કચ્છ : રાજ્યમાં એપ્રિલ મહિનાની શરૂઆત (Gujarat Weather Report) ભારે તાપ સાથે થઈ રહી છે. રાજયના હવામાનમાં ગઈકાલના પ્રમાણમાં 1 થી 2 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. રાજ્યમાં ગરમીનું પ્રમાણ અગાઉની સરખામણીએ વધ્યું છે. સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટવેવની અસર પણ જોવા મળશે. તો અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને ભુજ જેવા શહેરોમાં કાળઝાળ ગરમી અનુભવાશે.તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : આજની પ્રેરણા
ભારે તાપના કારણે બફારો અનુભવાશે - રાજ્યમાં ભારે તાપ લાગતા લોકો બપોરના (Maximum Temperature Today) સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. તો શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તથા લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
શહેરોમાં હીટવેવની અસર વર્તાશે - રાજ્યમાં 3 એપ્રિલ સુધી હીટવેવની (Weather Update Gujarat) અસર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર,બોટાદ, રાજકોટ, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો રાજ્યના 6 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. અમદાવાદ , ગાંધીનગર, ભુજ, રાજકોટ, જૂનાગઢ, નલિયા, કંડલા ખાતે હિટ વેવની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : Horoscope for the Day 01 April: આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ
મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા મુજબ રાજ્યમાં (Heat Temperature in Gujarat) સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ, અને ભુજ ખાતે 43 ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે 42 ડિગ્રી, બરોડા ખાતે 41 ડિગ્રી, નલિયા, કંડલા અને ભાવનગર ખાતે 38 ડિગ્રી, સુરત ખાતે 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 43.0 |
ગાંધીનગર | 42.0 |
રાજકોટ | 42.0 |
સુરત | 34.0 |
ભાવનગર | 38.0 |
જૂનાગઢ | 42.0 |
બરોડા | 41.0 |
નલિયા | 38.0 |
ભુજ | 43.0 |
કંડલા | 38.0 |