- મિજબાની અર્થે ઢેલનો શિકાર કરાયો
- આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર
- વનવિભાગે વધુ તપાસ હાથ ધરી
- વનવિભાગે ડોકટર સાથે રહીને પંચનામું કર્યું
કચ્છ: જિલ્લાના અબડાસા તાલુકાના તેરા ગામનો રહેવાસી કોલી પચાણે મિજબાની માટે ઢેલનો શિકાર કર્યા હોવાની જાણ સ્થાનિક લોકોને થઈ હતી. પોલીસને જાણ કરવામાં આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તેને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: દાહોદના જંગલમાંથી રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરતો શિકારી ઝડપાયો
કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
ઢેલના શિકાર બાબતે વનવિભાગે કોર્ટમાંથી આરોપીના બે દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો: સાંપા ગામમાં 4 મોરનો શિકાર, એક શખ્સ ઝડપાયો, 3 ફરાર