કચ્છ: DRI દ્વારા મુન્દ્રામાંથી વિક્રમી 21 હજાર કરોડનું હેરોઇન ઝડપાયા (Heroin Seized At Kandla Port) બાદ કંડલા પોર્ટથી પણ મોટા પ્રમાણમાં હેરોઇન ઝડપાયું છે. કંડલા પોર્ટ (kandla port kutch)થી ઝડપાયલું આ હેરોઇન પણ એ જ રૂટથી અહીં આવ્યું છે. કંડલા ખાતે ખાનગી CSFમાં પડેલાં 18 જેટલાં કન્ટેનરો (Containers At Kandla Port)ની DRIએ ગઇ સાંજથી તપાસ આદરી છે. આ કન્ટેનરોમાંથી પણ 2,500 કરોડનું 250 કિલો જેટલું હેરોઇન નીકળ્યાની ચર્ચા છે, પરંતુ DRIએ હજુ સુધી તેનું સમર્થન આપ્યું નથી.
6 મહિના પહેલાં આ કન્ટેનરો આવ્યા હતા- સૂત્રોમાં થતી ચર્ચા પ્રમાણે આ આખાય મામલામાં એજન્સીઓ અટવાઇ ગઇ છે. સુરક્ષા એજન્સીઓ સાથે સંકળાયેલાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આ તમામ કન્ટેનરો લગભગ 6 મહિના પહેલાં અહીં આવ્યાં હતાં. નિયમ પ્રમાણે તેનું ડિસ્ટફિંગ પણ થઇ ગયું હતું. ગમે તે કારણે આયાતકાર (Importers in kandla) તે માલ લેવા નહીં આવતાં એજન્સીઓને જાણ કરાઇ હતી. કસ્ટમ તથા DRIએ જે તે સમયે તપાસ કરી લીધી હોવાનું મનાઇ રહ્યું છે.
જીપ્સમના પાઉડરની ભરેલી બોરીઓની તપાસ- ભારતમાં ઉચ્ચ કક્ષાએથી હેરોઇન ઘૂસાડાયું (drug trafficking in India)હોવાની બાતમી આવતાં ATS દ્વારા DRIને પણ તે બાતમી પહોંચાડાઇ હતી. જેને લઇને ફરી આ 18 કન્ટેનરની તપાસ શરૂ કરાઇ હતી. ગઇ સાંજે સંકુલની નજીક આવેલાં એ.વી. જોશી CSF ખાતે DRIની ટીમ તપાસમાં પહોંચી હતી. જીપ્સમના પાઉડરની ભરેલી બોરીઓની આ તપાસ લાંબી ચાલી રહી છે.
કેટલી કિંમતનું હેરોઇન તેને લઇને સત્તાવાર માહિતી નહીં- આ કન્ટેનર અફઘાનિસ્તાન (drug trafficking from afghanistan)થી વાયા ઇરાન અહીં આવ્યાં છે. મુન્દ્રામાં હેરોઇનનો જથ્થો (Heroin Seized At Mundra Port)આ જ રૂટથી લવાયો હતો. 6 મહિનાથી પડેલાં આ કન્ટેનરોના કસ્ટમ એજન્ટ એક્યુરેટ કાર્ગો ક્લીયરિંગ પ્રા.લિ. છે. DRIએ નવેસરથી હાથ ધરેલી આ તપાસમાં લગભગ 250 કિલો એટલે કે, 2,500 કરોડનું હેરોઇન હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો કે હજુ સુધી DRIના સૂત્રોએ કોઇ સત્તાવાર માહિતી આપી નથી.
આ પણ વાંચો: NIA Chargesheet : મુન્દ્રા પોર્ટ ડ્રગ્સ કેસમાં ચાર્જશીટ દાખલ, પાકિસ્તાની ટેરર ફંડિંગનો ખુલાસો
કચ્છ માદક દ્રવ્યો માટેનું ગેટ વે બની રહ્યું છે- આ ઉપરાંત કચ્છની દરિયાઈ સીમા (Coastal boundary of Kutch)એથી અનેકવાર ચરસના બિનવારસી પેકેટ પણ મળી આવ્યા છે. અગાઉ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખૌ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે. પાકિસ્તાન તરફથી આવતી દરિયાઈ લહેરોથી ધોવાઈ ગયેલા આ ચરસના પેકેટ ભારતમાં પ્રવેશે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ રિકવર કરી લીધા છે. 20 મે 2020થી BSF અને અન્ય તમામ એજન્સીઓ દ્વારા કુલ 1,459 ચરસ પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.