કચ્છ : આજે રાજ્યના હવામાનમાં ગઈ કાલના (Gujarat Weather Report) પ્રમાણમાં 1 થી 4 ડિગ્રી જેટલો વધારો નોંધાયો છે. આજથી ગરમીનું પ્રમાણ તો વધ્યું જ છે સાથે સાથે અમુક જિલ્લાઓમાં હિટવેવની (Impact of Hitwave in Gujarat) અસર પણ જોવા મળશે તેવું હવામાન વિભાગની માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો : Petrol Diesel Price : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી ભડકો, હવે કેટલું મોંઘું થયું, જાણો
ચામડી દઝાડે તેવી ગરમી પડશે - માર્ચ મહિનાની શરૂઆતથી ભારે (Maximum Temperature Today) તાપ જોવા મળી રહ્યો છે. તો ભારે તાપ લાગતા લોકો બપોરના સમયે ઘરમાંથી બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે શેરડી, નારિયેળ તેમજ લીંબુનો જ્યુસ પીતા જોવા મળી રહ્યા છે. હજી પણ ગરમ પવનો ફૂંકાશે અને ચામડી દઝાડે તેવી ગરમી પડશે અને કાળઝાળ ગરમીના પ્રકોપથી ભારે બફારો પણ અનુભવાશે. જેથી કરીને લોકોએ હળવા કોટનના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
આ પણ વાંચો : આજની પ્રેરણા
શહેરોમાં હીટવેવની અસર વર્તાશે - રાજ્યમાં આજથી 3 એપ્રિલ સુધી હીટવેવની અસર રહેશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર,બોટાદ, રાજકોટ, અમરેલી, કચ્છમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો રાજ્યના 6 શહેરોમાં આજે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે.
મહતમ તાપમાન - રાજ્યમાં નોંધાયેલા મહતમ તાપમાનના આંકડા (Heat Temperature in Gujarat) મુજબ રાજ્યમાં સૌથી વધારે મહતમ તાપમાન અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ અને રાજકોટ ખાતે 41 ડિગ્રી નોંધાયું છે. બરોડા અને ભુજ ખાતે 40 ડિગ્રી, સુરત ખાતે 39 ડિગ્રી, ભાવનગર અને કચ્છના કંડલા ખાતે 37 ડિગ્રી, કચ્છના નલિયા ખાતે 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
ગુજરાતના શહેરોમાં મહત્તમ તાપમાન (ડિગ્રીમાં)
શહેર | મહત્તમ તાપમાન |
અમદાવાદ | 41.0 |
ગાંધીનગર | 41.0 |
રાજકોટ | 41.0 |
સુરત | 39.0 |
ભાવનગર | 37.0 |
જૂનાગઢ | 41.0 |
બરોડા | 40.0 |
નલિયા | 33.0 |
ભુજ | 40.0 |
કંડલા | 37.0 |