ડીપીટી પોર્ટના ઈન્ચાર્જ ડેપ્યુટી ચેરમેન બિમલકુમાર ઝાએ જણાવ્યું કે, 2007-2008થી કંડલા પોર્ટ દેશના તમામ મહાબંદરગાહોમાં પ્રથમ ક્રમે છે. શનિવારે 100 MMT કાર્ગો હેન્ડલ કરી તેમને 115 MMT કાર્ગો હેન્ડલિંગના ધ્યેય તરફ આગેકૂચ કરી છે. 100 MMT કાર્ગો હેન્ડલિંગમાં ક્રુડ, ફર્ટિલાઈઝર, અનાજ, કેમિકલ્સ સહિતના લિક્વિડ, બલ્ક અને બ્રેક બલ્ક કાર્ગોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે, ગત વર્ષે આ સમયગાળામાં તેમને 95.8 MMT કાર્ગો હેન્ડલ કર્યો હતો. જેની તુલનાએ આ વર્ષે પોર્ટે 4%ના ગ્રોથ સાથે આ માઈલસ્ટોન પાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, 31-3-2016નાં રોજ કંડલા પોર્ટે 100 MMT કાર્ગો હેન્ડલિંગની પહેલીવાર ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. વૈશ્વિક મંદી, ખાનગી બંદરો સાથેની ગળાકાપ સ્પર્ધા સહિતના વિપરીત પરિબળો વચ્ચે સરકારી બંદરે હાંસલ કરેલી આ સિદ્ધિએ પોર્ટના કર્મચારીઓમાં નવો ઉત્સાહ ભરી દીધો છે.