કચ્છ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મુન્દ્રા બંદરે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાંથી ઈલેક્ટ્રોનિક સામાન, મોબાઈલ એસેસરીઝ, બ્રાન્ડેડ શૂઝ અને બ્રાન્ડેડ ઘડિયાળોની સાથે ઈ-સિગારેટ રૂપિયા 80 કરોડની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે. આ સામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરીને 1.5 કરોડની કિંમતના માલની દાણચોરી કરવામાં આવી રહી હતી.
ડીઆરઆઈ દ્વારા કરાઈ કાર્યવાહી મુન્દ્રા બંદરે DRIના અધિકારીઓને બાતમી મળી હતી કે ચીનમાંથી આયાત થતા માલસામાનને ગારમેન્ટ એસેસરીઝ અને લેડીઝ ફૂટવેર તરીકે ખોટી રીતે જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં હાઈ એન્ડ ઈલેક્ટ્રોનિક બ્રાન્ડેડ માલ હોવાની શક્યતા છે. માલસામાનને દરિયાઈ માર્ગ દ્વારા ક્લિયર કરવાની માગ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન 6 શંકાસ્પદ કન્ટેનરની ચેક કરવામાં આવ્યા હતાં.
જુદી જુદી બ્રાન્ડેડ વસ્તુઓ ઝડપાઇ DRIની તપાસ દરમિયાન એપલ કંપનીના 33,138 પીસ એરપોડ્સ બેટરી, 4800 ઈ-સિગારેટ, 7.11 લાખ નંગ મોબાઈલ, ઈલેક્ટ્રોનિક સામાન અને એસેસરીઝમાં મોબાઈલ બેટરી,વાયરલેસ કીટ, લેપટોપની બેટરી વગેરે, 29,077 પીસ બ્રાન્ડેડ બેગ, શૂઝ અને કોસ્મેટિક આઈટમ, 53385 પીસ બ્રાન્ડેડ ઘડિયાળો, 58927 પીસ ઓટોમોબાઈલ પાર્ટ્સ જેવા કે મડગાર્ડ, એલઈડી લેમ્પ વગેરે આયાત માલમાં છુપાવવામાં આવ્યા હતા અને અન્ય માલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ માલ જપ્ત આયાત કરવામાં આવેલ અને ખોટી રીતે જાહેર કરેલ દાણચોરી કરેલ માલની કિંમત અંદાજિત રૂપિયા 1.5 કરોડ જાહેર કરવામાં આવે હતી જેની સામે જે માલ ગેરકાયદેસર રીતે આવ્યો છે. જેની કિંમત 80 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. ડીઆરઆઈ દ્વારા આ માલ ભારતીય કસ્ટમ્સ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો ઈ-સિગારેટ અને હુક્કાની સામગ્રી વેચનારા પર દરોડા, આખા નેટવર્કનો પર્દાફાશ
બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આયાતકારો રજિસ્ટર્ડ કરવામાં આવેલી જગ્યા પર કોઇજ વસ્તુ જ નથી. આ પહેલા પણ આવા માલની દાણચોરી કરવા માટે વિવિધ ડમી આયાતકારોનો ઉપયોગ કરતી હતી. આ મામલે બે લોકોની કસ્ટમ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આગળની વધુ તપાસ ચાલુ છે.
નાણાકીય વર્ષમાં 134 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત ડીઆરઆઈએ તાજેતરના સમયમાં દેશમાં દાણચોરી કરતા રમકડાં, કોસ્મેટિક આઇટમ, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક સામાન અને તેની એસેસરીઝની સંખ્યાબંધ જપ્તી કરી છે. તાજેતરમાં જપ્ત કરાયેલા રૂ. 64 કરોડના ચાઇનીઝ રમકડા અને 3.74 કરોડની કિંમતની કોસ્મેટિક વસ્તુઓનો સમાવેશ થાય છે. ડીઆરઆઈએ આ નાણાકીય વર્ષમાં 134 કરોડની કિંમતની ઇ-સિગારેટ અને વિદેશી બ્રાન્ડની સિગારેટ પણ જપ્ત કરી છે.