ETV Bharat / state

કોરોના સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ લીધા કચ્છ માટે મહત્વના નિર્ણયો - Remedivir injection

કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં ભુજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી.જેમાં કચ્છમાં વધતા કેસો ને નિયંત્રિત કરવા અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.

corona
કોરોના સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ લીધા કચ્છ માટે મહત્વના નિર્ણયો
author img

By

Published : Apr 18, 2021, 10:27 AM IST

  • કોરોના કેસ વધતા મુખ્યપ્રધાને બોલાવી સમિક્ષા બેઠક
  • કચ્છને ફાળવવામાં આવ્યા 80 વેન્ટીલેટર
  • આર્ટિફિઝીયલ ટેસ્ટ માટે આપવામાં આવશે મશિન

કચ્છ: કોરોના સમિક્ષા બેઠકમાં મુખ્યપ્રધાને કચ્છ જિલ્લા તેમજ ભુજ, અંજાર, ગાંધીધામ સહિત જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના કેસ, ટેસ્ટિંગ, ટ્રેસિંગ, કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલો, બેડની સંખ્યા, ઓકિસજનની સુવિધા, વેન્ટીલેટર, રેમડેસિવિર ઈન્જેકશન, સારવારની સુવિધા, આરોગ્ય સ્ટાફ સહિતની વિગતો મેળવીને કોરોના નિયંત્રણ અને જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા વહીવટી તંત્રને માર્ગદર્શન કરીને સૂચનાઓ આપી હતી.

આર્ટિફિઝીયલ ટેસ્ટ વધારવા માટે નવું મશીન

કચ્છમાં વધતા કોરોનાના કેસો અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કચ્છમાં આર્ટિફિઝીયલ ટેસ્ટ વધારવા માટે નવું મશીન આપવામાં આવશે તથા તમામ ટેસ્ટના રિપોર્ટ 24 કલાકમાં મળી જશે. કચ્છમાં નવા 80 વેન્ટિલેટર આપવામાં આવશે. આ ઉપરાંત કચ્છના કોવિડ સેન્ટરમાં બેડ વધારવા માટે કચ્છમાં જુદી જદી હોસ્પિટલમાં બેડ વધારવામાં આવશે. તથા કચ્છમાં નવી 2000 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

કોરોના સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ લીધા કચ્છ માટે મહત્વના નિર્ણયો
સરકાર દ્વારા સાચી જ આંકડાકીય માહિતી આપવામાં આવી રહી છેસાચી આંકડાકીય માહિતી સામે લાવવા અંગે વાતચીત કરતા મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા સાચી જ માહિતી આપવામાં આવી રહી છે સરકાર કોઈ પણ જાતની આંકડાકીય માહિતી છુપાવી રહી નથી. આ ઉપરાંત મૃત્યુઆંક ની વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાથી થતાં મૃત્યુ અંગે ના જ આંકડા સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે.તથા ગંભીર બીમારી સાથે સાથે કોરોના હોતા ઈમ્યુનીટી ઘટી જતાં મૃત્યુ પામે છે તે આંકડા સરકાર દ્વારા કોરોનાથી મોત થયું છે એ અંતર્ગત નોંધવામાં નથી આવતા.

આ પણ વાંચો : મુન્દ્રાના સમાઘોઘા ગામમાં આંશિક લોકડાઉન

KPT,અદાણી સહિત સામાજીક સંસ્થાને સાથે જોડી વધુ અને ઝડપી સુવિદ્યા ઉભી કરાશે

ગ્રામ્યકક્ષાએ આરોગ્ય સુવિદ્યા વધુ મજબુત બને તેવા પ્રયાસો કરાશે KPT,અદાણી સહિત સામાજીક સંસ્થાને સાથે જોડી વધુ અને ઝડપી સુવિદ્યા ઉભી કરાશે જેથી લોકોને મુશ્કેલી ન પડે તમામ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક બોર્ડ ઉભા કરાશે જેથી દર્દીના સગાને યોગ્ય માહિતી મળી રહે મોરબીથી દર્દી કચ્છમા આવી રહ્યા છે. મોરબીમાં આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્ચર વધારી મોરબીના દર્દીને ત્યાજ સારવાર મળી રહે જેથી કચ્છમાં અવ્યવસ્થા ન સર્જાય.

સ્વૈચ્છિક રીતે લોકો નિયમો પાડે જેથી મહામારી વધુ ફેલાય નહી

મુખ્યમંત્રીએ કચ્છમા સ્ટાફની ધટનો સ્વીકાર કર્યો હતો સાથે ડીમાન્ડ ઝડપથી પુર્ણ કરી સ્ટાફ વધારાની વ્યવસ્થા કરાશે તેમ જણાવ્યુ હતુ. મહામારી વધી રહી છે ત્યારે સરકારની સાથે લોકો પણ સહીયારા પ્રયાસો કરી નિયમોના કડક પાલન કરે અને પોલિસને જરૂરી સુચનો સાથે નિયમભંગ સામે કડક કાર્યવાહીની મુખ્યમંત્રીએ વાત કરી હતી. અને સાથે કચ્છની જનતાને અપિલ કરતા જણાવ્યુ હતુ. કે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે સ્વૈચ્છિક રીતે લોકો નિયમો પાડે જેથી મહામારી વધુ ફેલાય નહી.

આ પણ વાંચો : ભુજમાં આયુર્વેદિક હૉસ્પિટલ તરફથી ઉકાળાનું વિતરણ, 21 હજાર લોકોએ લીધો લાભ

વિવિધ પદાધિકારી અને અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા

આ બેઠકમાં રાજ્યપ્રધાન વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા,ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રેન્જ આઇજી જે.આર. મોથલીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પારુલબેન કારા, ભાજપના જિલ્લા પ્રમુખ કેશુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઢક, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્થિત રહીને કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.