કચ્છ : એપ્રિલ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગરમીનું (Gujarat Weather Report) પ્રમાણ વધ્યું હતું.રાજયના હવામાનમાં અગાઉની સરખામણીએ અમુક જિલ્લાઓમાં 1 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રીનો વધારો નોંધાયો છે. તેવું હવામાન વિભાગની માહિતી (Impact of Hitwave in Gujarat) દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : આજની પ્રેરણા
ભારે તાપના કારણે બફારો અનુભવાશે - રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘર માંથી (Maximum Temperature Today) બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
આ પણ વાંચો : Horoscope for the Day 04 April : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાન (Weather Update Gujarat) આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ ખાતે 42.3 ડિગ્રી, ગાંધીનગર ખાતે 42 ડિગ્રી, રાજકોટ ખાતે 41.3 ડિગ્રી,ભુજ ખાતે 41.2 ડિગ્રી,બરોડા ખાતે 40.4 ડિગ્રી,કંડલા ખાતે 37.8 ડિગ્રી,ભાવનગર ખાતે 37.7 ડિગ્રી, નલિયા ખાતે 37.2 ડિગ્રી,જૂનાગઢ ખાતે 36.6 ડિગ્રી,સુરત ખાતે 33.8 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 42.3 |
ગાંધીનગર | 42.0 |
રાજકોટ | 41.3 |
સુરત | 33.8 |
ભાવનગર | 37.7 |
જૂનાગઢ | 36.6 |
બરોડા | 40.4 |
નલિયા | 37.2 |
ભુજ | 41.2 |
કંડલા | 37.8 |