ETV Bharat / state

યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ - ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ

આજે મંગળવારે યુનેસ્કો દ્વારા કચ્છમાં આવેલા 5000 વર્ષથી પણ જૂનો ઈતિહાસ ધરાવતા હડપ્પન સંસ્કૃતિના નગર ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને કચ્છના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ

author img

By

Published : Jul 28, 2021, 6:48 AM IST

  • યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવી
  • યુનેસ્કો દ્વારા આજે મંગળવારે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી
  • ધોળાવીરાને હેરિટેજ સાઈટ તરીકેનો દરજ્જો મળતા સમગ્ર કચ્છમાં ખુશીનો માહોલ

કચ્છ : ભચાઉ તાલુકાના ખડીર મહાલના ધોળાવીરા ખાતે ભારતીય પુરાતત્વ ખાતાએ શોધેલી 5000 વર્ષ જૂની હડપ્પન સાઈટને જૂન મહિનામાં પેરિસ ખાતે યોજાયેલી યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાતાં માત્ર ખડીર ધોળાવીરા જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં ખુશી છવાઈ ગઈ હતી અને આજે હડપ્પન સાઈટને સત્તાવાર રીતે આ શ્રેણીમાં સમાવવાની જાહેરાત કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવતા કચ્છના લોકોમાં ખુશીનો માહોલ

14 વર્ષ સુધી સંશોધન અને ઉત્ખનન કરીને સાઇટ શોધાઇ

કચ્છમાં આ ધોળાવીરા હડપ્પન સાઇટને સમગ્ર વિશ્વ સામે લઈ આવવાનું શ્રેય ડૉ આર. એ. બિસ્તને જાય છે. કારણ કે, સતત 14 વર્ષ સંશોધન અને ઉત્ખનન કરીને આ સાઈટની શોધ કરવામાં આવી હતી. અહીંથી શોધવામાં આવેલ જુદા જુદા અવશેષો હાલ પુરાતત્વ વિભાગના મુખ્ય સંગ્રહાલયમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત થોડા ઘણા અવશેષો ધોળાવીરા ખાતેનાં સંગ્રહાલય ખાતે પણ મૂકવામાં આવ્યા છે. અહીં ઉત્ખનન કરતા બાહરી કિલ્લો, જળાશય, સ્ટેડિયમ, સિરોડલ વગેરે અમૂલ્ય સ્થળો પણ મળી આવતા હતા.

ડૉ. બિસ્તને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો

ધોળાવીરા હડપ્પન સાઈટની શોધ વર્ષ 1991ની આસપાસ કરવામાં આવી હતી. ધોળાવીરાની આ હડપ્પન સાઇટને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર ડૉ આર.એ. બિસ્તે પોતાની કારકિર્દીનો અમૂલ્ય સમય આ સાઈટની શોધમાં આપ્યો હતો. આ અમૂલ્ય સાઇટની શોધ માટે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે સામેલ કરવા ડોઝિયર મોકલાયું હતું

ધોળાવીરા હડપ્પન સાઇટને યુનેસ્કોની માન્યતા મળી છે એટલે અહીં હવે ટૂરિઝમ ક્ષેત્રમાં પણ આ સાઇટને વિકસાવવામાં આવશે. જેથી કચ્છના પર્યટન વિકાસને આ જાહેરાતથી વધુ વેગ મળશે. આ ઉપરાંત ધોળાવીરાની આસપાસના ભૂસ્તરીય મહત્વના સ્થળોને પણ વિકસાવવામાં આવશે. ભારત સરકાર દ્વારા ધોળાવીરાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ માટે સામેલ કરવા ડોઝિયર મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ યુનેસ્કોની ટીમ દ્વારા સાઇટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને હવે આજે યુનેસ્કો દ્વારા સત્તાવાર રીતે ધોળાવીરાની સાઈટને વર્લ્ડ હેરિટેજ તરીકેની જાહેરાત કરવામાં આવી છે.

પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે

ભુજથી ધોળાવીરા જવા માટે 230 કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે, પરંતુ રસ્તાની હાલત સારી નથી. હવે જ્યારે વર્લ્ડ હેરિટેજમાં આ સાઇટનો સમાવેશ થયો છે, ત્યારે અહીં હોટેલ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ,રેસ્ટોરેન્ટ રોડ, વગેરે જેવી સુવિધાઓ ઉભી કરવા આવશે અને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેના કારણે અહીંના સ્થાનિક લોકો, નાના વેપારીઓ મોટા વેપારીઓ દરેકને ફાયદો થશે. આ ઉપરાંત વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર થયા બાદ આ સાઈટ ઇન્ટરનેશનલ ટૂરિસ્ટો માટે ઇન્ટરનેશનલ સિસ્ટમ વસાવવી પણ જરૂરી બનશે.

ધોળાવીરા કચ્છ અને પુરાતત્વની ધરોહર : વાસણ આહિર

અંજારના ધારાસભ્ય અને ટૂરિઝમ એન્ડ વેલફેર વિભાગના પ્રધાન વાસણ આહિરે જણાવ્યું હતું કે, ધોળાવીરા એ કચ્છની 5,000 વર્ષ જૂની ધરોહર છે. વર્ષો જૂની આ સંસ્કૃતિને બહાર લાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ. ધોળાવીરાને દેશ અને વિશ્વના નક્શા પર આવે તે પ્રકારની મહેનત તેમને કરી હતી. ધોળાવીરાને આ સ્થાન મળતા રાજ્યના ટુરિઝમમાં ચાંદ લાગશે. યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળતા દેશનું ગૌરવ વધ્યું છે. આ વિસ્તારના લોકો ધોળાવીરાની 5 હજાર વર્ષથી ગુજરાતની સંસ્કૃતિની ધરોહર સાચવી હતી. તેમના માટે આ સોનાનો સૂરજ ઉગવા સમાન છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.