- ગાંજાના 42 છોડ જપ્ત કરાયા
- 6 કિ.લો ગાંજો તપાસ દરમિયાન મળી આવ્યો
- NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
કચ્છ: પુર્વ અને પચ્છિમ કચ્છમાંથી અગાઉ ગાંજાની હેરફેરના અનેક કિસ્સાઓ ઝડપાઇ ચુક્યા છે, પરંતુ કચ્છમાં જ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેવું ભાગ્યેજ જોવા મળે છે. હાલમાં કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા માનકુવા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં ભારાપર ગામના ખેતરમાંથી 42 ગાંજાના છોડને જપ્ત કરવામાં આવ્યા છે.
6 કિ.લો ગાંજો જપ્ત
બાબુ સલુ કોલી નામનો શખ્સ વર્ષોથી રવજી ખીમજી વેલાણીના ખેતરમાં ખેતી કરે છે. ગઇકાલે ગુરુવારે SOGને બાતમી મળી હતી હતી. જેના આધારે SOG તથા માનકુવા પોલીસ તપાસ માટે પહોંચી હતી. જેમાં ગાંજાના 42 છોડનું વાવેતર મળી આવ્યું હતુ. આ સાથે જ તપાસ દરમિયાન 6 કિ.લો ગાંજો પણ મળી આવ્યો છે.
આ પણ વાંચો : ડીસાના રાણપુર ગામેથી SOGએ 40 લાખના ગાંજા સાથે ત્રણ આરોપીની કરી અટકાયત
રૂપિયા 61.000નો ગાંજો જપ્ત
SOGએ માનકુવા પોલીસ મથકે બાબુ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી રૂપિયા 61,000ની કિંમતનો ગાંજાનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, છોડના વાવેતર માટે ગાંજાના બીજ ક્યાંથી મેળવ્યા તે સદંર્ભે તપાસ શરૂ કરી છે અને કેટલા સમયથી આ વાવેતર કરવામાં આવતું હતું, તે સંદર્ભે પણ પૂછપરછ શરૂ કરી છે. ખેતીની આડમાં બાબુએ કરેલી ગાંજાની ખેતી સફળ થાય તે પહેલા જ પોલીસે બાબુને પકડી લીધો હતો.
આ પણ વાંચો : સુરત રેલવે સ્ટેશન ઉપરથી 202 કિલો ગાંજો ઝડપાયો