છઃ જિલ્લામાં કોરોના મહામારીનું સંક્રમણ અતિ ઝડપે વધી રહ્યું છે. જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ 21 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ બે દર્દીના મોત નિપજ્યા હતા. બીજી તરફ જિલ્લામાં બુધવારે 8 દર્દીઓ સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આરોગ્ય વિભાગમાંથી મળેલી વિગતો મુજબ અંજાર તાલુકાના વીડી ગામના એક પુરુષનું બુધવારે વહેલી સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે અબડાસાના મોથાળા ગામના પુરૂષનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.

જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 378 થઇ છે, જેમાં 21 દર્દીઓના મોત થયા છે. જેમાંથી 19 દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન હોસ્પિટલમાં દાખલ હતા. ત્યારે જ્યારે અન્ય બે દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા, પરંતુ તેમનું મૃત્યુ અન્ય કારણોસર થયું હોવાનુ નોંધાયું છે.

સત્તાવાર યાદી મુજબ જિલ્લામાં નવા કેસમાં ગાંધીધામમાં 6, અંજારમાં 2 ભુજમાં 2 માંડવીમાં 1 લખપતમાં 1 અને અબડાસા તાલુકામાં ૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટમાં અંજારમાં 1 ભુજમા 3 અને ગાંધીધામ તાલુકાના એક કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એક સાથે 21 પોઝિટિવ કેસ જાહેર થતા કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દોડધામમાં મૂકાઇ ગયું છે અને તમામ દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દરમિયાન બુધવારે અબડાસા, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ અને અંજારના કુલ મળીને 8 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં હાલ 120 એક્ટીવ કેસ છે, જ્યારે 238 દર્દી સ્વસ્થ થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી કચ્છમાં કુલ 21 દર્દીઓના મોત નોંધાયા છે, જ્યારે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 378 કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.