કચ્છ : રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ હિટવેવની આગાહી વચ્ચે ગરમીનું પ્રમાણ(Impact of Heatwave in Gujarat) વધ્યું હતું. આજે પણ રાજ્યના મહાનગરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. રાજ્યના હવામાનમાં(Gujarat Weather Report) અગાઉની સરખામણીએ અમુક જિલ્લાઓમાં 1થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે, જ્યારે અમુક જિલ્લાઓમાં 1થી 2 ડિગ્રી વધારો પણ નોંધાયો છે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
ભારે તાપના કારણે બફારો અનુભવાશે - રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. લોકો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતાં હોય છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે, જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
આવતીકાલે આ શહેરોમાં હિટવેવની અસર વર્તાશે - આવતીકાલે રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ તેમજ કચ્છના પાટનગર ભુજ અને કંડલા ખાતે હિટવેવની અસર વર્તાશે. ગરમ પવનો ફૂંકાશે તેમજ લૂ પણ લાગશે જેથી કરીને જો જરૂર ન જણાય તો લોકોએ ઘરથી બહાર નીકળવાનું ટાળવું જોઇએ.
રાજ્યના શહેરોમાં મહતમ તાપમાન 33થી 43 ડિગ્રી નોંધાયું - રાજ્યમાં નોંધાયેલ મહતમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ અને રાજકોટ ખાતે 42.6 ડિગ્રી, ગાંધીનગર ખાતે 42.3 ડિગ્રી, ભુજ ખાતે 41.8 ડિગ્રી, બરોડા ખાતે 41.6 ડિગ્રી, કંડલા ખાતે 41.3 ડિગ્રી, ભાવનગર ખાતે 39.2 ડિગ્રી, નલિયા ખાતે 37.4 ડિગ્રી, જૂનાગઢ ખાતે 36.6 ડિગ્રી, સુરત ખાતે 34.1 ડિગ્રી મહતમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહતમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | તાપમાન (ડિગ્રીમાં) |
અમદાવાદ | 42.6 |
ગાંધીનગર | 42.3 |
રાજકોટ | 42.6 |
સુરત | 34.1 |
ભાવનગર | 39.2 |
જૂનાગઢ | 36.6 |
બરોડા | 41.6 |
નલિયા | 37.4 |
ભુજ | 41.8 |
કંડલા | 41.3 |