- માતાના મઢ વિસ્તારમાં અવાર-નવાર પશુના અસ્થિ મળતા હતા
- હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ બે યુવાનોને ઝડપી પાડ્યા
- દક્ષિણ રેંજના RFOએ ગુનો નોંધી તપાસ શરૂ કરી
કચ્છ : માતાના મઢ વિસ્તારમાં અવાર-નવાર મોર, ઢેલ, નીલગાય જેવા પશુના અસ્થિ મળતા હોવાથી શિકારીઓ સક્રિય બન્યા હોવાની શંકા થઇ હતી. શંકાના આધારે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ બાઇક નં. જીજે-12 ડીસી 9382 પર આવેલા દયાપરના મુસ્તાક સુલેમાન નોતિયાર અને અબ્દુલ કરીમ નોતિયારને એક મૃત સસલા અને માસના લોચા સાથે ઝડપી પાડ્યા હતા.
મૃત સસલા સહિતની વસ્તુઓ કબ્જે કરી આ અંગે દક્ષિણ રેંજના RFO વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, દયાપર પોલીસ પાસેથી એક મૃત સસલું અને માસનો લોચો મળ્યા છે. જેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે. સ્થળ પર પંચનામા દરિયાન ઢેલના પીંછા મળી આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ પણ વાંચો : જૂનાગઢ આસપાસ સિંહોના શંકાસ્પદ શિકાર મામલે વન વિભાગે કરી 5ની અટકાયત
હિન્દુ યુવા સંગઠનના યુવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા
હિન્દુ યુવા સંગઠનના તખ્તસિંહ ભાટી, નરેન્દ્રસિંહ સોઢા, પૃથ્વીરાજસિંહ, મહિપતસિંહ, ઇન્દ્રસિંહ સહિતના યુવાનો સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા. દયાપરના RFOએ આરોપીઓનો કબ્જો મેળવી તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : પોરબંદરમાં પતંગના દોરાનો શિકાર બનેલ 20 કુંજ પક્ષીઓ જીવન ભર ઉડી જ નહીં શકે
આરોપીઓને મંગળવારે કોર્ટમાં રજૂ કરાશે
મોર અને સસલાના શિકાર કેસમાં બે આરોપીઓની સોમવારે ધરપકડ કરાઈ હતી. મંગળવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ બાબતને વનતંત્ર ગંભીરતાથી લઈ રહ્યું છે અને કડક પગલાં ભરવામાં આવશે એવું ચોક્કસપણે કહી શકાય.