ETV Bharat / state

ભુજમાં તહેવાર સમયે પાણીની સમસ્યાથી ત્રસ્ત મહિલા મોરચો પાલિકાએ પહોંચ્યો

કચ્છ જિલ્લા માટે પાણી પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે. પણ જો પાટનગરમાં પાણીની સમસ્યા એટલી છે કે, વોર્ડ નંબર 11 એટેલે પ્રમુખસ્વામીનગર વિસ્તારમાં એક સપ્તાહે પાણી મળે છે. જિલ્લા મથકે આ સમસ્યા હોય તો જિલ્લામાં પાણીની સમસ્યા વિકરાળ હોય તે સમજી શકાય પરંતુ ભુજમાં પાણી તો છે પરંતુ સંગ્રહશકિત ન હોવાથી પાણી વિતરણની સમસ્યા હોવાનું ખુદ પ્રમુખ સ્વીકાર્યુ છે.

author img

By

Published : Oct 20, 2020, 11:40 AM IST

ભૂજ
ભૂજ
  • કચ્છ માટે પાણીનો પ્રશ્ન પ્રાણપ્રશ્ન છે
  • ભુજમાં પાણી તો છે પરંતુ સંગ્રહશકિત ન હોવાથી પાણી વિતરણની સમસ્યા
  • કોરોના કાળમાં સતત ખાનગી ટેન્કર પોસાય તેમ નથી

કચ્છ : ભુજના પ્રમુખસ્વામી નગર વોર્ડ નંબર 11 ઓધવવંદના પાર્ક વિસ્તારમાં છેલ્લા બે માસથી એક સપ્તાહે પાણી વિતરણ થઈ રહ્યું છે. પહેલા દર ચોથા દિવસે પાણી વિતરણ થતું હતું. આજે મહિલા મોચરો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. મહિલા પ્રમુખ લતાબેન સોંલકીની ચેમ્બરમાં ઘેરાવ કરીને રજૂઆત કરવામાં આવી હતી.

પાણની સંગ્રહશકિત વધશે એટલે સમસ્યા ઉકેલાશે

પાલિકાએ જણાવ્યુ હતું કે, 48 એમએલડી પાણીની જરૂરિયાત સામે 36 એમએલડી પાણી મળે છે. ઉપરાંત સંગ્રહ માટેના ટાંકા પણ ઓછા હોવાથી પાણી વિતરણમાં સમસ્યા છે. જોકે ત્રણ માસમા નવા ટાકાનું કામ પુર્ણ થતાં સમસ્યા દુર થઈ જશે. આ ખાતરી છતાં નારાજ રેહવાસીઓએ કહ્યું હતું કે, જો પાણી નહી મળે તો ભાજપને હંમેશા ચૂંટણીઓમાં સાથ આપતા લોકો મતનો બહિષ્કારનો નિર્ણય કરશે.

ભૂજમાં તહેવાર સમયે પાણીની સમસ્યાથી મહિલા મોચરો પાલિકાએ પહોંચ્યો

તહેવારોમાં એકાંતરે કપડા ધોવા પડે છે મહિલાઓની ફરિયાદ

પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા મહિલાઓએ જણાવ્યુ હતુ કે, પાણી સમસ્યા દિવસને દિવસે વધી રહી છે. આઠ માસ પહેલા રજૂઆત કરી ત્યારે ચોથા દિવસે પાણી મળતુ થયું હતું. હવે એક સપ્તાહે પણ પાણી મળતુ નથી. પુરતા પ્રેસર સાથે પાણી વિતરણ ન થવાથી ટાંકા ખાલી રહી જાય છે. રહેવાસીઓને ખાનગી ટેન્કર મંગાવવા પડે છે. તહેવારો ચાલી રહ્યા છે. તેમજ કોરોના કાળમાં સતત ખાનગી ટેન્કર પોસાય તેમ નથી.

ભાજપનું શાસન મતબેન્ક વિસ્તારને પણ પાણી નથી પહોચાડતું

મહિલા મોરચામાં જોડાયેલા રહેવાસી ઘનશ્યામ ગઢવીએ જણાવ્યુ હતું કે, વોર્ડ નંબર 11 ભાજપની વોટબેન્ક માનવામાં આવે છે. લોકો ખોબે ખોબા ભરીને મત આપે છે. છતાં પાણીની સમસ્યા છે. નર્મદાનુ 36 એમએલડી પાણી મળે છે. જો યોગ્ય વિતરણ વ્યવસ્થા થાય તો ભૂજ શહેરમાં તમામ વિસ્તારમને બે દિવસે પાણી મળી શકે તેમ છે. જેથી લોકો નારાજ છે અને આજે રજૂઆત બાદ ખાતરી મળી છે.

તહેવારોમાં પાણીની સમસ્યા હળવા કરવા કવાયત- પ્રમુખનો જવાબ

નગરપાલિકાના પ્રમુખ લતાબેન સોંલકીએ જણાવ્યું હતું કે, નારાજગી સાથે આવેલા રહેવાસીઓને અમે ખાતરી આપી છે. ચાર નવા ટાંકાનું બાંધકામ ચાલુ છે. આ ટાંક થઈ જતા વોર્ડ નંબર 11ની સંગ્રહ શકિત વધી જશે એટલે પાણ વિતરણ બે કે ત્રણ દિવસે કરાશે. ભૂજ શહેરમાં દૈનિક 48 એમએલડી પાણાીની જરૂરિયાત સામે 36 એમએલડી પાણી મળે છે. 12 એમલએડી પાણીની ઘટ હોવાથી સમસ્યા છે. હાલ તહેવારોમાં સતત પાણી માટે રજૂઆત કરાઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.