ભુજ: શહેરમાં ગઈ કાલે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં અનેક પ્રોગ્રામ યોજાયા હતા, જેમાં ભુજમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા નિર્મિત છાત્રાલયના લોકાર્પણ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં લોકસાહિત્યકાર યોગેશ બોક્ષાની જીભ લપસી હતી અને અનુસૂચિત જાતિ માટે અયોગ્ય શબ્દ ઉચ્ચારતા (Yogesh Boksha Controversial Statement) તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આજે અનુસૂચિત જાતિના આગેવાન દ્વારા યોગેશ બોક્ષા સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવામાં આવી છે.
આ પણ વાંચો: Rahul to embark on padyatra: રાહુલ કાશ્મીરથી કન્યાકુમારી સુધી પદયાત્રા કરશે
અપમાનજનક શબ્દ ઉચ્ચારતા ચકચાર: ભુજમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદઘાટન કાર્યક્રમ (Bhuj C R Patil Programme) રાખવામાં આવેલ હતુ અને જે કાર્યક્રમમાં યોગેશ બોક્ષા (Gujarati Folklorist Yogesh Boksha) તથા ઉમેશ બારોટ તેમજ સોનલબેન સંઘારનો સાંસ્કૃતીક કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં અનુસૂચિત જાતિના ઘણા બધા લોકો હાજર હતા. આ કાર્યક્રમ ચાલુ હતો તે દરમ્યાન ચારેક વાગ્યાના સમયે યોગેશ બોક્ષાનુ સાંસ્કૃતીક પ્રવચન ચાલુ હતુ ત્યારે તેઓ સ્ટેજ પરથી માઇકમાં બોલવા લાગ્યા હતા
આ પણ વાંચો: તૈયાર રહેજો: આ વર્ષે સસ્તું Apple TV આવી શકે છે, જાણો શું હશે ખાસિયતો
"લખી લેજો આ તો ભારતીય જનતા પાર્ટી તથા કેસરીયાના પ્રતાપે અહિંયા આવુ નહિતર સોનાની સડકો કરો તોય આ ચારણ ના આવે અને ચાલુ કરો અને એમ તમે કહેશો એમ અમે થોડા કાંઇ વડ વાંદરા છીએ અમે કાંઇ ઢેઢ બજાણીયા છીએ અમે ચારણ બારોટ છીએ અમને ફાવે એમ કરીએ આવી વાતો હાલતી હોય આડા ન આવો મહેરબાની કરી કોઇને કે" તેવા શબ્દો સ્ટેજ ઉપરથી ઉચ્ચાર્યા હતા.
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ફરિયાદ: રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાજપ સાથે જોડાયેલા લોકસાહિત્યકાર યોગેશ બોક્ષા સામે એટ્રોસીટી સહિતની કલમો તળે ફરિયાદ (Yogesh Boksha atrocity complaint) નોંધવામાં આવે તેવી માંગ સાથે એ ડિવિઝન પોલીસ મથક બહાર ધરણા કરવામાં આવ્યા હતા અને જ્યાં સુધી ગુનો નહિ નોંધાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે.