કચ્છ: કોરોના મહામારી વચ્ચે પરીવારના આર્થિક પ્રશ્નો વચ્ચે બાળકોના અભ્યાસ પર શું અસર પડી રહી છે અને ખાસ કરીને દિકરીઓના શિક્ષણને કોઈ નડતર છે કે કેમ તે અંગે જાણવાનો ETV ભારતની ટીમે પ્રયાસ કર્યો હતો.
જિલ્લા શિક્ષણાધિકારી અને હોમલર્નિગના કોર્ડિનેટર સંજય પરમારે ETV ભારતે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં શિક્ષણને કોઈ અસર ન પહોંચે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શિક્ષકો બાળકો સાથે સતત જોડાયેલા છે અને તેમને માર્ગદર્શન સાથે મદદ કરી રહ્યા છે.
જિલ્લામાં 2516 સ્કુલ છે. જેમાં 1705 પ્રાથમિક શાળાઓ અને 405 માધ્યમિક શાળાઓ છે. જયારે ખાનગી 512 શાળાઓ મળીને હાલે જિલ્લામાં કુલ 2516 સ્કુલમાં 3.04.874 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જિલ્લામાં કુલ 246795 વિદ્યાર્થીઓ પૈકી 60 ટકા ઓનલાઈન અને 20 ટકા બાળકો TV સહિતના માધ્યમથી અભ્યાસ કરી રહ્યા છે.જયારે 20 બાળકોને ઓફલાઈન સાહિત્ય સાથે અભ્યાસ કરાવવામાં આવી રહ્યું છે. જિલ્લામાં ખાસ કરીને કન્યાઓના શિક્ષણને કોઈ અસર ન પડે તે માટે શિક્ષણ વિભાગ મોનિટરિંગ રાખી રહ્યું છે. શિક્ષકો બાળકોના ઘરની મુલાકાત લઈ જરૂરી મદદ કરી રહ્યા છે.
કચ્છમાં છેવાડાના ગામડાઓ અને શહેરોમાં મળીને 141070 વિદ્યાર્થીઓ અને 163804 વિદ્યાર્થીનીઓ અભ્યાસમાં જોડાયા છે. દૈનિક ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. 80 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયેલા છે, જેમાંથી 60 ટકા વિદ્યાર્થીઓ દૈનિક ધોરણે અભ્યાસ કરી રહ્યા છે. જયારે 20 ટકા વિદ્યાર્થીઓ ઓફલાઈન છે જેેમને ઘરબેઠા તમામ સાહિત્ય પહોંડાવામાં આવી રહ્યું છે.
કચ્છ જિલ્લામાં 5.8 ટકા ડ્રોપ આઉટ રેશિયો છે. 2018-2019ના સ્થિતી સ્થાંતરણ અને ખાસ કરીને ઉદ્યોગના કારણે રોજગારી માટે આવતા પરપ્રાતિય લોકોના બાળકોના સ્કુલ ફેરફારને પગલે ડ્રોપ આઉટ રેશિયા આ સ્થિતીએ છે.
ભુજની શાળા નંબર 18 કે જે, વિસ્તારામાં મોટાભાગે મધ્યમથી ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે, તે શાળાના મદદનીશ શિક્ષક ખેતશીભાઈ ગજરાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં હાલ દિકરાના અભ્યાસ માટે દિકરીના અભ્યાસને અસર પડે તે જણાતું નથી. વર્ષો પહેલા સમાજમાં આ માન્યતા જોવા મળતી હતી પણ હવે સમાન રીતે બાળકોના અભ્યાસ માટે વાલીઓ ચિતા કરતા થયા છે. તેમાં પણ દિકરીઓના અભ્યાસ પરીણામની દ્રષ્ટિએ દિકરીઓનું પરીણામ સ્તર વધુ સારૂ જણાય છે. દિકરીના અભ્યાસ સારો હોવાથી વાલીઓ તેને શિક્ષણથી દુર કરતા નથી તેવું મતવ્ય તેેમણે વ્યકત કર્યુ હતું.