ETV Bharat / state

કચ્છમાં ભારે વરસાદઃ ડેમ અને તળાવોના પાણી ગામમાં ઘૂસ્યા અનેક ગામો સંપર્કવિહોણા બન્યા - Gujarat Weather Prediction

ગુજરાતમાં વરસાદે રાઉન્ડ લીધો( Gujarat Rain Update )છે તેના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કચ્છના ઘણાં ગામો ભારે વરસાદના પગલે સંપર્કવિહોણા (Monsoon Gujarat 2022 )બન્યા છે. આજે જિલ્લામાં 1 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કચ્છમાં ભારે વરસાદઃ ડેમ અને તળાવોના પાણી ગામમાં ઘૂસ્યા અનેક ગામો સંપર્કવિહોણા બન્યા

author img

By

Published : Jul 12, 2022, 8:56 PM IST

કચ્છ: જિલ્લામાં અષાઢ મહિનામાં જ કચ્છના ચાર તાલુકા અતિવૃષ્ટિના ઊંબરે (Heavy rains in Kutch )આવીને ઊભી ગયા છે. હવે જો વધુ વરસાદ પડશે તો સ્થિતિ વણસવાની ભીતિ વ્યક્ત કરવામાં (Heavy rains in Kutch)આવી છે. હવામાન વિભાગે આગાહી કરી જિલ્લામાં હજુ શુક્રવાર સુધી મધ્યમથી ભારે અને ગુરુ-શુક્રના કેટલાક સ્થળે અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરી છે. આજે જિલ્લામાં 1 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

કચ્છમાં ભારે વરસાદઃ

જિલ્લામાં મેઘમહેર યથાવત - જિલ્લાના અબડાસા, માંડવી, મુંદરા, લખપત અને નખત્રાણાની (monsoon 2022 in gujarat)હાલત સૌથી વધુ કફોડી બની છે. અબડાસાના તો અનેક ગામોમાં સતત વરસાદથી છલકાયેલા ડેમ-તળાવોનાં પાણી ગામમાં ઘૂસી આવ્યાં છે. અબડાસામાં ભારે વરસાદના પગલે પશુઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અનેક ગામો સંપર્કવિહોણા બન્યા છે.

આ પણ વાંચોઃ નવસારીમાં વરસાદે એકનો ભોગ લીધો, બીજા માળેથી પટકાતા ડૂબી જતા મૃત્યું

ખરીફ પાક કપાસને નુકસાન - આજે જિલ્લામથક ભુજ, અંજાર, ગાંધીધામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. અબડાસામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે હવે અતિવૃષ્ટિ થશે. તો 10થી 12 ગામો વાહન વ્યવહારથી વિખૂટા પડી ગયા છે. તાલુકા મથક નલિયામાં એકંદર મોસમનો 345 મિ.મી. વરસાદ થયો છે. તેનાં કરતાં કાંઠાળ વિસ્તારમાં વરસાદનું જોર વધુ હોતાં સાતેક હજાર એકરમાં ખરીફ પાક કપાસને નુકસાન થયું છે.

તાલુકામાં કેટલો વરસાદ
તાલુકામાં કેટલો વરસાદ

નદીમાં ઘોડાપુર આવતાં માર્ગ બંધ - જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ગઢશીશા તરફની પાપડીમાં મોટા ગાબડા પડવાની સાથે નદીમાં ઘોડાપુર આવતાં માર્ગ બંધ થઇ ગયો છે. વરસાદના પગલે અનેક તળાવો, ડેમ છલકાઇ ગયા છે. દરમિયાન પિયત વિસ્તારનાં ગામોમાં બે હજારથી પચીસો એકર જમીનમાં કપાસનાં પાકને નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ વહીવટી તંત્ર તમને મદદ કરવા આવે ત્યારે સહયોગ આપો : કલેક્ટર

તાલુકાઓમાં 1 ઇંચથી 8 ઇંચ વરસાદ નોંધાયો - આજે સવારના 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી અંજાર, ભુજ, ગાંધીધામમાં,અબડાસા, નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભચાઉ, મુન્દ્રા અને માંડવીમાં પણ સારા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે તો રાપર અને લખપત તાલુકાના માત્ર ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. નખત્રાણા તાલુકાના નલિયા-નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ બંધ થઇ ગયો છે. પાપડીની જગ્યાએ પુલ બનાવવાની માંગણી તંત્રે ન સ્વીકારતાં દર વર્ષે વરસાદમાં પાપડી બેસી જતાં વાહન વ્યવહાર ઠપ થઇ જાય છે. સતત પાંચ-છ દિવસથી અનેક વિસ્તારોમાં પડી રહેલા વરસાદના કારણે દુબળા પશુ ઉપરાંત બિમારી અને ભુખમરાના કારણે ગૌવંશ મોતને ભેટી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.