ETV Bharat / state

ગૃહપ્રધાન અમિત શાહ કચ્છના પ્રવાસે, સરહદી ક્ષેત્રે વિકાસ કાર્યક્રમમાં સરપંચો સાથે કરશે સંવાદ - Border area development program

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. ગુરૂવારે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજય પ્રધાન વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.

home-minister-amit-shah-on-a-visit-to-kutch
ગૃહપ્રધાન અમિત શાહ કચ્છના પ્રવાસે
author img

By

Published : Nov 11, 2020, 10:29 PM IST

  • કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છના પ્રવાસે
  • સરહદી ક્ષેત્રે વિકાસ કાર્યક્રમમાં સરપંચો સાથે સંવાદ
  • સરહદી ત્રણ જિલ્લાના 1500 સરપંચ લેશે ભાગ
  • હોમ મિનિસ્ટર સ્પેશિયલ ઓપરેશન મેડલ એનાયત કરાશે

કચ્છઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કચ્છ જિલ્લાના પ્રવાસે છે. ધોરડો ખાતે આયોજિત સરહદી ક્ષેત્ર વિકાસ કાર્યક્રમમાં સરપંચ સાથે સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપશે. ગુરૂવારે સવારે 10 કલાકે યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગ્રામિણ વિકાસ કૃષિ અને ખેડૂત કલ્યાણ, પંચાયત રાજયપ્રધાન નરેન્દ્રસિંહ તોમર, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના કલ્યાણ અને પ્રવાસન રાજય પ્રધાન વાસણભાઇ આહિર ઉપસ્થિત રહેશે.

Home Minister Amit Shah on a visit to Kutch
ગૃહપ્રધાન અમિત શાહ કચ્છના પ્રવાસે

ગૃહપ્રધાન સરપંચો સાથે કરશે સંવાદ

સરહદી ક્ષેત્રના વિકાસોત્સવ 2020 કાર્યક્રમ અંતર્ગત યોજાનારા આ કાર્યક્રમમાં સરહદી- વિસ્તારના વિકાસ કાર્યો અંગે કેન્દ્રિય ગૃહ પ્રધાન સરપંચો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના 106, પાટણના 35, બનાસકાંઠાના 17 મળી કુલ 158 ગામના સરપંચો અને આગેવાનો સહભાગી થશે. જેમાં સરહદી વિભાગને સ્પર્શતા શિક્ષણ, રસ્તા, સ્વાસ્થય સહિતના અન્ય વિકાસલક્ષી કામો સંદર્ભે ચર્ચા વિચારણા કરાશે.

home-minister-amit-shah-on-a-visit-to-kutch
ગૃહપ્રધાન અમિત શાહ કચ્છના પ્રવાસે

BADP યોજના હેઠળ થશે ચર્ચા

બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજના હેઠળ હાથ ધરાયેલા પ્રોજેકટો અંતર્ગત ચર્ચા કરાશે. આ યોજનામાં 60 ટકા કેન્દ્ર સરકારની અને 40 ટકા રાજય સરકારની હિસ્સેદારી છે. આ યોજના હેઠળ દેશના 16 રાજયો અને 2 કેન્દ્ર શાસિતમાં 111 જેટલા સરહદી જિલ્લાઓમાં 396 બ્લોક આવરી લેવાયા છે. જેમાં મુખ્યત્વે માર્ગો, પુલો, પીવાના પાણીની વ્યવસ્થા, સ્વાસ્થય, સુખાકારી, ખેતી ક્ષેત્ર સામાજિક સેવાઓ, શિક્ષણ, રમતગમત, મોડલ વિલેજ સહિતના વિવિધ વિકાસકામો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં 1638 પ્રોજેકટ હેઠળ રૂ.19,375,48 લાખનો ખર્ચ
કરાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં 1002, બનાસકાંઠા જિલ્લામાં 355 અને પાટણ જિલ્લામાં 281 પ્રોજેકટ પૂર્ણ કરાયા છે.

ગૃહપ્રધાન અમિત શાહ પ્રદર્શનનું કરશે ઉદઘાટન

ધોરડો ખાતે આયોજિત આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ યોજાનારા મુખ્ય કાર્યક્રમના પ્રારંભે મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્વારા સ્વાગત પ્રવચન અને બી.એસ.એફ.ના અધિકારીઓ દ્વારા કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરાશે. ઉપરાંત સરપંચઓ પણ પોતાના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. ત્યારબાદ કેન્દ્રિય ગ્રામિણ વિકાસ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, રાજયના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ઉદબોધન કરશે. કાર્યક્રમ દરમિયાન હોમ મિનિસ્ટર્સ સ્પેશ્યલ ઓપરેશન મેડલ એનાયત કરાશે.

આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ કચ્છની કુળદેવી આશાપુરા માતાના મંદિર માતાનામઢ ખાતે દર્શનાર્થે જશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.