કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવાર-નવાર કેફી દ્રવ્યો (Drugs In Kutch) મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. તો કચ્છના મુન્દ્રા (Drugs Seized At Mundra Port) અને કંડલા પોર્ટ પરથી પણ મિસ ડીકલેરેશન દ્વારા અનેકવાર કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. મુન્દ્રાના 21,000 કરોડના હેરોઇન બાદ આજે કચ્છના કંડલા બંદર (Heroin Seized At Kandla Port) પર ગુજરાત ATS અને DRIએ હેરોઈનનો જંગી સ્ટોક જપ્ત કર્યો છે.
અફઘાનિસ્તાનથી કન્ટેરમાં આવ્યો હેરોઇનનો જથ્થો- કચ્છના કંડલા પોર્ટ (Drugs smuggling at kandla port) પર ગુજરાત ATS અને DRIના સંયુક્ત ઓપરેશનમાં કંડલા પોર્ટ પર હેરોઈનનો જંગી સ્ટોક જપ્ત કરવામાં આવ્યો છે. ઓપરેશન હજી પણ ચાલું છે અને સ્ટોકનો કુલ જથ્થો હજુ સુધી જાણી શકાયો નથી. આ પદાર્થ પાવડર તરીકે જાહેર કરીને અફઘાનિસ્તાનથી કન્ટેનર (Drugs From Afghanistan In India)માં લાવવામાં આવ્યો હતો તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો
2,500 કરોડ જેટલી કિંમતનું હેરોઇન- કંડલા પોર્ટ પર ગુજરાત ATS અને DRIએ કન્ટેનર જપ્ત કર્યું છે, જેમાં 250 કિલો હેરોઇન જપ્ત કર્યું છે અને જેની કિંમત 2,500 કરોડ (Kandla Seized Drugs Cost) જેટલી આંકવામાં આવી રહી છે તેવું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. બંને એજન્સીઓ દ્વારા યોગ્ય તપાસ કરાયા બાદ કુલ જથ્થો અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કેટલી છે તે સત્તાવાર રીતે બહાર આવશે.
ગત વર્ષે 21 હજાર કરોડનું હેરોઈન જપ્ત કરાયું હતું- અગાઉ મુન્દ્રા પોર્ટ પરથી અમેરિકન ગાંજો (American marijuana At Mundra Port), રક્ત ચંદન, વિદેશી સિગારેટ, ખસખસ, સોપારી અને પાકિસ્તાન આર્મીની સામગ્રી પણ મળી આવી છે. તો ગત વર્ષે DRI દ્વારા મુન્દ્રા પોર્ટ પરથી 3004 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જેમાં 13મી સપ્ટેમ્બરના રોજ 2 કન્ટેનરની અટકાયત કરવામાં આવી હતી જે ઈરાનના બંદર અબ્બાસ થઈને અફઘાનિસ્તાનના કંદહારથી મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા. આ કન્ટેનરમાં સેમી પ્રોસેસ્ડ ટેલ્ક સ્ટોન્સ (Semi-processed talc stones Kandla) હોવાનું જાહેર કરાયું હતું. કન્ટેનરની વિગતવાર તપાસથી 2 કન્ટેનરમાંથી 17મી સપ્ટેમ્બર અને 19મી સપ્ટેમ્બરના રોજ 2,988 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: Mundra Drugs Case : મુન્દ્રા ડ્રગ કેસ મામલે 4 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર
હેરોઇનને ટેલ્ક પથ્થરોથી ઢાંકવામાં આવ્યું હતું- મુન્દ્રા ખાતેથી ઝડપાયેલા હેરોઇનને જમ્બો બેગમાં છૂપાવવામાં આવ્યું હતું, જેમાં બિનપ્રોસેસ્ડ ટેલ્ક પાવડર હોવાનું જણાવાયું હતું. હેરોઇન બેગના નીચલા સ્તરોમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ તપાસ ટાળવા માટે હેરોઇનને ટેલ્ક પથ્થરોથી રાખવામાં આવ્યું હતું. DRIને હેરોઇનને મહેનતપૂર્વક ટેલ્ક સ્ટોન્સથી અલગ તારવું પડ્યું હતું.
કચ્છમાં ડ્રગ્સ ઘૂસાડવાની ઘટનાઓ વધી- કચ્છની દરિયાઈ સીમાએથી અનેકવાર બિનવારસી ચરસના પેકેટ પણ મળી આવ્યા છે. અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે, 2020થી BSF અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1,458 ચરસ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.